ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને ગરમીમાં રાહત આપવા છાશ વિતરણ કરવામાં આવ્યું

ઝાલોદ નગરમાં એસ.ટી ડેપો દ્વારા વધતી ગરમીને લઈને આવતા જતા મુસાફરો માટે હિટ વેવ થી બચવા માટે 8-9-10 તારીખના રોજ ઓ.આર.એસ અને છાશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

હાલ નગરમાં આકરો ઉનાળો ચાલી રહેલ છે અને આવા ઉનાળામાં મુસાફરો કામ અર્થે એસ.ટી બસ દ્વારા નિત્ય અવરજવર કરતા હોય છે. ત્યારે આવા આકરા ઉનાળામાં ગરમીમાં રાહત આપવા માટે ઝાલોદ ડેપો મેનેજર નિલેશ મુનિયા દ્વારા મુસાફરો માટે ફ્રી ઠંડી છાશ અને ઓ.આર.એસ મુસાફરોને આપવામાં આવ્યું હતું.

આ કાર્યમાં સમગ્ર એસ.ટી ડેપોમા ફરજ બજાવતા તમામ લોકોએ ખડે પગે સેવા આપી હતી. ગરમીના સમયમાં આવી સુંદર સેવાનો લાભ લેતા મુસાફરોના ચહેરા પર પણ અનેરો આનંદ જોવા મળતો હતો તેમજ ઝાલોદ ડેપોના આ સુંદર કાર્યને સહુ મુસાફરો દ્વારા સરહાના કરવામાં આવી હતી.

પંકજ પંડિત, ઝાલોદ 

Related Posts

ગાંધીનગર: સાંતેજની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ

સાંતેજ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર વિભાગની…

સોમનાથમાં દરિયાઈ દુર્ઘટના: ઊંચા મોજાંમાં 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો બચાવ, 1 લાપત્તા

સોમનાથ મંદિર ખાતે દરિયાકિનારે એક દુઃખદ ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના સોલાપુરથી આવેલા યાત્રિકોમાંથી ત્રણ લોકો અચાનક આવેલા ઊંચા મોજાંની ઝપટે ચડી જતા દરિયામાં ગરકાવ થયા હતા. જેમાંથી બે યાત્રિકોને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *