સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓનો 10 એપ્રિલથી આવશે અમલમાં, જાણો વિગત

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે. સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં 10 મી એપ્રિલ, 2025 , ગુરુવારથી અમલી થશે.

રાજ્યના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈઓમાં જે સુધારા-વધારા કર્યાં છે તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુખ્યત્વે આ મુજબ છે –

  • વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂ.200ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે.
  •  રૂ.1 કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.5,000/-ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
  •  રૂ.10 કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત/હાઇપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ.8,00,000 /-ની ડ્યુટીની હાલની જોગવાઇમાં વધારો કરીને તે રૂ.15,00,000 /- કરવામાં આવી છે. પરંતુ, એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ.75,00,000/- સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
  •  વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.5,000/-ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
  •  ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટથી તારીખથી માસિક બે ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે.
  • તે જ રીતે, સ્ટેમ્પ ડ્યુટીવની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં તો તેવા કિસ્સામાં માસિક 3 ટકાના દરે પરંતુ મહત્તમ 6 ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઇ કરવામાં આવી છે.
  •  એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના 1%ની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાંક(રેસિડેન્સિયલ) માટે ફિક્સ રૂ.500/- અને વાણિજ્ય(કોમર્શિયલ) માટે રૂ.1000/-ની ડ્યુટી ભરપાઇ કરવાની જોગવાઇ કરી છે.
  •  ગીરોખતના કિસ્સામાં જો બેંકો/નાણાંકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરાવવામાં નહિ આવે, તો તેવા કિસ્સામાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યુટી ભરપાઇ કરવાની જવાબદારી બેંકો/નાણાંકીય સંસ્થાઓની રહેશે.
  • ઉપરાંત, અસલ લેખ (ઓરિજિનલ ડોક્યુમેન્ટ)ની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા ડોક્યુમેન્ટની નકલ ઉપર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે તેવી જોગવાઇ પણ આ એક્ટમાં કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઇઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યુટીમાં સુધારા વધારા મૂળ ડ્યુટી માટે કરવામાં આવેલા છે. તેમાં કાયદાની જોગવાઇઓ મુજબ વધારાની ડ્યુટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે. આના જોગવાઈઓથી ઉધોગકારો તેમજ હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થાય તેવો સરકારે પ્રયત્ન કર્યો છે.

વડીલોપાર્જિત મિલકતમાંથી હક્ક કમી કરવાના કિસ્સામાં ઉપસ્થિત થતાં અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઇઓ સંબંધે ઉપસ્થિત થતાં કોર્ટ મેટર્સ-લીટીગેશન્સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યાં છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *