દૂધ સંજીવની યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના 9.75 લાખથી વધુ બાળકોને મળ્યો લાભ, જાણો શું કહે છે આંકડા

ગુજરાત સરકારે બાળકોના સશક્ત ભવિષ્ય માટે ‘દૂધ સંજીવની યોજના’ અમલી બનાવી છે. આ યોજના લાખો બાળકો માટે જીવનદાયી બની છે. ખાસ કરીને ગરીબ અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ અપાતી દૂધ સંજીવની તેમને રોગો સામે લડવાની શક્તિ અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે. બાળ સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી આ યોજના, ગુજરાતના આદિવાસી બાળકો માટે આશીર્વાદ બની રહી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના કુલ 9,75,103 બાળકોને લાભ આપવામાં આવ્યો છે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતાં લાખો વિદ્યાર્થીઓને દરરોજ પોષણથી ભરપૂર દૂધ આપવામાં આવે છે. આ યોજના થકી બાળકો તંદુરસ્ત રહી ભણતરમાં વધુ ધ્યાન આપી શકે છે. રાજ્યના 20 જિલ્લાના 105 આદિજાતિ અને 36 વિકાસશીલ ઘટકોને મળી કુલ 141 ઘટકોમાં…

Surat: ₹202 કરોડના ખર્ચે તૈયાર થશે પીએમ એકતા મોલ, આ લોકોને થશે ફાયદો

આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફોર લોકલ’ના વિઝન પર ભાર મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આ વિઝનને સાર્થક કરવા માટે નોંધપાત્ર પગલાં લઈ રહ્યું છે. આ પહેલના ભાગરૂપે, સુરતમાં ₹202 કરોડના ખર્ચે અત્યાધુનિક પીએમ એકતા મોલનું નિર્માણ થઈ રહ્યું છે. એકતા મોલનું નિર્માણ એ 2023-24ના કેન્દ્રીય બજેટમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ભાગ છે. વડાપ્રધાને ‘વોકલ ફોર લોકલ’ની મુહિમને સતત આગળ ધપાવતાં નાગરિકોને ભારતીય બનાવટની ચીજવસ્તુઓ અને સેવાઓને સમર્થન આપવા માટે વિનંતી કરી છે. સુરતમાં નિર્માણાધીન એકતા મોલ આ ઝુંબેશને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પહેલ ODOP (એક જિલ્લો, એક ઉત્પાદન), GI-ટૅગ કેટેગરીની વસ્તુઓ અને દેશના દરેક…

જગદીશ વિશ્વકર્માએ BJP પ્રદેશ પ્રમુખ માટે ભર્યું ફોર્મ, કાલે ગુજરાત ભાજપને મળશે નવા અધ્યક્ષ

ગઇકાલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી જગદીશ પંચાલે આજે પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભર્યું છે. બીજી તરફ અન્ય બીજા કોઈ નેતાએ ફોર્મ ભર્યું નથી. ત્યારે આવતીકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત થશે. જગદીશ વિશ્વકર્મા ભુપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્ય કક્ષાના સહકાર મંત્રી તરીકે કાર્યરત છે. ત્યારે હવે આજે તેમણે પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભર્યું છે. અન્ય વ્યક્તિએ ફોર્મ નથી ભર્યું ત્યારે હવે ગુજરાત ભાજપની કમાન જગદીશ વિશ્વકર્માના હાથે જશે અને તે પાટિલના ઉતરાધિકારી બનશે એ નિશ્ચિત છે. ગુજરાત ભાજપને મળશે 11માં પ્રદેશ અધ્યક્ષ આ વર્ષે ગુજરાતમાં પાલિકા અને પંચાયત યોજાશે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી, કોંગ્રેસ…

નવરાત્રી દરમિયાન જ આ કલાકારોના ગરબામાં GSTના દરોડા, આયોજકોમાં ફફડાટ

એક તરફ નવરાત્રી હવે પૂર્ણ થવાના આરે છે. બીજી તરફ નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન પણ જોવા મળ્યું છે. આ દરમિયાન કોમર્શિયલ ગરબામાં બેફામ વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે. સુરત અને અમદાવાદ સહિત 10 જગ્યાઑ પર GST વિભાગે દરોડા પાડયા છે. GSTના દરોડાથી આયોજકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યના GST વિભાગે અમદાવાદ સાથે સુરતની સુવર્ણ નવરાત્રિમાં દરોડા પાડયા છે. અમદાવાદમાં આદિત્ય ગઢવી અને જીગરદાન ગઢવી સાથે પૂર્વા મંત્રીના ગરબામાં દરોડા પડ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો દ્વારા નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ લેવામાં આવતા હોવાની વિગતો ને લઈ GST વિભાગે દરોડા પાડયા હોવાની માહિતી મળી રહી છે. GST વિભાગ દ્વારા આયોજકો પાસેથી પાસના વેચાણ, આવક અને…

રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય, જાણો ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ક્યારે શરૂ થશે ટેકાના ભાવે ખરીદી

રાજ્ય સરકારે રાજયના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2025-26 માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની સીધી ખરીદી કરવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે આ વર્ષે ડાંગર-કોમન માટે રૂ. 2369 પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ. 2389 પ્રતિ ક્વિ.,મકાઈ રૂ. 2400 પ્રતિ ક્વિ., બાજરી રૂ.2775 પ્રતિ ક્વિ., જુવાર-હાઈબ્રીડ રૂ. 3699 પ્રતિ ક્વિ., જુવાર –માલદંડી રૂ.3749 પ્રતિ ક્વિ. તથા રાગી માટે રૂ. 4886 પ્રતિ ક્વિન્ટલની કિંમત નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત બાજરી,જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ…

IAS અધિકારીઓની ઉદાસીનતા: ધોળકામાં પ્રદૂષણ મુદ્દે કોર્ટની નોટિસ

પંકજ મકવાણા – અમદાવાદ: ધોળકા અને તેની આસપાસના ગામોના જળસ્ત્રોતોમાં ફેલાયેલા ગંભીર પ્રદૂષણને ન રોકી શકવા બદલ ગુજરાત હાઈકોર્ટે કડક પગલાં લીધાં છે. કોર્ટે ચાર આઈએએસ અધિકારીઓ અને ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર સામે અદાલતના આદેશોનું પાલન ન કરવા બદલ ‘કોર્ટના તિરસ્કાર’ની નોટિસ ફટકારી છે. આ નોટિસમાં અમદાવાદના કલેક્ટર સુજીત કુમાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના ચેરમેન આર.બી. બારડ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના ચેરમેન એમ. થેન્નારસન, મેનેજિંગ ડિરેક્ટર રમ્યા મોહન અને ધોળકાના ચીફ ઓફિસર પ્રાર્થના જાડેજાનો સમાવેશ થાય છે. જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની બેન્ચે 25 સપ્ટેમ્બરે આ નોટિસ જારી કરી, જે 2018ની એક જનહિત અરજી (PIL)ના સંદર્ભમાં છે. આ અરજીમાં હાર્દિક શાહે આક્ષેપ કર્યો હતો કે ધોળકા નગરપાલિકાનું ગટરનું પાણી અને ઔદ્યોગિક એકમોનું રાસાયણિક…

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકાઓમાં વરસાદ, સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 232 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસાદ તથા વલસાડના કપરાડા અને ઉમરગાવ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને જૂનાગઢના માંગરોળમાં 4-4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આજે, તા. 29 સપ્ટેમ્બર,2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115.10 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 140.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.19 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 115.17 ટકા, દક્ષિણ ગુજરાતમાં 121.72 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 101.96 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. 146 ડેમ હાઇ એલર્ટ પર SEOCના અહેવાલ મુજબ સવારે 8 કલાક…

Surat: બાળકને જન્મ આપી માતાએ હોસ્પિટલના જ કેમ્પસમાં કર્યો આપઘાત, બાળક સારવાર હેઠળ

રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન આપઘાતનો એક હદય કંપાવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં બાળકને જન્મ આપી અને માતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં મોરા ગામમાં રહેતી મહિલાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતી લગ્નના 8 વર્ષ બાદ બાળકને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા બાદ મહિલાએ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચ્યો છે. 10 દિવસ પહેલા જ યુવતી હોસ્પિટલમાં થઈ હતી દાખલ નવજાત બાળકની સારવાર સુરતની સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ તેમની માતાએ સિવિલ હોસ્પિટલના જ કેમ્પસમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી છે. આપઘાત કરનાર યુવતી 10…

ગાંધીનગર: વૈભવ મનવાણી હત્યા કેસના સાયકો કીલરનું એન્કાઉન્ટર, પોલીસની રિવોલ્વર ખેચી અને …

ગાંધીનગર અડાલજ નજીક થયેલ હત્યાકાંડમાં નવો વળાંક સામે આવ્યો છે. ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વૈભવ મનવાણી હત્યા કેસના આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી. ત્યારે આજે આરોપીને રિકન્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આરોપી વિપુલે પોલીસની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સાયકો કીલરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. હત્યાના આરોપી વિપુલ પરમારને આજે રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આરોપી વિપુલે પોલીસની રિવોલ્વર ઝુંટવી ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ થયું હતું.જેમાં આરોપીનું મોત થઈ ગયું છે. આરોપી સાયકો કીલર વિપુલે જ્યાં મર્ડર કર્યું ત્યાં જ તેનું પોલીસે ઢીમ ઢાળી દીધું છે. આ દરમિયાન…

નાગરિકોની વહીવટી સરળતા માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, 17 નવા તાલુકાની થશે રચના

ગુજરાતમાં રાજ્ય સરકારે વહીવટી સરળતા અને વિકાસને વેગ મળે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં એક સાથે નવા 17 તાલુકાની નવી રચના માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં નવા 17 તાલુકાની રચના સાથે જ કુલ તાલુકાઓની સંખ્યા 265 એ પહોંચશે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે નાગરિકોની સરળતાને ધ્યાને રાખીને એક સાથે નવા 17 તાલુકાની રચના માટે મંજૂરી આપી દેવામાં આવી છે. નવા 17 તાલુકાઓ બનવાથી વહીવટી તંત્ર નાગરિકોની વધુ નજીક આવશે અને વિકાસ કાર્યોને વેગ મળી શકે છે. રાજ્યમાં આ તાલુકાની રચના કરવામાં આવી વલસાડ જિલ્લાના વાપી તાલુકામાંથી નાનાપોંઢા તાલુકો બનશે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકો બનશે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી ઓગડ તાલુકો બનશે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી હડાદ તાલુકો બનશે. બનાસકાંઠા…