રાજ્યમાં ઉનાળા દરમિયાન નહીં પડે પીવાના પાણીની અછત ! રાજ્ય સરકારે તૈયાર કર્યો આ પ્લાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉનાળા દરમિયાન નાગરિકોને સરળતાથી પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ થાય તે માટેના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રી એ આ હેતુસર પાણી પુરવઠા વિભાગ, જળ સંપત્તિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ ત્રણેયના સંકલનથી લોકોને પૂરતું પાણી મળે તે સુનિશ્ચિત કરવાના દિશા નિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં રાજ્યના જળાશયોની હાલની સ્થિતિ તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટેની કામગીરીનું વિવરણ આપવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા પર ફોકસ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં હાલ 62 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, સરદાર સરોવર ડેમ સહિત કુલ 207 જળાશયોમાં 14,269.73 મિલિયન ઘન…

ઠાકરશી રબારીની અટકાયતને લઈ ગરમાયુ રાજકારણ, યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

એક તરફ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની અટકાયત થતાં ખળભળાટ મચ્યો છે. રાજસ્થાન પોલીસે અફિણ કેસમાં થરાદ ખાતેની રબારી સમાજની હોસ્ટેલમાંથી તેમની અટકાયત કરી હતી. જેને લઈને યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. રાજસ્થાન પોલીસે ત્રણ કિલોગ્રામ અફિણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની ધરપકડ કરી હતી. આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીને રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન રાજસ્થાનમાં અફિણ મામલે કોંગ્રેસના નેતાની ધરપકડ મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યુ છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નિવેદન મુદ્દે કર્યા પ્રહાર કરતાં કહ્યું છે કે, ગુજરાત…

Surat: કાપોદ્રા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, 17 વર્ષીય રત્નકલાકારની હત્યા બાદ મહિલાઓ બની રણચંડી

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં વધૂ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના કાપોદ્રામાં 17 વર્ષીય રત્ન કલાકારની હત્યા કરવામાં આવી છે. જેને લઈ મહિલાઓ રસ્તા પર ઉતરી છે અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં  17 વર્ષીય રત્નકલાકાર પાસે એક વ્યક્તિએ નશા માટે પૈસાની માગણી કરી હતી પરંતુ પૈસા આપવાનો ઈનકાર કરતા આરોપીએ ચપ્પુના ઘા મારી તરુણની હત્યા કરવામાં આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી છે. જોકે પોલીસે ગણતરીનની મિનિટોમાંજ આરોપીની ધરપકડ કરી છે.  મહિલાઓ બની રણચંડી હત્યાને લઈને મહિલાઓ રસ્તા પર ઉતરી છે. સુરતના કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું સર્જન થયું છે. ચાર બહેનોના એકના એક ભાઈની હત્યાને લઈને લોકોમાં…

BJPના નેતાએ સામાજીક અસમાનતા ઉપર કર્યા પ્રહારો, જણાવી વાસ્તવિક પરિસ્થિતિ

અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર પોતાના ટ્વિટને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. પોતાના પક્ષના નેતા હોય કે કોઈ અધિકારી પોતાની વાત અને જનતાની વાસ્તવિકતા દર્શાવવા કોઇની શેહ શરમ નથી ભરતા. બેબાક રીતે પોતાની વાત રજૂ કરે છે. ત્યારે આજે ફરી એક વાર સમાજની વાસ્તવિકતા સામે લાવ્યા છે. ડો. ભરત કાનાબારે દલિતોને સમાન અધિકારોને લઇ ટ્વીટ કર્યું છે. અંબેડકર જયંતીએ દલિતોની સામાજીક અસમાનતા ઉપર પ્રહારો કર્યા છે. અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે દલિતોના સમાન અધિકારોને લઇ ટ્વીટ કર્યું છે. ત્યારે આજે ડોક્ટર આંબેડકર જયંતીના દિવસે ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરતા દલિતોની સામાજિક અસમાનતા ઉપર પ્રહારો કર્યા છે. તે ઉપરાંત ડોક્ટર કાનાબારે તેમના ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર…

આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જણાવ્યું આ કારણ

ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. 1 વર્ષ પહેલા એકટલે વર્ષ 2024માં ભાજપ સાથે જોડાયા બાદ હવે તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આ સાથે તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, ભાજપમાં અહંકાર છે. કોઈનું સંભાળતા નથી. ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ મહેશ વસાવાએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, વિચારધારાના કારણે તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપમાં અહંકાર છે કોઈનું સાંભળતા નથી. આદિવાસી વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત છે. છોટુ વસાવા થયા હતા નારાજ છોટુભાઈ વસાવા તેમના પુત્રના ભાજપમાં જવાના નિર્ણયથી નારાજ થયા હતા. તેમણે જારી કરેલા એક વીડિયો નિવેદનમાં ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપે…

અરવલ્લી જિલ્લાના બાયડમાં છેલ્લા 15 માસમાં કુલ 1081 ફરિયાદ નોંધાઈ

​અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં છેલ્લા 15 મહિનામાં કુલ 1,081 ફરિયાદો નોંધાઈ છે. આ આંકડો સ્થાનિક પોલીસ અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે વિસ્તારની કાયદો અને વ્યવસ્થા પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ માહિતી આપે છે.​ બાયડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં જાન્યુઆરી માસમાં 69, ફેબ્રુઆરી માસમાં 56, માર્ચ માસમાં 80,એપ્રિલ માસમાં 63, મે માસમાં 65, જુન માસમાં 62, જુલાઈ માસમાં 64, ઓગસ્ટ માસમાં 67,સપ્ટેમ્બર માસમાં 49 , ઓક્ટોમ્બર માસમાં 46, નવેમ્બર માસમાં 56, ડીસેમ્બર માસમાં 99, વર્ષ 2025ના જાન્યુઆરી માસમાં 87, ફેબ્રુઆરી માસમાં 80, માર્ચ માસમાં 91 કુલ્લે છેલ્લા 15 માસમાં 1081 જેટલી ફરિયાદ નોંધવામાં આવી. B – india ની અપીલ : 2025નાં વર્ષમાં બાયડ પોલીસ સ્ટેશનના કર્મચારી/અધિકારીઓ દ્વારા અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તથા ગૃહ ખાતા દ્વારા બાયડ…

35,000 km ની સાયકલ યાત્રાએ નીકળેલ અવિનાશનું સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજે કર્યું વિશેષ સન્માન

સનાતન ધર્મના જ્વલંત પ્રણેતા બની એક સાહસિક યાત્રાળુ, બિહારના પુનિયા જિલ્લાના અવિનાશ જાએ 35,000 કિલોમીટર લાંબી સાયકલ યાત્રા શરૂ કરી છે. આ યાત્રાનો ઉદ્દેશ માત્ર યાત્રા નથી, પણ તે છે આસ્થા, સંસ્કાર અને ભારતીય પરંપરાની દીક્ષા જગાવવાનો છે. તે સાયકલ પર સુરેન્દ્રનગર આવી પહોંચતા બ્રહ્મ સમાજની વાડી ખાતે તેમનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો. અવિનાશજાએ બાર જ્યોતિર્લિંગ, ચારધામ અને 44 શક્તિપીઠની પવિત્ર યાત્રા માટે સાયકલ પર પંથ શરૂ કર્યો છે. અત્યાર સુધી તેઓ 11,000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી ચૂકી છે અને હાલમાં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના બ્રહ્મ સમાજની વાડીમાં તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર પહોંચતા અવિનાશજાનું બ્રહ્મ સમાજના આગેવાનો અને સમસ્ત સનાતન સમાજ દ્વારા આવકાર સાથે સ્વાગત કરવામાં આવ્યું. અવિનાશજાની યાત્રા આગળ પણ યથાવત્ ચાલુ રહેશે અને…

Vadodra: રામના દાસ મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ

વડોદરા શહેરના કલાલી ફાટક પાસે આવેલ ભીમનાથ નગર અને સંતોષી વસાહત ખાતે આવેલ રામના દાસ હનુમાનજી મંદિરે સુંદરકાંડ અને ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતી નિમિત્તે અલગ અલગ જગ્યા ઉપર ભંડારા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ વડોદરાના  કલાલી વિસ્તારમાં પણ રામના દાસ હનુમાનજીનું મંદિર આવેલું છે અને રામદેવપીરનું પણ મંદિર આવેલું છે.  જ્યાં હનુમાન જયંતી નિમિત્તે સાત વર્ષથી સુંદરકાંડ અને ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતું હોય છે.  ત્યારે આ વર્ષે પણ હનુમાન જયંતી પર સુંદરકાંડનું કરવામાં આવ્યું હતું. ચારથી પાંચ હજાર લોકોએ લીધો ભાગ  રામ નામ દાસ યુવક મંડળ અને ભીમનાથ યુવક પ્રગતિ મંડળ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ચારથી પાંચ હજાર લોકોએ લાભ લીધો હતો. અહેવાલ: વિજય…

સાબરકાંઠા: વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ પીધી ઝેરી દવા

રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આઅ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે અવિ છે. એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી છે. જેમાંથી એકનું મોત થયું છે. જ્યારે ત્રણ લોકોની હાલત નાજુક છે. વડાલી ગામમાં પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા પીતા હડકંપ મચ્યો છે. ઇડરમાં પ્રાથમિક સારવાર બાદ, બધાને હિંમતનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક કારણોસર પરિવારે સામૂહિક આત્મહત્યાનું આ પગલું ભર્યું. પરિવારના મોભીનું મોત એવું કહેવાય છે કે વડાલી શહેરના સાગરવાડા વિસ્તારમાં વિનુભાઈ સાગર તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. શરૂઆતની માહિતી મુજબ, આર્થિક મુશ્કેલીઓથી…

કોંગ્રેસનું ફોકસ ગુજરાત પર, રાહુલ ગાંધીએ તૈયાર કરી આ રણનીતિ

વડાપ્રધાનના હોમ સ્ટેટમાં કોંગ્રેસ હવે 2027ની ચૂંટણી માટે રણનીતિ ઘડી રહી છે. હવે અમદાવાદમાં કોંગ્રેસના તાજેતરના બે દિવસીય અધિવેશનબાદ, કોંગ્રેસ તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જિલ્લા પ્રમુખ સશક્તિકરણ કાર્યક્રમની શરૂઆત ગુજરાતમાંથી જ કરવા જઈ રહી છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા એકમોને સશક્ત બનાવીને જમીન પર પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલું અભિયાન 15 એપ્રિલથી ગુજરાતમાં શરૂ થઈ રહ્યું છે. જેને લઈને કોંગ્રેસે ઔપચારિક રીતે કેન્દ્રીય અને રાજ્ય નિરીક્ષકોની યાદી બહાર પાડી છે. આમાં, 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ હવે ગ્રાઉન્ડ લેવલે ઉતરવા માટે રણનીતિ ઘડી રહી છે. ત્યારે હવે જિલ્લા અધ્યક્ષોની નિમણૂક માટે કમર કસી છે અને 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની…