Surat: ₹202 કરોડના ખર્ચે તૈયાર થશે પીએમ એકતા મોલ, આ લોકોને થશે ફાયદો

આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફોર લોકલ’ના વિઝન પર ભાર મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આ વિઝનને સાર્થક કરવા માટે નોંધપાત્ર પગલાં લઈ રહ્યું છે. આ પહેલના ભાગરૂપે, સુરતમાં ₹202 કરોડના ખર્ચે અત્યાધુનિક પીએમ એકતા મોલનું નિર્માણ થઈ રહ્યું છે. એકતા મોલનું નિર્માણ એ 2023-24ના કેન્દ્રીય બજેટમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ભાગ છે.

વડાપ્રધાને ‘વોકલ ફોર લોકલ’ની મુહિમને સતત આગળ ધપાવતાં નાગરિકોને ભારતીય બનાવટની ચીજવસ્તુઓ અને સેવાઓને સમર્થન આપવા માટે વિનંતી કરી છે. સુરતમાં નિર્માણાધીન એકતા મોલ આ ઝુંબેશને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પહેલ ODOP (એક જિલ્લો, એક ઉત્પાદન), GI-ટૅગ કેટેગરીની વસ્તુઓ અને દેશના દરેક ખૂણામાંથી પરંપરાગત હસ્તકલાને પ્રદર્શિત કરવા માટે એક રાષ્ટ્રીય પ્લૅટફોર્મ પૂરું પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પીએમ એકતા મોલના નિર્માણની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નવી તકો પ્રદાન કરશે અને કારીગરોને વધુ સશક્ત બનાવશે.

દેશભરમાં પીએમ એકતા મોલ માટે ₹5000 કરોડની ફાળવણી
સુરતમાં નિર્માણાધીન પીએમ એકતા મોલ એ નાણાં મંત્રાલયના ‘મૂડી રોકાણ માટે રાજ્યોને ખાસ સહાય માટેની યોજના 2023-24’ હેઠળ એક મુખ્ય પ્રોજેક્ટ છે. દેશભરમાં આવા મોલ્સ માટે ₹5,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. સુરત એક મુખ્ય નાણાંકીય અને પ્રવાસન શહેર છે અને એકતા મોલના નિર્માણ બાદ તે ઘણાં મુલાકાતીઓને આકર્ષે તેવી અપેક્ષા છે. તેમાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિશેષ શોરૂમ હશે, જ્યાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) અને GI-ટૅગ કેટેગરીની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ સાંસ્કૃતિક વિનિમય અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ મોલ સ્થાનિક કારીગરોને ભારત અને વિશ્વભરના ખરીદદારો સાથે જોડશે, જેથી તેમના વેચાણમાં વધારો થશે અને ‘મેઇક ઇન ઇન્ડિયા’ મિશનને વેગ મળશે.

પીએમ એકતા મોલ એ માત્ર એક બજાર નથી, પણ ભારતના વૈવિધ્ય અને ઉદ્યોગસાહસિક ભાવનાનું પ્રતીક છે. તે સ્વદેશી ઉત્પાદનો અને નવીનતાને પ્રોત્સાહન આપીને વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપે છે.

‘વોકલ ફોર લોકલ’: ભારત બનશે એક મજબૂત, આત્મનિર્ભર અર્થતંત્ર
‘વોકલ ફોર લોકલ’ એ કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ઝુંબેશ છે, જે લોકોને ભારતીય બનાવટની ચીજવસ્તુઓ અને સેવાઓને સમર્થન આપવા પર ભાર મૂકે છે. આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ આ અભિયાનનો ઉદ્દેશ સ્થાનિક વ્યવસાયોને ટેકો આપવાનો, રોજગારીનું સર્જન કરવાનો અને ભારતના ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. ‘વોકલ ફોર લોકલ’ની ઝુંબેશ સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે, આયાતમાં ઘટાડો કરશે અને ભારતને એક મજબૂત, આત્મનિર્ભર અર્થતંત્ર બનવાની દિશામાં લઈ જશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *