કોમનવેલ્થ ગેમ્સ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર, 126 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે
ગ્લાસગોમાં યોજાશે કોમનવેલ્થ ગેમ્સ 2026 રમતપ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે રમતોના મહાકુંભનું આયોજન સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 23 જુલાઈથી થશે અને 2 ઓગસ્ટ સુધી વિવિધ રમતોમાં ખેલાડીઓ મેડલ માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. આ ગેમ્સમાં દુનિયાભરના 74 દેશોના લગભગ 3,000 ખેલાડીઓ ભાગ લેશે. પેરા-સ્પોર્ટ્સ સહિત કુલ 13 રમતોમાં ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવશે. ભારત પણ આ વખતે મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરી રહ્યું છે. ભારતના 126 ખેલાડીઓ કરશે પ્રતિનિધિત્વ કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે ભારતીય દળમાં કુલ 126 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 77 પુરુષ અને 48 મહિલા ખેલાડીઓ સામેલ છે. ભારતીય ખેલાડીઓ એથલેટિક્સ, બોક્સિંગ, જ્યુડો, સ્વિમિંગ, વેઈટલિફ્ટિંગ, સાઈકલિંગ, જિમ્નાસ્ટિક્સ અને…
ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ: અમદાવાદ 2030 Commonwealth Gamesનું યજમાન બન્યું
2030માં અમદાવાદને Commonwealth Games (CWG) ના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આગામી આઇએફ (International Federation) અને Commonwealth Games Federation (CGF) ના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા મતદાનમાં અમદાવાદને વિજેતા જાહેર કરવામાં આવ્યું. આ ગેમ્સ માત્ર રમત મહોત્સવ નહીં, પરંતુ Commonwealth Gamesના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે Centenary Edition તરીકે પણ ઉજવાશે. હર્ષ સંઘવીની પ્રતિભાવ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું,”આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થતા આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં, પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે.” અમદાવાદમાં તૈયારીઓ આ યજમાનીની તૈયારી માટે શહેરમાં તમામ…
PM મોદીએ પાઠવ્યા અભિનંદન: અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ મળી ગયું
ભારત માટે ગર્વની ક્ષણ આવી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ અમદાવાદને મળ્યું છે, અને ભારતે આ ગૌરવશાળી આયોજનનો અધિકાર જીત્યો છે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ દેશને અભિનંદન પાઠવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિષયને લઇને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું,”મને આનંદ છે કે ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની માટે બિડ જીતી લીધી છે. ભારતના લોકો અને રમતગમત જગતને અભિનંદન. આપણી સામૂહિક પ્રતિબદ્ધતા અને રમતગમતની ભાવનાએ ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂત રીતે સ્થાપિત કર્યું છે. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે અમે આ ઐતિહાસિક રમતોને ખૂબ ઉત્સાહ સાથે ઉજવવા આતુર છીએ.” અમિત શાહે પણ અભિનંદન આપ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે,”અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજવાના…
કોમનવેલ્થ ગેમ્સ 2030: અમદાવાદ મજબૂત દાવેદાર, હર્શ સંઘવી ગ્લાસગોમાં કરશે પ્રેઝન્ટેશન
અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ–2030ની યજમાની અપાવવા માટે રાજ્ય સરકારે સત્તાવાર કવાયત શરૂ કરી છે. આ માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના નેતૃત્વમાં ચાર સભ્યોનું પ્રતિનિધિમંડળ સ્કોટલેન્ડના ગ્લાસગો જશે, જ્યાં ગેમ્સ માટેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી – 24 થી 27 નવેમ્બર દરમિયાન યોજાનારી આ એસેમ્બલીમાં અમદાવાદ 2030 ગેમ્સ માટેનું હોસ્ટિંગ પ્રપોઝલ રજૂ કરશે. – પ્રેઝન્ટેશન બાદ સભ્યો દ્વારા મતદાન થશે. – મતદાનમાં મંજૂરી મળે તો આગળ **‘હોસ્ટ કોલેબરેશન એગ્રીમેન્ટ’**ની પ્રક્રિયા શરૂ થશે. – એગ્રીમેન્ટ થયા બાદ અમદાવાદને સત્તાવાર યજમાન શહેર તરીકે માન્યતા મળવાની શક્યતા છે. પ્રતિનિધિમંડળમાં કોણ–કોણ? – ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી – આમસી કમિશનર બંછાનિધી પાની – અન્ય રાજ્યના ઉચ્ચ અધિકારીઓ – ગુજરાત માટે ઐતિહાસિક તક જો આ પ્રેઝન્ટેશન સફળ રહેશે તો ગુજરાત…










