અરબી સમુદ્ર ઉપર 3 હજાર ડ્રોનથી સર્જાયા દિવ્ય ચિત્રો, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો.

આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુચિત્રો સર્જવામાં આવ્યા હતા. આકાશમાં ઊભરાતા પ્રકાશમય દૃશ્યો લોકઆકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા.

ડ્રોન લાઈટના માધ્યમથી ત્રિશૂળ, ઓમ, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, વીર હમીરજી, અહલ્યાભાઈ હોલ્કર, સોમનાથ પર આક્રમણ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાભિમાન પર્વનો લોગો તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બિંદુચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તમામ ચિત્રોએ ભારતીય સંસ્કૃતિ, આત્મગૌરવ અને રાષ્ટ્રીય અભિમાનનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું.

આ ભવ્ય ડ્રોન શોનું સંચાલન કુલ 40 પ્રશિક્ષિત ઓપરેટરો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. આશરે 15 મિનિટ સુધી ચાલેલા આ શોએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મંદિરના પટાંગણમાં ઉપસ્થિત રહી આ ભવ્ય ડ્રોન શો નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ પણ આ અદભૂત દૃશ્યાવલિ નિહાળી ગૌરવ અને આનંદની લાગણી અનુભવી હતી.

ડ્રોન શો પૂર્ણ થયા બાદ તુરંત જ નજીકના દરિયા કિનારે ભવ્ય આતશબાજી થઈ હતી, વિવિધ પ્રકારના ક્રેકર્સથી આકાશ રંગેરંગી થઈ ગયું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

2026 : Gujarat Rain Forecast : અમદાવાદમાં રાહત, સોમવારથી વરસાદ ઘટે તેવી શક્યતા Red Alert Lifted : IMD Rain Warning

અમદાવાદ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદને રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું, સોમવારથી વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા. ગુજરાતમાં મેઘમહેર યથાવત, અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ ચાલુ અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સક્રિય રહેલી વરસાદી સિસ્ટમની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રાહતના સમાચાર એ છે કે અમદાવાદ શહેરને હાલ રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા…