નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરમાં ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત

ભાવનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાયદા વિભાગ હસ્તકની સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, ભાવનગર તેમજ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યકક્ષાના કાયદા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

નવનિર્મિત ‘ચેરિટી ભવન’થી ચેરિટી કમિશનર કચેરી અને જાહેર ટ્રસ્ટોની નોંધણી સંબંધિત કામગીરી વધુ સુવિધાસભર અને સુવ્યવસ્થિત બનશે. આ કચેરી ખાતે નાયબ ચેરિટી કમિશ્નર અધિકારી ની ચેમ્બેર, કોર્ટ રૂમ, સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ, બાર રૂમ સહિતની સુવિધાઓ હશે.

આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી મતી નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુલ રાબડીયા, ડેપ્યુટી મેયર મતી મોનાબેન પારેખ, ધારાસભ્ય સર્વે સેજલબેન પંડયા, શિવા ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આગેવાન કુમાર શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts

6 ઓક્ટોબર 2026, મંગળવારનું વિગતવાર Horoscope

♈ મેષ રાશિ Horoscope આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને નવી તક લઈને આવી શકે છે. નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. વેપારમાં નવા ગ્રાહકો અથવા નવી ડીલની શક્યતા છે. પૈસાની બાબતમાં દિવસ સારો રહેશે, પરંતુ ઉતાવળમાં રોકાણ કરવાનું ટાળો. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે.Horoscopeકરિયર: નવી જવાબદારી મળશે.ધન: આવક વધારવાની તક.પરિવાર: સહયોગ મળશે.લકી નંબર: 9 | લકી કલર: લાલ ♉ વૃષભ રાશિ તમારી મહેનતનું પરિણામ મળવાનો દિવસ છે. કાર્યસ્થળે અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે. વેપારીઓ માટે નવી ડીલ ફાયદાકારક બની શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. પરિવારની કોઈ જૂની સમસ્યા વાતચીતથી ઉકેલી શકશો.કરિયર: પ્રગતિના સંકેત.ધન: જૂનું પેમેન્ટ મળી શકે.પરિવાર: વાતાવરણ ખુશનુમા રહેશે.લકી નંબર: 6 | લકી કલર:…

Gujarat : ભાડા વિધેયક પર સરકારનો મોટો યુ-ટર્ન? રાજ્યપાલ સહી નહીં કરે, હાઈકોર્ટમાં ખુલાસો… 2026

વકીલોની હડતાળને લઈને મોટા સમાચાર: Gujarat ભાડા વિધેયક કાયદાનું સ્વરૂપ નહીં લે, રાજ્યપાલ સહી નહીં કરે; હાઈકોર્ટમાં મોટી ખાતરી Gujaratમાં છેલ્લા કેટલાક દિવસથી વકીલો અને સરકાર વચ્ચે ચાલી રહેલા Gujarat ભાડા વિધેયક-2026ના વિવાદમાં હવે મોટો વળાંક આવ્યો છે. રાજ્યભરના વકીલો દ્વારા ભાડા વિધેયકના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવ્યા બાદ હવે હાઈકોર્ટમાં સરકાર તરફથી મહત્વની ખાતરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અહેવાલ મુજબ રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં જણાવ્યું કે આ બિલને રાજ્યપાલની મંજૂરી નહીં મળે અને તે કાયદાનું સ્વરૂપ નહીં લે.આ નિવેદન સામે આવ્યા બાદ Gujarat ભાડા વિધેયકને લઈને ચાલી રહેલા વકીલોના વિરોધમાં હવે નવો વળાંક આવ્યો છે. જોકે, સમગ્ર પ્રક્રિયા અંગે સરકાર અને વકીલ સંગઠનો વચ્ચેની આગામી ચર્ચા બાદ વધુ સત્તાવાર સ્પષ્ટતા…