બોટાદ: IPOની આડમાં 2.54 લાખની છેતરપિંડી, 2 ભેજાબાજો ઝડપાયા

તાજેતરમાં બોટાદ જિલ્લાના એક યુવક સાથે IPOમાં રોકાણના લોભમાં બોગસ એપ્લિકેશન મારફતે ₹2.54 લાખની છેતરપિંડી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે હરિયાણાના બે આરોપીઓને પકડીને વધુ તપાસ શરૂ કરી છે. બોગસ એપ ‘Ad-bir capable’ મારફતે છેતરપિંડી આ બનાવમાં મળતી માહિતી પ્રમાણે, “Ad-bir capable” નામની એપ્લિકેશન દ્વારા બે યુવકો અનિલ જય કિશન રંગા (25) અને ઘનશ્યામ સુમન બહાદુર વર્મા (21)એ બોટાદના એક યુવકને IPOમાં રોકાણ કરવા માટે ઉશ્કેર્યા હતા. યુવકે અને તેના મિત્રે મળીને કુલ ₹1.35 લાખનું રોકાણ કર્યું હતું. આરોપીઓએ બાદમાં નકલી પ્રોફિટ બતાવી ફરિયાદીને ₹10,00,893 મળ્યા છે એવું જણાવ્યું અને વધુ પૈસા ટ્રાન્સફર કરાવ્યા. આખરે આરોપીઓએ કુલ ₹2,54,922ની છેતરપિંડી કરી હતી. પોલીસે ઝડપ્યા આરોપીઓ ફરિયાદ મળ્યા બાદ બોટાદ પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી…