મહાશિવરાત્રિ 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના દર્શન અને આરતી સાથે નાગરિકોના સુખાકારી માટે પ્રાર્થના કરી
મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા સૌ પ્રથમ સોમનાથ મંદિરના પંડિતોએ વૈદિક શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીશ્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતાં. મુખ્યમંત્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ મંદિરમાં મંત્રોચ્ચારના મધુર ગુંજારવ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોની સુખાકારી માટે ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી હતી. મંદિર પરિસર ખાતે સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણે મુખ્યમંત્રીને બૂકેથી આવકાર્યા હતાં. આ વેળાએ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર,…
સોમનાથ સ્વાભિમાન પર્વમાં હંસરાજ રઘુવંશીના સથવારે હજારો ભાવિકો બન્યા શિવમય
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સોમનાથ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમના ત્રીજા દિવસે હજારો શિવ ભક્તો જાણીતા ગાયક હંસરાજ રઘુવંશીના શિવ ભકિતના ગીત સંગીતમાં શ્રદ્ધાભાવ સાથે શિવ ભક્તિમાં મંત્રમુગ્ધ થયા હતા. શિવ સમા રહે મૂજમે ઔર મે શૂન્ય હો રહા હું, જયકારા બોલો, જયકારા, મેરા ભોલા હૈ ભંડારી, ભોલે નાથ કી શાદી હૈ તો નાચેંગે સહિતના શિવ ભક્તિ ભજન ગીતમાં પ્રવાસી- ભક્તો શિવ ભક્તિમાં રંગાઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાય રહેલા સ્વાભિમાન પર્વમાં આજે ત્રીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમના આકર્ષણને લીધે સોમનાથ મંદિરનું સમગ્ર પરિસર ભક્તોથી ઉભરાઇ ગયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સંકલનમાં સોમનાથ સ્વાભિમાન પર્વના કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિ લોકપ્રિય બનતા હજારો શિવ ભક્તો માટે આ પર્વ યાદગાર બન્યું છે. …
અરબી સમુદ્ર ઉપર 3 હજાર ડ્રોનથી સર્જાયા દિવ્ય ચિત્રો, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો. આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુચિત્રો સર્જવામાં આવ્યા હતા. આકાશમાં ઊભરાતા પ્રકાશમય દૃશ્યો લોકઆકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ડ્રોન લાઈટના માધ્યમથી ત્રિશૂળ, ઓમ, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, વીર હમીરજી, અહલ્યાભાઈ હોલ્કર, સોમનાથ પર આક્રમણ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાભિમાન પર્વનો લોગો તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બિંદુચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તમામ ચિત્રોએ ભારતીય સંસ્કૃતિ, આત્મગૌરવ અને રાષ્ટ્રીય અભિમાનનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું. આ ભવ્ય ડ્રોન શોનું સંચાલન કુલ 40 પ્રશિક્ષિત ઓપરેટરો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં…
દ્વારકાધીશના ધામમાં ભક્તિનો મહાસમુદ્ર, દિવાળીના 6 દિવસમાં 4.65 લાખ શ્રદ્ધાળુઓએ લીધા દર્શન
દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં ભક્તિનો અદભૂત ઉત્સવ જોવા મળ્યો. માત્ર 6 દિવસમાં આશરે 4.65 લાખ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને પોતાના પર્વને પાવન બનાવ્યો. ભક્તોમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા પહોંચ્યા હતા. સમગ્ર શહેરમાં દિવાળીની રોશની સાથે ભક્તિ અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. તંત્ર અને પોલીસની ઉમદા વ્યવસ્થા ભીડની તીવ્રતા છતાં દ્વારકા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગે પ્રશંસનીય કામગીરી કરી હતી. સંયુક્ત પ્રયાસો દ્વારા દર્શન વ્યવસ્થા સંપૂર્ણપણે સુચારુ રહી. – વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ – દર્શન લાઇનમાં અલગ પ્રવેશ અને આરામ ક્ષેત્ર – યાત્રિકો માટે પૂરતું પાણી, આરોગ્ય અને આરામ વિસ્તાર – ટ્રાફિક કંટ્રોલ રૂમ…
પાવાગઢ : યાત્રાધામમાં છઠ્ઠા નોરતે બે લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા, જાણો વિગત
આસો નવરાત્રિના છઠ્ઠા નોરતે પાવાગઢના પવિત્ર યાત્રાધામ પર ભક્તોની વિશાળ ભેગા જોવા મળી. મહાકાળી માતાજીના ઐતિહાસિક મંદિરમાં ભક્તો વહેલી સવારે જ દર્શન માટે ઊભા રહ્યા હતા અને દિવસભર ભારે ભક્તિમય વાતાવરણ રહેલું હતું. રવિવારની જાહેર રજાના કારણે સામાન્ય દિવસોની તુલનામાં ભક્તોનો ઘમાસાણ વધ્યો હતો. સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખોલાતા જ, હજારો ભક્તોએ લાંબી કતારમાં ઉભા રહી માતાજીના દર્શન માટે આતુરતા દર્શાવી. બપોર સુધી લગભગ 1 થી 1.5 લાખ ભક્તોએ શિસ્તબદ્ધ રીતે દર્શન કર્યા, જ્યારે સમગ્ર દિવસે બે લાખથી વધુ ભક્તોએ પાવાગઢના આ ધાર્મિક સ્થળ પર માતાજીની આરાધના કરી હતી. મંદિરમાં અને આસપાસના વિસ્તારમાં વહેલી સવારે ભારે ધુમ્મસ અને હળવા વરસાદ સાથે तेज પવન પણ છવાયેલું હતું. રોપ-વે સેવા અનિયમિત હોવા છતાં ભક્તોએ પગપાળા ચઢવા પસંદ…











