રિવરફ્રન્ટ હાઉસ ખાતે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલા દ્વારા ‘મોબિલિટી એક્ઝિબિશન’નું ઉદ્ઘાટન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શિફ્ટ ટ્રાન્સપોર્ટના સંયુક્ત ઉપક્રમે ‘અમદાવાદ નેક્સ્ટ’ અને ‘મોબિલિટી એક્ઝિબિશન’ કાર્યક્રમ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં રીવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયો હતો. તા. 23 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલનાર આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદને 2036 ની ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવાના ભવ્ય વિઝનની રૂપરેખા રજૂ કરીહતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલાએ અમદાવાદની ‘લાલ બસ‘ AMTS થી શરૂ કરીને BRTS અને મેટ્રો સુધીની ઐતિહાસિક સફરને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, આગામી 25 થી 50 વર્ષના આયોજન સાથે સેકન્ડ રીંગ રોડ, લોજિસ્ટિક પાર્ક અને સાબરમતી રિવરફ્રન્ટનું વિસ્તરણ અમદાવાદને વિશ્વસ્તરીય ‘લિવબલ સિટી’ બનાવશે. તેમણે રીંગ રોડ પર ટ્રાફિક ઘટાડવા કનેક્ટર વાહનોના ઉપયોગ અને મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગ સુવિધા વધારવા પર ભાર મૂક્યો હતો.…







