નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરમાં 50 ઇ-બસોને લીલી ઝંડી આપી હતી. ભારતના શહેરોમાં ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી સ્વચ્છ, વિશ્વસનીય અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે પીએમ ઇ-બસ સેવા એક મહત્વપૂર્ણ પહેલ છે.

આ યોજનાના પ્રારંભિક તબક્કામાં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર (નાગપુર), ચંડીગઢ અને આસામ (ગુવાહાટી)માં પણ બસો ફાળવવામાં આવી છે. રાજ્યમાં આ યોજનાના અમલીકરણ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) ને ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના આઠ શહેરોમાં આ યોજના અંતર્ગત 750 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

50 બસોની ભેટ આપવામાં આવી
ભાવનગર ગુજરાતનું પ્રથમ શહેર છે જ્યાં આ યોજના અંતર્ગત 50 બસોની ભેટ આપવામાં આવી છે. ભાવનગરમાં કુલ 100 બસો દ્વારા નાગરિકો માટે પરિવહનની સુવિધાને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. આ બસો દિવ્યાંગો માટે અનુકૂળ અને એરકન્ડિશન્ડ સુવિધાથી સજ્જ છે. સુરક્ષાના ભાગરૂપે તેમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

આઠ શહેરોમાં ઇ બસો શરૂ કરવામાં આવશે
આગામી સમયમાં રાજ્યમાં આઠ શહેરોમાં ઇ બસો શરૂ કરવામાં આવશે જેમાં વડોદરામાં 250, રાજકોટમાં 100, ભાવનગરમાં 100, ગાંધીનગરમાં 100, જામનગરમાં 50, જુનાગઢમાં 50, ગાંધીધામમાં 80 અને નવસારીમાં 20 ઇ બસો દોડાવવામાં આવશે. ઇલેક્ટ્રિક બસો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અને ટેક્નિકલ સુવિધાઓ વિકસિત કરવામાં ગુજરાત અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે. સમગ્ર દેશમાં એક સંકલિત પ્રયાસના ભાગરૂપે આ પહેલ પર્યાવરણને અનુકૂળ પરિવહનની દિશામાં મહત્વપૂર્ણ બની રહેશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

CM ભુપેન્દ્ર પટેલ ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. જવા રવાના….

CM ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત ડેલિગેશન સાન ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. રવાના -> ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત ડેલિગેશન અમેરિકાના પ્રવાસના મહત્વપૂર્ણ તબક્કા તરીકે સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ પૂર્ણ કરીને બુધવાર, 19 ઓગસ્ટ 2026ના રોજ વોશિંગ્ટન D.C. જવા રવાના થયું છે. સાન ફ્રાન્સિસ્કોમાં વિવિધ ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠકો બાદ હવે ગુજરાત ડેલિગેશનનો આગળનો તબક્કો વોશિંગ્ટન D.C.માં શરૂ થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિદેશ પ્રવાસે છે. તેમણે પોતાના અમેરિકા પ્રવાસના મહત્વના ચરણ રૂપે સેન ફ્રાન્સિસ્કો (San Francisco) ખાતેનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધો છે અને હવે તેઓ આગામી બેઠકો અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે વોશિંગ્ટન ડી.સી. (Washington D.C.) જવા રવાના થયા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત અને અમેરિકા વચ્ચે ટેક્નોલોજી,…

IAS તુકારામ મુંઢે છે કોણ ? હાલ માં તેઓ ખુબ ચર્ચા માં છે જાણો…

IAS તુકારામ મુંઢે કોણ છે? ‘સિંઘમ’ તરીકે જાણીતા અધિકારીની કહાની, 21 વર્ષમાં અનેક ટ્રાન્સફર છતાં કામ કરવાની અલગ ઓળખ -> IAS : ભારતીય વહીવટી સેવાના અધિકારી તુકારામ હરીભાઉ મુંઢે (Tukaram Mundhe) ફરી એકવાર ચર્ચામાં છે. મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષા અને ભેળસેળ સામે ચાલી રહેલી કડક કાર્યવાહીને કારણે તેઓ હાલ સમાચારોમાં છવાયેલા છે. કડક નિર્ણયો, નિયમોના પાલન પર ભાર અને નિડર વહીવટી શૈલીને કારણે તેમને ઘણીવાર ‘સિંઘમ IAS’ તરીકે ઓળખવામાં આવે છે. દેશના સૌથી ચર્ચિત, ઈમાનદાર અને પોતાના કડક નિર્ણયો માટે જાણીતા IAS ઓફિસર તુકારામ મુંઢે (Tukaram Mundhe) ફરી એકવાર સોશિયલ મીડિયા અને મીડિયાની હેડલાઇન્સમાં છવાયેલા છે. જ્યારે પણ કોઈ સિનિયર IAS ઓફિસરની વાત આવે અને તેમાં ‘પ્રામાણિકતા’, ‘જનહિત’ અને ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ’ જેવા શબ્દો જોડાય, ત્યારે તુકારામ…