Gandhinagar: સેક્ટર 4માં ગેસનો બાટલો થયો બ્લાસ્ટ, આગ પર કાબૂ મેળવવા જતાં 4 ફાયર વિભાગના કર્મચારી ઇજાગ્રસ્ત
રાજ્યમાં આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન આગની વધુ કે ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં સેક્ટર 4માં અચાનક આગની ઘટના સામે આવી હતી. જેમાં આગ પર કાબૂ મેળવવા જતાં જોરદાર બ્લાસ્ટ થતાં 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. આ બ્લાસ્ટમાં 4 ફાયર વિભાગના કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે ફાયર ફાઈટર્સ વિભાગના અધિકારીએ કહ્યું કે અમને ગાંધીનગરના સેક્ટર 4 માં જાહેર શૌચાલયની પાછળ આવેલા ઝુંપડામાં આગ લાગી હોવાની જાણકારી આપતો એક કોલ આવ્યો હતો જેના પર ત્વરિત કાર્યવાહી કરતાં ટીમને રવાના કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચતા જ ટીમ દ્વારા આગ ઓલવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવતા જ શૌચાલયની પાછળ આવેલા આગમાં લપેટાયેલા ઝુંપડામાં ગેસના બાટલામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેની લપેટમાં ફાયર…
પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, તંત્ર થયું દોડતુ
રાજ્યમાં બોમ્બની ધમકીઓની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન બોમ્બની ધમકીની વધુ એક ઘટના સામે આવી છે. પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને લઈને તંત્ર દોડતું થયું છે. પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો ઇમેઇલ મળતાં જ તંત્ર દોડતું થયું છે. કલેક્ટર કચેરીના મેલ આઈડી પર પોણા બે વાગ્યે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. પોલીસે તપાસ શરૂ કરી ઘટનાની જાણ થતાં જ SP સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.બોમ્બની ધમકીને લઈને કલેક્ટર કચેરીમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં…
જૂનાગઢ: ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ, આ કારણે લેવાયો નિર્ણય
રાજ્યમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે જુનાગઢમાં આજે સવારથી જ પવનનું ભારે જોર જોવા મળ્યું છે. જુનાગઢમાં ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ કરી દેવામાં આવી છે. લોકોની સલામતીને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢમાં ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ દેવામાં આવ્યો છે. ઉષા બ્રેકો કંપનીએ ગિરનાર રોપ-વે હાઇ સ્પીડમાં ચાલે તેવી વ્યવસ્થા કરી છે. રોપ વે ટ્રોલી ઝડપી પવનમાં જોખમમાં હોઈ શકે છે જેને લઈ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે રોપ-વે બંધ કરી દેવામાં આવી છે. આજે ગિરનાર રોપ-વે બંધ રહેતા પર્યટકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકોની સલામતીને જોઈ લેવાયો નિર્ણય ખરાબ વાતાવરણ ના કારણે રોપવે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની રહે છે. તેવામાં અચાનક ક્યારેક જો…
ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને ગરમીમાં રાહત આપવા છાશ વિતરણ કરવામાં આવ્યું
ઝાલોદ નગરમાં એસ.ટી ડેપો દ્વારા વધતી ગરમીને લઈને આવતા જતા મુસાફરો માટે હિટ વેવ થી બચવા માટે 8-9-10 તારીખના રોજ ઓ.આર.એસ અને છાશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હાલ નગરમાં આકરો ઉનાળો ચાલી રહેલ છે અને આવા ઉનાળામાં મુસાફરો કામ અર્થે એસ.ટી બસ દ્વારા નિત્ય અવરજવર કરતા હોય છે. ત્યારે આવા આકરા ઉનાળામાં ગરમીમાં રાહત આપવા માટે ઝાલોદ ડેપો મેનેજર નિલેશ મુનિયા દ્વારા મુસાફરો માટે ફ્રી ઠંડી છાશ અને ઓ.આર.એસ મુસાફરોને આપવામાં આવ્યું હતું. આ કાર્યમાં સમગ્ર એસ.ટી ડેપોમા ફરજ બજાવતા તમામ લોકોએ ખડે પગે સેવા આપી હતી. ગરમીના સમયમાં આવી સુંદર સેવાનો લાભ લેતા મુસાફરોના ચહેરા પર પણ અનેરો આનંદ જોવા મળતો હતો તેમજ ઝાલોદ ડેપોના આ સુંદર કાર્યને સહુ મુસાફરો દ્વારા સરહાના કરવામાં આવી હતી.…
વડોદરા : VMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી
અર્પિતા સાગરની કરવામાં આવી બદલી મહીસાગરના કલેકટર તરીકે અર્પિતા સાગરની થઈ બદલી વડોદરા મનપાના ડેપ્યુટી કમિશનર તરીકે ગંગા સિંઘની નિયુક્તિ
રાજ્યના ખેડૂતો મળશે મોટી રાહત, સિંચાઈના પાણી મામલે સરકારે લીધો આ મોટો નિર્ણય
રાજ્ય સરકારે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરૂં આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે તા.15મી મે, 2025થી આપવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે તા.15મી જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે. ખેડૂતોને જો સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે તો તેઓ વધુ ઉત્પાદન મળવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે. 30 દિવસ વહેલું પાણી મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ધરતીપુત્રો પ્રત્યે સંવેદનશીલતાપૂર્વકનો અભિગમ અપનાવીને ચાલુ વર્ષે નર્મદા કમાન્ડ વિસ્તારમાં તા.15 જૂનને બદલે તા.15મી મે એટલે…
સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓનો 10 એપ્રિલથી આવશે અમલમાં, જાણો વિગત
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે. સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં 10 મી એપ્રિલ, 2025 , ગુરુવારથી અમલી થશે. રાજ્યના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈઓમાં જે સુધારા-વધારા કર્યાં છે તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુખ્યત્વે આ મુજબ છે – વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂ.200ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે. રૂ.1 કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.5,000/-ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે. રૂ.10 કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત/હાઇપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ.8,00,000 /-ની…
મહેસુલ વિભાગે લીધા મહત્ત્વના નિર્ણયો, અરજી કર્યાના 10 દિવસમાં મળશે NA
રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ બનાવવા અને સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા-રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ આપવા રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો લીધા છે. વિગતો આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનના વેચાણ, તબદીલી તથા હેતુફેર/ શરતફેરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથા પ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વમંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે. ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રિમિયમ પણ ભરવાનું રહે છે. આ જમીનો જૂની શરતની ગણાશે મુખ્યમંત્રીએ આવા કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. તે અનુસાર રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ…
PM મુદ્રા યોજનાના 10 વર્ષ, જાણો છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં કેટલી લોન અપાઈ
દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈ પણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં પીએમ મુદ્રા યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ નાના વેપારીઓ, નવા સ્ટાર્ટઅપ્સ અને દેશના યુવાનોને તેમના વ્યવસાય માટે લોન પૂરી પાડવાનો છે. ગુજરાતમાં આ યોજનાની વ્યાપકપણે અમલવારી કરવામાં આવી છે. વર્ષ 2020-21 થી 2024-25 (નવેમ્બર 2024) સુધીના ગાળામાં કુલ ₹70051 કરોડ રૂપિયાની લોન પ્રદાન કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પીએમ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે એક સંવાદમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં મુદ્રા યોજના હેઠળ ₹33 લાખ કરોડથી વધુની ગેરંટી-મુક્ત લોન મંજૂર કરવામાં આવી છે અને સામાજિક સમાવેશ અને આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરી છે. 2024 સુધીમાં ખાતાની…
















