રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકાઓમાં વરસાદ, સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 232 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસાદ તથા વલસાડના કપરાડા અને ઉમરગાવ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને જૂનાગઢના માંગરોળમાં 4-4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

આજે, તા. 29 સપ્ટેમ્બર,2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115.10 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 140.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.19 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 115.17 ટકા, દક્ષિણ ગુજરાતમાં 121.72 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 101.96 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

146 ડેમ હાઇ એલર્ટ પર
SEOCના અહેવાલ મુજબ સવારે 8 કલાક સુધીમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમ 97.32 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 95.10 ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 146 ડેમ હાઇ એલર્ટ, 17 ડેમ એલર્ટ અને 14 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

02 ઓકટોબર સુધી દરિયો ન ખેડવા ચેતવણી
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. 01 જૂન, 2025 થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા 15971 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ 1351 નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. 29 સપ્ટેમ્બરથી 02 ઓકટોબર, 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કેવડિયા સ્વામિનારાયણ Nursing કોલેજમાં ગણેશ ચતુર્થી નિમિત્તે સુંદરકાંડનું આયોજન… Divine Spiritual Convergence 2026

કેવડિયા સ્વામિનારાયણ Nursing કોલેજમાં ગણેશ ચતુર્થી નિમિત્તે સુંદરકાંડનું આયોજન: ભક્તિમય બન્યું સમગ્ર કેમ્પસ, નર્મદા આરતીની ઓરકેસ્ટ્રા ટીમે સંગીતના સૂર રેલાવ્યા Nursing : એકતાનગર (કેવડિયા), નર્મદા, 16 સપ્ટેમ્બર 2026: ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની એટલે કે એકતાનગર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ Nursing કોલેજમાં ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સત્સંગ શિક્ષા પરિષદ, ગાંધીનગર દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ Nursing કોલેજના કેમ્પસમાં સુંદરકાંડના સામૂહિક પાઠનું આયોજન કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે યોજાયેલા આ સુંદરકાંડ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વહીવટી સ્ટાફ તેમજ શ્રી સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલેન્સના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વાતાવરણ વચ્ચે…

ગુજરાતના Manufacturing MSMEનું GIS મેપિંગ, Empowered PM ગતિ શક્તિ સાથે જોડાણ 2026 Insightful

MSME: ગુજરાતના મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું થશે GIS આધારિત મેપિંગ, PM ગતિ શક્તિ પોર્ટલ સાથે થશે એકીકરણ MSME:ગાંધીનગર, 17 સપ્ટેમ્બર: ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એટલે કે MSME ક્ષેત્રને વધુ સુવ્યવસ્થિત અને ડેટા આધારિત બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની ‘Raising and Accelerating MSME Performance (RAMP)’ યોજના અંતર્ગત ગુજરાત સરકારના MSME કમિશનરેટ દ્વારા ‘PM ગતિ શક્તિ પોર્ટલ સાથે મેન્યુફેક્ચરિંગ MSMEનું મેપિંગ’ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ રાજ્યમાં કાર્યરત મેન્યુફેક્ચરિંગ MSME એકમોની સ્થિતિ, સ્થાન અને સંબંધિત માહિતીનો સુવ્યવસ્થિત તથા સંકલિત ડેટાબેઝ તૈયાર કરવાનો છે. તેના માટે ‘ઉદ્યોગ પોર્ટલ’ પર નોંધાયેલા મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું GIS આધારિત જિયો-ટેગિંગ અને મેપિંગ કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *