સિરપથી મોતમાં ગુજરાત કનેક્શન! | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

બે કંપનીનાં સિરપ ગુજરાતમાંથી પરત ખેંચવા આદેશ MPમાં બાળકોનાં મોત બાદની તપાસમાં ગુજરાત કનેક્શન ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ સિરપમાં વધુ મળ્યું બાળકોને અપાતાં અન્ય સિરપની પણ તપાસ કરાશે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી 14 બાળકોના મોત ગુજરાત આરોગ્ય અને ડ્રગ કંટ્રોલ વિભાગે ઇન્સ્પેક્શન શરૂ કર્યું સિરપમાં ડાયથિલીન ગ્લાઇકોલ નામનું અત્યંત ઝેરી કેમિકલ ભેળવાયું Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

રાજ્ય સરકારે કર્મચારીઓને આપી દિપાવલી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જુલાઈ,2025થી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવેલ છે.આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જુલાઈ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે. એરિયર્સ પેટે કુલ મળીને રૂ.483.24 કરોડની થશે ચુકવણી આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.69 લાખ કર્મયોગીઓ…

Surendranagar: ઝેઝરી ગામ નજીક કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત, 4 મહિલાના મોત એકની હાલત ગંભીર

ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝેઝરી ગામ નજીક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કારમાં સવાર 4 મહિલાઓન ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે એક પુરુષની હાલત ગંભીર છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધામા શક્તિ માતાના દર્શન કરી પરત ફરી રહેલી કાર ભયંકર રીતે ડમ્પર સાથે અથડાઈ હતી. જેમાં અકસ્માતમાં ચાર4 મહિલાઓનું ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે અકસ્માતમાં એક પુરૂષને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકોએ પોલીસ તેમજ 108ને જાણ કરી હતી. જેને લઈને પોલીસ અને 108નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ દરમિયાન કારમાં સવાર લખતર તાલુકાના ડેરવાળા ગામની ચાર ક્ષત્રિય મહિલાઓના સારવાર મળે એ પહેલા જ…

Ahmedabad : SGVP સંસ્થાન દ્વારા ઉજવાયો શરદોત્સવ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ રહ્યા ઉપસ્થિત

અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલ SGVP સંસ્થાન દ્વારા ભવ્ય રીતે આયોજિત શરદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. SGVP સંસ્થાન ઉજવામાં આવેલ શરદોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ તથા રાજ્યના મંત્રીજગદીશભાઈ વિશ્વકર્મા, SGVPના સંત સમુદાયના આગેવાનો, તેમજ ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, કૌશિકભાઈ વેકરીયા સહિત અનેક મહાનુભાવો અને શ્રદ્ધાળુઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.   જોવા મળ્યું સાંસ્કૃતિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય શરદોત્સવ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો, ભક્તિ સંગીત અને સંસ્કૃતિક રજૂઆતો દ્વારા સાંસ્કૃતિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. SGVP સંસ્થાન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમને ભવ્યતા અને આધ્યાત્મિકતા સાથે ઉજવાયો હતો. Follow us On Social…

ઝેરી કફ સીરપ કાંડમાં ગુજરાત કનેક્શન ! સરકાર આવી એક્શનમોડમાં

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપના કારણે 11થી વધુ બાળકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે ગુજરાત સરકાર ઝેરી કફ સિરપ મામલે એક્શન મોડમાં જોવા મળી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ બાળકોના ઉપયોગમાં લેવાતી કેટલીક કફ સિરપ દવાઓ ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ (Not of Standard Quality – NSQ) જાહેર કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી કફ સિરપ દવાઓ બનાવતી પેઢીઓની સઘન તપાસ કરીને અને રાજ્યવ્યાપી પગલાં લેવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં લાઇસન્સ ધરાવતી કુલ 624 ઓરલ લિક્વિડ દવા બનાવતી કંપની સ્થિત છે. જે તેમના ઉત્પાદનોનો પુરવઠો રાજ્યની અંદરના અધિકૃત વિતરણકારો મારફતે તેમજ રાજ્ય બહારના વિસ્તારોમાં પણ સપ્લાય કરે છે. અહી લેવામાં આવી એક્શન મંત્રી ઋષિકેશ…

ગુજરાત કોંગ્રેસને દિલ્હીનું તેડું, બપોરે 2 કલાકે કોંગ્રેસ ભવન ખાતે યોજાશે બેઠક

ગુજરાત પર એક તરફ કોંગ્રેસનું ફોકસ છે. ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી પણ સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન હવે ગુજરાત કોંગ્રેસના નેતાને દિલ્હીથી તેડું આવ્યું છે અને આજે બોપોરે જ ગુજરાત કોંગ્રેસના સિનિયર હોદ્દેદારોની કોંગ્રેસ ભવન ખાતે મિટિંગ યોજાશે. હાલ ગુજરાતમાં કોંગ્રેસ પોતાના સોગઠાં ગોઠવી રહી છે. સંગઠન મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ , વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વિપક્ષ નેતા તથા ઉપનેતા સહિતના સિનિયર હોદ્દેદારો આજે દિલ્હી પહોંચ્યા છે. આ સાથે આ તમામ નેતાઓ બપોરે 2 કલાકે કોંગ્રેસ ભવન ખાતે બેઠકમાં હાજરી આપશે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસનો ગ્રાફ એકદમ નીચે જઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું…

નવરાત્રી બાદ દિવાળી પર પણ પડશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદનું વિઘ્ન નવરાત્રિમાં નડ્યું હતું. ત્યાર બાદ હવે દિવાળી તહેવાર પર વરસાદનો સામનો કરવો પડે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી. આ સાથે જ શક્તિ વાવાઝોડાને લઈને પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર શક્તિ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ દરમિયાન વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આજથી એટલે કે 6 થી 8 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે. શક્તિ વાવાઝોડુંને લઈ પણ આગાહી કરતાં જણાવ્યું કે તે ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે. પરંતું તેની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. શક્તિ વાવાઝોડું દરિયામાં સમાઈ જાય તથા સૌરાષ્ટ્ર તરફ આવતા જ વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારે…

ગુજરાત પર તોળાતું શક્તિ’ વાવાઝોડાનું સંકટ, તંત્ર આવ્યું એક્શન મોડમાં

અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાને લઈ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓની ચિંતામાં વધારો થયો છે. હાલ આ વાવાઝોડું દ્વારકાથી 460 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે. બીજી તરફ આ વાવાઝોડું 12 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી છે પરંતુ 6 ઓક્ટોબર આસપાસ તેનો દિશા પરિવર્તન થવાની શક્યતા છે. વાવાઝોડાને લઈ જેના કારણે તે ગુજરાતના દરિયાકાંઠાને સીધી અસર કરી શકે છે. જૂનાગઢ, દ્વારકા, દિવ, પોરબંદર અને ગિરસોમનાથમાં ‘શક્તિ’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આ દરમિયાન જોખમને ધ્યાનમાં રાખીને બંદરો પર 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારી કરતાં દરિયાખેડુઑને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વરસાદની…

ગુજરાત ભાજપના ‘વિશ્વકર્મા’ માટે પાટિલનો રેકોર્ડ જાળવવો જરૂરી, સામે છે આટલા પડકાર

જગદીશ વિશ્વકર્માને હવે સત્તાવાર ગુજરાત ભાજપના અધ્યક્ષ જાહેર થઈ ચૂક્યા છે. આ સાથે જ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ આનાર ચૂંટણી હવે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડાશે. વિશ્વકર્મા માટે અનેક પડકારો સામે આવે તેવી શક્યતાઓ છે. જેમાં સૌથી મોટો પડકાર વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી હશે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટિલની રણનીતિ ગુજરાત ભાજપ માટે ખૂબ અલગ રહી છે. વર્ષ 2022ની વિધનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પર જીત મેળવી અને રેકોર્ડ સર્જ્યો હતો. જે કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ધવસ્ત કર્યો હતો. હવે જગદીશ વિશ્વકર્મા માટે આ રેકોર્ડ જ મોટો પડકાર છે. કારણકે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકોથી વધુ બેઠકો મેળવી એ જ પહેલી ચેલેન્જ રહેશે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં વધતું જતું પ્રભુત્વએ સ્થાનિક સ્વરાજની…

ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ સત્તાવાર જાહેર, જાણો આ નેતાની રાજકીય કારકિર્દી

જગદીશ વિશ્વકર્મા હવે ગુજરાત ભાજપની કમાન સંભાળશે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાત ભાજપ અધ્યક્ષને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે આજે સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થયું છે. જગદીશ વિશ્વકર્માની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો વિશ્વકર્મા OBC સમાજમાંથી આવે છે અને તે સરકાર અને સંગઠન પર મજબૂત પકડ ધરાવે છે. આ સાથે જ જગદીશ વિશ્વકર્મા વડાપ્રધાન મોદીની ગૂડબૂકમાં પણ નામ ધરાવે છે. જગદીશ વિશ્વકર્મા હાલ અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. અ સાથે જ તે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપે છે. આ સાથે જ જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે. જગદીશ વિશ્વકર્માના જો વ્યવસાયની વાત કારવમાં આવે તો તે ટેક્સટાઈલ મશીનરી…