ઇલોન મસ્કે 2100 સુધીમાં ભારતની વસ્તીમાં મોટા ઘટાડાનું અનુમાન રજુ કર્યુ, નાઇઝીરીયા બનશે વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ

અબજોપતિ ઇલોન મસ્કે 2100 સુધીમાં ભારત અને ચીનની વસ્તીમાં અંદાજિત ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મસ્કના X હેન્ડલ પરથી ગ્રાફની તસવીર પોસ્ટ કરવામાં આવી છે, જે વિશ્વના મુખ્ય દેશોની વસ્તીમાં સંભવિત ફેરફાર દર્શાવે છે. મસ્કે તેને માનવતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. આ અનુમાન મુજબ, 2100 સુધીમાં, ભારતની વસ્તી ઘટીને 110 કરોડ થઇ જવાનું અનુમાન છે. આ અંદાજે રૂ. 40 કરોડનો ઘટાડો દર્શાવે છે.. હાલમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ભારતની વસ્તીમાં આ ઘટાડો ચિંતાજનક હોઈ શકે છે.ચીનની વસ્તીમાં પણ ધરખમ ઘટાડો થવાનો અંદાજ છે. 2100 સુધીમાં, ચીનની વસ્તી ઘટીને 74 કરોડ થઇ જશે , આ વસ્તીમાં મોટો ઘટાડો સૂચવે છે, જે દેશના સામાજિક અને આર્થિક માળખાને અસર કરી શકે છે.…