નાગરિકોની વહીવટી સરળતા માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, 17 નવા તાલુકાની થશે રચના

ગુજરાતમાં રાજ્ય સરકારે વહીવટી સરળતા અને વિકાસને વેગ મળે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં એક સાથે નવા 17 તાલુકાની નવી રચના માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં નવા 17 તાલુકાની રચના સાથે જ કુલ તાલુકાઓની સંખ્યા 265 એ પહોંચશે.

આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે નાગરિકોની સરળતાને ધ્યાને રાખીને એક સાથે નવા 17 તાલુકાની રચના માટે મંજૂરી આપી દેવામાં આવી છે. નવા 17 તાલુકાઓ બનવાથી વહીવટી તંત્ર નાગરિકોની વધુ નજીક આવશે અને વિકાસ કાર્યોને વેગ મળી શકે છે.

રાજ્યમાં આ તાલુકાની રચના કરવામાં આવી
વલસાડ જિલ્લાના વાપી તાલુકામાંથી નાનાપોંઢા તાલુકો બનશે
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકો બનશે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી ઓગડ તાલુકો બનશે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી હડાદ તાલુકો બનશે.
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાંથી રાહ તાલુકો બનશે.
તાપી જિલ્લાના સોનગઢમાંથી ઉકાઈ તાલુકાની રચના થશે
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી ગોધર નવો તાલુકો બનશે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાંથી કોઠંબા તાલુકો બનશે.
સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી અંબિકા તાલુકાની રચના થશે
સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી અરેઠ તાલુકો બનશે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી સાઠંબા તાલુકો નવો બનશે
અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાંથી શામળાજી તાલુકો બનશે
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાંથી ચીકદા તાલુકો બનશે.
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાંથી કદવાલ તાલુકો બનશે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી ગોવિંદગુરૂ લીમડી તાલુકો બનશે
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી સુખસર તાલુકાનું નિર્માણ થશે.
ખેડા જિલ્લાના કપડવંજ અને કઠલાલ બંને તાલુકાના અમુક વિસ્તારોને સમાવીને ફાગવેલ તાલુકો બનશે

લોકોને મળશે રાહત
રાજ્ય સરકારે નવા તાલુકાઑની રચના કરવા માટે મંજૂરી આપી છે. ત્યારે હવે નવા તાલુકાની રચનાથી જનતાને સરકારી કામકાજ માટે દૂર સુધી જવું નહીં પડે. લોકોને કામકાજ માટે વધુ સરળતા રહેશે. નવા વહીવટી એકમોની રચનાથી જે તે વિસ્તારના વિકાસને વેગ મળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *