મહાશિવરાત્રિ 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના દર્શન અને આરતી સાથે નાગરિકોના સુખાકારી માટે પ્રાર્થના કરી

મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા

સૌ પ્રથમ સોમનાથ મંદિરના પંડિતોએ વૈદિક શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીશ્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતાં. મુખ્યમંત્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ મંદિરમાં મંત્રોચ્ચારના મધુર ગુંજારવ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોની સુખાકારી માટે ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી હતી.

મંદિર પરિસર ખાતે સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણે મુખ્યમંત્રીને બૂકેથી આવકાર્યા હતાં.
આ વેળાએ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, સંજયભાઈ પરમાર તથા ગીર-સોમનાથ વહિવટી તંત્રના અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

CM ભુપેન્દ્ર પટેલ ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. જવા રવાના….

CM ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત ડેલિગેશન સાન ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. રવાના -> ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત ડેલિગેશન અમેરિકાના પ્રવાસના મહત્વપૂર્ણ તબક્કા તરીકે સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ પૂર્ણ કરીને બુધવાર, 19 ઓગસ્ટ 2026ના રોજ વોશિંગ્ટન D.C. જવા રવાના થયું છે. સાન ફ્રાન્સિસ્કોમાં વિવિધ ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠકો બાદ હવે ગુજરાત ડેલિગેશનનો આગળનો તબક્કો વોશિંગ્ટન D.C.માં શરૂ થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિદેશ પ્રવાસે છે. તેમણે પોતાના અમેરિકા પ્રવાસના મહત્વના ચરણ રૂપે સેન ફ્રાન્સિસ્કો (San Francisco) ખાતેનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધો છે અને હવે તેઓ આગામી બેઠકો અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે વોશિંગ્ટન ડી.સી. (Washington D.C.) જવા રવાના થયા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત અને અમેરિકા વચ્ચે ટેક્નોલોજી,…

IAS તુકારામ મુંઢે છે કોણ ? હાલ માં તેઓ ખુબ ચર્ચા માં છે જાણો…

IAS તુકારામ મુંઢે કોણ છે? ‘સિંઘમ’ તરીકે જાણીતા અધિકારીની કહાની, 21 વર્ષમાં અનેક ટ્રાન્સફર છતાં કામ કરવાની અલગ ઓળખ -> IAS : ભારતીય વહીવટી સેવાના અધિકારી તુકારામ હરીભાઉ મુંઢે (Tukaram Mundhe) ફરી એકવાર ચર્ચામાં છે. મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષા અને ભેળસેળ સામે ચાલી રહેલી કડક કાર્યવાહીને કારણે તેઓ હાલ સમાચારોમાં છવાયેલા છે. કડક નિર્ણયો, નિયમોના પાલન પર ભાર અને નિડર વહીવટી શૈલીને કારણે તેમને ઘણીવાર ‘સિંઘમ IAS’ તરીકે ઓળખવામાં આવે છે. દેશના સૌથી ચર્ચિત, ઈમાનદાર અને પોતાના કડક નિર્ણયો માટે જાણીતા IAS ઓફિસર તુકારામ મુંઢે (Tukaram Mundhe) ફરી એકવાર સોશિયલ મીડિયા અને મીડિયાની હેડલાઇન્સમાં છવાયેલા છે. જ્યારે પણ કોઈ સિનિયર IAS ઓફિસરની વાત આવે અને તેમાં ‘પ્રામાણિકતા’, ‘જનહિત’ અને ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ’ જેવા શબ્દો જોડાય, ત્યારે તુકારામ…