Junagadh : CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા મહાશિવરાત્રીના મેળામાં, શ્રદ્ધાભાવ સાથે કરી પૂજા અર્ચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રીના પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રી ની સાથે ઉર્જા રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયા પણ શ્રદ્ધાપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન – પૂજામાં જોડાયા હતાં.

મુખ્યમંત્રીએ મહાશિવરાત્રીના પાવન અવસરે જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતા પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે ભવનાથ મંદિર પરિસરમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવી તેમને ખેસ અર્પણ કરીને વિશેષ સન્માન સાથે અભિવાદન કર્યું હતું. સંત સમાગમ માટે પ્રસિદ્ધ આ મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રી એ સાધુ સંતો સાથે મેળાપ કરીને આધ્યાત્મિક ચેતનાની પણ અનુભૂતિ કરી હતી. ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરમાં આવેલા અખંડ ધુણાના પણ દર્શન કર્યા હતા ત્યારબાદ મૃગીકુંડ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા.

સાધુ સંતો સાથે મુલાકાત કરી
મુખ્યમંત્રીએ આસ્થાના મહાકુંભરૂપ મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, હરિહરાનંદ બાપુ, મહેશગીરીબાપુ, મહેન્દ્રાનંદગીરીબાપુ, સંપૂર્ણાનંદજી બાપુ, રાજેન્દ્રદાસ બાપુ, ભારદ્વાજગીરી બાપુ, બુદ્ધગીરી બાપુ, સોમનાથજી બાપુ સહિતના સાધુ સંતો સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ ખેસ અને ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું. આ તકે જિલ્લાના પદાધિકારી – અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં

મુખ્યમંત્રીનું જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સ્વાગત સન્માન કર્યું હતું. આ સાથે જ ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયાનું પણ સ્મૃતિચિન્હ અર્પણ કરી વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલે મહાશિવરાત્રીના મેળાની પ્રાથમિક ભૂમિકા આપી હતી.

રવેડીનું પણ વિશેષ મહત્વ
મુખ્યમંત્રીએ ભવનાથ મંદિરના પરિસરમાં સહજતાપૂર્વક ભાવિકો સાથે વાતચીત કરી હતી અને તેમનું અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રીના મેળામાં જુદા જુદા અખાડાઓના સાધુ સંતો અને દિગંબર સાધુઓની મહાશિવરાત્રી પર્વે નીકળતી રવેડીનું પણ વિશેષ મહત્વ રહેલું છે.

ભવનાથ મંદિર ખાતે મુખ્યમંત્રીને મેયર ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, અગ્રણી ધવલભાઈ દવે, પુનિતભાઈ શર્મા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, અગ્રણી વેલજીભાઈ મસાણી સહિતના પદાધિકારી અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ઈરાકમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી: સાંસદો અને મંત્રીઓ સહિત 47 અધિકારીઓની ધરપકડ

ઈરાકમાં ભ્રષ્ટાચાર સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડા પ્રધાન અલી અલ-ઝૈદીના સીધા આદેશ બાદ સુરક્ષા દળોએ રાજધાની બગદાદમાં મોડી રાત્રે અનેક સ્થળોએ દરોડા પાડી સાંસદો,…

EPFOના નિયમોમાં મોટો ફેરફાર: હવે વેબસાઇટ પરથી નહીં થાય UAN એક્ટિવેશન, UMANG Appનો કરવો પડશે ઉપયોગ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો સભ્યો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. એક અઠવાડિયાના જાળવણી કાર્ય બાદ EPFOનું યુનિફાઇડ મેમ્બર પોર્ટલ નવા અપડેટ સાથે ફરી શરૂ કરવામાં આવ્યું છે.…