Junagadh : CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા મહાશિવરાત્રીના મેળામાં, શ્રદ્ધાભાવ સાથે કરી પૂજા અર્ચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રીના પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રી ની સાથે ઉર્જા રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયા પણ શ્રદ્ધાપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન – પૂજામાં જોડાયા હતાં. મુખ્યમંત્રીએ મહાશિવરાત્રીના પાવન અવસરે જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતા પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે ભવનાથ મંદિર પરિસરમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવી તેમને ખેસ અર્પણ કરીને વિશેષ સન્માન સાથે અભિવાદન કર્યું હતું. સંત સમાગમ માટે પ્રસિદ્ધ આ મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રી એ સાધુ સંતો સાથે મેળાપ કરીને આધ્યાત્મિક ચેતનાની પણ અનુભૂતિ કરી હતી. ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરમાં આવેલા અખંડ ધુણાના પણ દર્શન કર્યા હતા ત્યારબાદ મૃગીકુંડ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા. સાધુ સંતો સાથે મુલાકાત કરી મુખ્યમંત્રીએ આસ્થાના…

Live Coverage : અમે લાઇવ છીએ ભવનાથ મેળાની દરેક પળ તમારા સુધી પહોંચાડવા

પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં ભવ્ય ભવનાથ મેળો! મહાશિવરાત્રીના પાવન અવસરે ભક્તોની ઉમટી પડી ભીડ નાગા બાવાઓની શોભાયાત્રા અને આધ્યાત્મિક રંગતનું અનોખું દર્શન હર હર મહાદેવના જયઘોષ સાથે ગૂંજી રહ્યો છે સમગ્ર વિસ્તાર દેશભરમાંથી આવેલા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓનો સંગમ લોકસંસ્કૃતિ, ભજન-કીર્તન અને ધાર્મિક વિધિઓનો મહોત્સવ સુરક્ષા અને વ્યવસ્થાના કડક બંદોબસ્ત વચ્ચે ઉત્સાહનો માહોલ અમે લાઇવ છીએ ભવનાથ મેળાની દરેક પળ તમારા સુધી પહોંચાડવા જોડાયેલા રહો અને અનુભવો આ અદભૂત આધ્યાત્મિક ઉત્સવનું જીવંત દર્શન! Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ‘મારી રાષ્ટ્રપ્રથમની કલ્પના’ પુસ્તકનું વિમોચન

આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને ઉદય માહુરકર લિખિત ‘મારી રાષ્ટ્રપ્રથમની કલ્પના’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારત દેશના નાગરિકોને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યો પ્રત્યે ગૌરવની ભાવના હોવી જરૂરી છે. તેમણે વિદેશ પ્રવાસ દરમિયાન માતૃભાષામાં વ્યક્ત થયેલા ગૌરવના અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું કે પોતાની ભાષા અને સંસ્કૃતિ જ રાષ્ટ્રીય ઓળખનું મૂળ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રપ્રથમ’ની વિચારધારા માત્ર રાજકીય સૂત્ર નથી, પરંતુ જીવન જીવવાની દિશા છે. જીવમાત્રમાં પરમાત્માનો અંશ વસે છે, તેથી વ્યક્તિએ પોતાના જીવનમાં સકારાત્મક મૂલ્યો અપનાવી રાષ્ટ્ર નિર્માણમાં રચનાત્મક ભાગીદારી નોંધાવવી જોઈએ. સમાજ અને રાષ્ટ્રના હિતને પ્રાથમિકતા આપતી વિચારસરણી દ્વારા જ સમૃદ્ધ અને સશક્ત ભારતનું નિર્માણ શક્ય બને…

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરમાં ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત

ભાવનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાયદા વિભાગ હસ્તકની સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, ભાવનગર તેમજ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યકક્ષાના કાયદા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. નવનિર્મિત ‘ચેરિટી ભવન’થી ચેરિટી કમિશનર કચેરી અને જાહેર ટ્રસ્ટોની નોંધણી સંબંધિત કામગીરી વધુ સુવિધાસભર અને સુવ્યવસ્થિત બનશે. આ કચેરી ખાતે નાયબ ચેરિટી કમિશ્નર અધિકારી ની ચેમ્બેર, કોર્ટ રૂમ, સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ, બાર રૂમ સહિતની સુવિધાઓ હશે. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી મતી નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુલ રાબડીયા, ડેપ્યુટી મેયર મતી મોનાબેન પારેખ, ધારાસભ્ય સર્વે સેજલબેન પંડયા, શિવા ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા…

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ₹ 509.23 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા હર્ષ સંઘવી

ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ, આધુનિકીકરણ તથા આંતરમાળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ. 509.23 કરોડના વિવિધ વિકાસ કામો, જેમાં રૂ. 140.83 કરોડના ખર્ચે 35 વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા રૂ. 368.40 કરોડના ખર્ચે વિકાસ કાર્યનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીમાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ની મહત્વાકાંક્ષી PM e-Bus Sewa યોજના હેઠળ ભાવનગર શહેરમાં શહેરી પરિવહન વ્યવસ્થાને સુદ્રઢ, સ્માર્ટ અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે 50 ઈલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અધેવાડા ખાતે બસોના સંચાલન અને મેન્ટેનન્સ માટે અત્યાધુનિક ડેપોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ યોજનાના ફેઝ-૨ અંતર્ગત ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરનાર ભાવનગર મહાનગરપાલિકા ગુજરાતનું સૌપ્રથમ…

Mahashivratri / મહાશિવરાત્રીના મેળામાં ભજનનો અનોખો રંગ, છેલ્લા 16 વર્ષથી લંડનથી આવે છે જૂનાગઢ

જૂનાગઢ/  સિદ્ધો-તપસ્વીઓની ગિરનારી ભૂમિ પર અનેક ભાવિકો ભજન ભક્તિનું ભાથુ બાંધવા શ્રદ્ધા ભાવ સાથે આવે છે, મહાશિવરાત્રીના મેળામાં પણ દૂરસુદૂરથી આવીને શ્રદ્ધાળુઓ અનેરા ભક્તિભાવ સાથે પધારે છે- ભવનાથ મહાદેવ અને ગિરનારી મહારાજના સાનિધ્યમાં ભજન કરીને પોતાને ભાગ્યવાન માને છે, તેવા જ એક ભજન પ્રેમી અર્પણ ફટાણીયા છેલ્લા સોળેક વર્ષથી છેક લંડનથી મહાશિવરાત્રીના મેળામાં અચૂક પધારે છે અને ગિરનારી ભૂમિ પર ભજન ગાયને પોતાની વાણીને પવિત્ર કરે છે. મૂળ પોરબંદરના પણ વર્ષો પહેલાં બાપ દાદા વખતથી જ લંડન સ્થાયી થયેલા અર્પણ ફટાણીયા સુપ્રસિદ્ધ ભજનીક સ્વ. પ્રાણલાલ વ્યાસના શિષ્ય છે, આ સંદર્ભમાં તેઓ કહે છે કે, વર્ષ 2006માં હું પ્રથમવાર જૂનાગઢ આવ્યો ત્યારે ભજન પ્રત્યે લગાવ જાગ્યો હતો, એટલે ખાસ  સ્વ. પ્રાણલાલ વ્યાસે આપણા ભજનની સંસ્કૃતિ દેશ પરદેશની…

નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરમાં 50 ઇ-બસોને લીલી ઝંડી આપી હતી. ભારતના શહેરોમાં ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી સ્વચ્છ, વિશ્વસનીય અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે પીએમ ઇ-બસ સેવા એક મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજનાના પ્રારંભિક તબક્કામાં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર (નાગપુર), ચંડીગઢ અને આસામ (ગુવાહાટી)માં પણ બસો ફાળવવામાં આવી છે. રાજ્યમાં આ યોજનાના અમલીકરણ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) ને ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના આઠ શહેરોમાં આ યોજના અંતર્ગત 750 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 50 બસોની ભેટ આપવામાં આવી…

રાજૂ કરપડાના રાજીનામાં મામલે પ્રતાપ દૂધાતના નિવેદન પર ઇસુદાન ગઢવીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

ગુજરાતના રાજકારણમાં છેલ્લા 3 દિવસથી રાજૂ કરપડાના રાજીનામાં અંગે સતત ચર્ચાઓ અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ ચાલી રહી છે. આ દરમિયાન અમરેલી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે રાજૂ કરપડાના રાજીનામાં અંગે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા છે. પ્રતાપ દૂધાતે ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાજૂ કરપડા જેવા જ હાલ ઇસુદાન ગઢવીના થશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ‘ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીને સંપૂર્ણપણે મુક્ત કરી, પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. જનતાએ હવે આ રાજકીય ખેલ સમજવાની જરૂર છે.’ બીજી તરફ ઇસુદાન ગઢવીએ પણ કોંગ્રેસ પર આંકરા પ્રહારો કર્યા છે. ઇસુદાન ગઢવીએ કહ્યું કે, કોંગ્રેસ ઓલરેડી પતિ ગઈ છે. કોંગ્રેસના નેતાઓની નાવડી…

શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ પોતાના મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનો કરાવ્યો શુભારંભ, જાણો વિગત

અમદાવાદ : શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ પોતાના અસારવા વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો પ્રજાને અર્પણ કર્યા હતા. શહેરી વિકાસ રાજ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડના વિવિધ વિસ્તારોમાં જન સુખાકારીમાં વધારો કરતા વિવિધ પ્રકલ્પોનો શુભારંભ કરાવ્યો હતો. શહેરી વિકાસ રાજ્યમંત્રીએ ઇદગાહ સર્કલ પર નવનિર્મિત ચબૂતરો અને સર્કલનું લોકાર્પણ કરાવ્યું હતું. આ ઉપરાંત, શાહીબાગમાં નમસ્તે સર્કલ પાસે આવેલા હાજીપુરા ગાર્ડન ખાતે નવનિર્મિત ગજેબો તથા ડફનાળા જંક્શન પર નવનિર્મિત કમળ સ્કલ્પચરનું પણ મંત્રીએ લોકાર્પણ કરાવ્યું હતું. અસારવા વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, શાસક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, સ્થાનિક કાઉન્સિલરઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER…

શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઈનોરો હાર્ટ એટેક, જાણો કેવી છે તબિયત

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રદ્યુમન વાજાની તબિયત લથડતા પોતે અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રદ્યુમન વાજા સાંજ સુધી મુખ્યમંત્રી સાથે નિર્ધારિત જાહેર કાર્યક્રમમાં સતત વ્યસ્ત હતા. ગઈકાલે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અચાનક તબિયત લથડતા તેઓ સ્વૈચ્છિક રીતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રૂટિન ચેકઅપ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તબીબો દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક ટેસ્ટ અને તપાસમાં હૃદયની નળીઓમાં બ્લોકેજ હોવાનું માલુમ પડ્યું હતું. રિપોર્ટમાં બ્લોકેજ જણાતા તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. તબિયત સુધારા પર પ્રદ્યુમન વાજાની સ્થિતિને લઈને તાત્કાલિક તેમની એન્જિયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને બ્લોકેજને કારણે એક સ્ટેન્ટ મુકવામાં આવ્યું છે. હોસ્પિટલના સૂત્રો મુજબ હાલ રાજ્યના શિક્ષણમંત્રી…