શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઈનોરો હાર્ટ એટેક, જાણો કેવી છે તબિયત

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રદ્યુમન વાજાની તબિયત લથડતા પોતે અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા.

પ્રદ્યુમન વાજા સાંજ સુધી મુખ્યમંત્રી સાથે નિર્ધારિત જાહેર કાર્યક્રમમાં સતત વ્યસ્ત હતા. ગઈકાલે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અચાનક તબિયત લથડતા તેઓ સ્વૈચ્છિક રીતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રૂટિન ચેકઅપ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તબીબો દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક ટેસ્ટ અને તપાસમાં હૃદયની નળીઓમાં બ્લોકેજ હોવાનું માલુમ પડ્યું હતું. રિપોર્ટમાં બ્લોકેજ જણાતા તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.

તબિયત સુધારા પર
પ્રદ્યુમન વાજાની સ્થિતિને લઈને તાત્કાલિક તેમની એન્જિયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને બ્લોકેજને કારણે એક સ્ટેન્ટ મુકવામાં આવ્યું છે. હોસ્પિટલના સૂત્રો મુજબ હાલ રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાની સર્જરી બાદ તબિયત સ્થિર છે અને તબીબોની દેખરેખ હેઠળ છે. તબિયત હાલ સુધારા પર છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

પેટ્રોલ-ડીઝલ સંકટનો ડર દૂર! ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોરેજની ઐતિહાસિક ડીલ

ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત (UAE) વચ્ચે ઊર્જા સુરક્ષાને લઈને એક ઐતિહાસિક કરાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએઈ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોરેજ…

વિદેશ યાત્રા પર નહીં લાગે કોઈ નવો ટેક્સ: PM મોદીએ અહેવાલોને ગણાવ્યા ખોટા અને ભ્રામક

વિદેશ યાત્રા પર વધારાનો ટેક્સ અથવા સેસ લાગુ કરવાની ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. મીડિયામાં આવેલા કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર વિદેશ પ્રવાસ…