પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, તંત્ર થયું દોડતુ

રાજ્યમાં બોમ્બની ધમકીઓની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન બોમ્બની ધમકીની વધુ એક ઘટના સામે આવી છે. પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને લઈને તંત્ર દોડતું થયું છે.

પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો ઇમેઇલ મળતાં જ તંત્ર દોડતું થયું છે. કલેક્ટર કચેરીના મેલ આઈડી પર પોણા બે વાગ્યે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી.

પોલીસે તપાસ શરૂ કરી 
ઘટનાની જાણ થતાં જ SP સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.બોમ્બની ધમકીને લઈને કલેક્ટર કચેરીમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ બોમ્બની ધમકીને લઈને કલેકટર કચેરીના અધિકારીઓ- કર્મચારીઓને ઘરે રવાના કરાયા હતા. પોલીસે હવે ઇમેઈલ મોકલનાર સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

કિંજલ દવે મુંબઈમાં તો ઐશ્વર્યા Ahmedabadમાં ખેલૈયાઓને ડોલાવશે: આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી ક્યાં રમઝટ બોલાવશે? Joy Surge 2026

કિંજલ દવે મુંબઈમાં તો ઐશ્વર્યા Ahmedabadમાં ખેલૈયાઓને ડોલાવશે: આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી ક્યાં રમઝટ બોલાવશે? ગુજરાતમાં નવરાત્રિ 2026ને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ગરબા રસિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Ahmedabad, સુરત સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં જાણીતા ગરબા ગાયકોના કાર્યક્રમો યોજાવાના છે. આ વખતે ગુજરાતી સંગીત જગતના અનેક લોકપ્રિય કલાકારો અલગ-અલગ શહેરોમાં પોતાના સંગીતથી ખેલૈયાઓને ગરબે રમાડશે.નવરાત્રિ દરમિયાન કયો સિંગર ક્યાં પરફોર્મ કરશે તેને લઈને ગરબા રસિકોમાં ખાસ ઉત્સુકતા છે. ખાસ કરીને કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી જેવા જાણીતા નામો સાથે જોડાયેલા કાર્યક્રમો ચર્ચામાં છે. Ahmedabadમાં આ વખતે ઐશ્વર્યા મજમુદારનું ખાસ આકર્ષણ જોવા મળશે. ઉપલબ્ધ કાર્યક્રમની માહિતી મુજબ ઐશ્વર્યા મજમુદાર ‘રંગતાલી’ સાથે 11થી 20 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના સ્વર્ણિમ…

Tariff: ટ્રમ્પની સહી બાદ ભારત પર 100% ટેરિફનો ખતરો, રશિયન તેલથી શું અસર? Impose Danger

Tariff:ટ્રમ્પની સહી બાદ રશિયન તેલ ખરીદતા દેશો પર 100% ટેરિફનો રસ્તો ખુલ્યો, ભારત પર શું પડશે અસર? Tariff નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 18 સપ્ટેમ્બર 2026ના રોજ રશિયા અને ઈરાન સંબંધિત પ્રતિબંધોનો નવો કાયદો “Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026” સહી કરીને કાયદો બનાવ્યો છે. આ કાયદો અમેરિકન રાષ્ટ્રપતિને રશિયન તેલ અને ગેસના મોટા ખરીદદારો પાસેથી થતી આયાત સામે 100% સુધીના Tariffલાદવાની સત્તા આપે છે. ભારત રશિયન ક્રૂડના મોટા ખરીદદારોમાં હોવાથી નવી જોગવાઈનું ધ્યાન ભારત તરફ પણ ગયું છે. જોકે એક મહત્વની બાબત એ છે કે 100% Tariff હમણાંથી જ ભારત પર લાગુ થઈ ગયો નથી. કાયદો ટ્રમ્પને આવી કાર્યવાહી કરવાની સત્તા આપે છે; કયા દેશ સામે કેટલો Tariff લગાવવો અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *