અમદાવાદમાં ખેલૈયા માટે ખુશ ખબર, હવે રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો

નવરાત્રી દરમિયાન ખેલૈયાઑ ગરબે ઝૂમવા માટે નીકળી પડે છે અને આ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સતત જોવા મળે છે. બીજી તરફ રાત્રે વાહનોનું ભાડું પણ ખૂબ મોંઘું થઈ જાય છે. આ દરમિયાન ખેલૈયા માટે મેટ્રોએ મહત્વનો નિર્ણય લીધો છે. નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી મેટ્રો દોડાવવનો નિર્ણય લેવામાં આવ્યો છે. 26 સપ્ટેમ્બરથી અમદાવાદ શહેરમાં નવરાત્રિ દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . આ નિર્ણય ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પણ રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. આ નિર્ણયથી ખેલૈયાવન મોટી રાહત મળશે. આ સાથે મસમોટા વાહન ભાડા અને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. ખેલૈયાઓમાં ખુશીનો માહોલ રાત્રે 11 વાગ્યાના બદલે મોડી રાત એટલેબે-ત્રણ વાગ્યાસુધી મેટ્રોરેલ, AMTS…

રાજ્યની મહાનગરપાલિકાઓ ફરતે બનશે નવા રિંગ રોડ, જાણો રાજ્ય સરકારનો શું છે પ્લાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ક્લાયમેટ રિઝિલિઅન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન દ્વારા સુવ્યવસ્થિત શહેરી પરિવહન અને કાર્યક્ષમ રોડ નેટવર્ક માટેની મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના અમલની SOPને મંજૂરી આપી છે. રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિકસાવવાના થતા આવા ગ્રીન રીંગ રોડ માટે રૂ.200 કરોડનું બજેટ પ્રાવધાન કરેલું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના મુખ્ય ભાગમાં પ્રવેશ્યા વિના શહેરના વિવિધ ભાગો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવા અને શહેરોના કેન્દ્રથી ટ્રાફિકને દૂર વાળવા શહેરની ફરતે રિંગ રોડ વિકાસથી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. એટલું જ નહિં, શહેરી વિસ્તારોમાં વધતા જતા ટ્રાફિક ભારણનું અદ્યતન અને સ્માર્ટ ટેકનોલોજીથી ડાયવર્ઝન, નિયંત્રણ અને વ્યવસ્થાપન કરવાની બાબતો પણ આવરી લેવામાં આવી છે. તજજ્ઞોની એડવાઈઝરી કમિટી રચવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના…

અમરેલી જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પર હુમલાનો પ્રયાસ, પ્રતાપ દુધાતે કાયદો અને વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલો

અમરેલી/ ગઈકાલે મોડી રાત્રે અમરેલીની સાવરકુંડલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પર ધારીના દુધાળા નજીક હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રતાપ દુધાતે અમરેલી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો કર્યા છે. કોંગી નેતા પ્રતાપ દુધાત પર ગત રાત્રે ધારીના દૂધાળા નજીક હુમલાના નિષ્ફળ પ્રયાસ કરવામાં આવેલો હતો જે મામલે આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત અમરેલી એસ.પી.સંજય ખરાતને મળવા પહોંચ્યા હતા ને અમરેલી એસ.પી.ને સમગ્ર ઘટના અંગે માહિતીઓ અને વિડિયો બતાવ્યા હતા રાત્રિના ધારીના દુધાળા નજીક દુધાતની કાર પર થયેલા હુમલાના પ્રયાસ અંગે પ્રતાપ દુધાતે અમરેલી એસપી સંજય ખરાત ને મળ્યા બાદ મીડિયાને પ્રતિક્રિયા આપી હતી ને અજાણ્યા શખ્સો હતા કોણ હતા કોણ નહિ એ પોલીસ જ…

ઓપરેશન સિંદૂરને લઈ અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસી આપ્યો જવાબ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે મોટું નિવેદન આપ્યું છે. અમિતશાહે કહ્યું હતું કે, મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ત્રણ વખત હુમલાઓની ઘટના બની છે અને મોદીજીએ ત્રણેય આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. આજે અમિત શાહન ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ છે. જેમાં ગાંધીનગરમાં અમિત શાહે કહ્યું કે ભારતના હુમલાથી પાકિસ્તાન ડરી ગયું છે. ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાનના લોકોને કોઈ નુકસાન નથી થયું. અમે પાકિસ્તાનના એરબેઝનો નાશ કર્યો. આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા. આજે પાકિસ્તાન ભારતથી ડરે છે. અમિત શાહે વધુમાં કહ્યું કે અમે 9 એવા સ્થળોનો નાશ કર્યો જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી અને તેમના ઠેકાણા હતા. આપણી…

રોહિત શર્માની જેમ રવીન્દ્ર જાડેજાના નામનું પણ સ્ટેન્ડ બનાવો….. નયનાબા જાડેજાએ કરી માંગ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જેને લઈને મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામનું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. ત્યારે ‘જડડુ’ તરીકે જાણીતા ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના નામનું રાજકોટનાં નિરંજન શાહ અથવા અમદાવાદના મોદી સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવા તેમના મોટા બહેન નયનાબા જાડેજાએ માંગ કરી છે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમમાં રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ બનાવ્યા બાદ રવિન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ બનાવવા રવીન્દ્ર જાડેજાના બહેન મેદાને આવ્યા છે. તેમણે માંગ કરી છે કે રાજકોટ કે અમદાવાદના સ્ટેડિયમમાં રવીન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ બનાવવામાં આવે. રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ જણાવ્યું કે રવિન્દ્ર જાડેજા માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ સમગ્ર દેશનું ગૌરવ છે અને દુનિયાના સૌથી…

“સરકાર સાથે નહીં, ભ્રષ્ટાચાર સાથે છો? તો જેલ તમારા માટે ખાલી છે!”

પંકજ મકવાણા, અમદાવાદ/ ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા મે 2025માં આપવામાં આવેલ એક ઐતિહાસિક ચુકાદાએ ભ્રષ્ટાચાર સામેના કાયદાને નવા દિશા-સૂત્ર આપ્યા છે. ચુકાદાનું મૂળ વિચારધારા પ્રમાણે “ભ્રષ્ટાચાર માત્ર લેનદેન નહીં, પણ તેને પ્રોત્સાહન આપનાર દરેક જીવંત કડી સુધી પહોંચવું જોઈએ.” એ કારણે, હવે કાયદાની નજરમાં સરકારી કર્મચારી ન હોવા છતાં ભ્રષ્ટાચારમાં સહભાગી વ્યક્તિને પણ દોષિત ઠેરવી શકાય છે. આ ચુકાદો પી. શાંતિ પુગઝેન્થી વિ. રાજ્ય કેસના સંદર્ભમાં આવ્યો છે. આરોપ મુજબ એક સરકારી અધિકારીની પત્નીએ પોતાની ઓળખ અને પદનો દુરુપયોગ કરીને આવી સંપત્તિ મેળવણીમાં સહભાગી થઈ હતી જે તેની પતિની આવકથી અનેકગણી વધારે હતી. ભ્રષ્ટાચારના કેસમાં ભાગીદારીનું પરિભાષાંતરણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(e) મુજબ કોઈ સરકારી કર્મચારી પોતાની આવકના ન્યાયસંગત સ્ત્રોતથી વધુ સંપત્તિ ધરાવે તો એ…

ગોષ્ઠિ ગુજરાતની

કોવિડ વખતે ચમકેલાં જયંતી રવિ ફરીવાર માધ્યમોમાં દેખાયાં, પણ સંબોધન ન કર્યું કોરોનાકાળ વખતે દરરોજ ગુજરાતનાં તત્કાલીન આરોગ્ય સચિવ જયંતી રવિ દિવસમાં લગભગ ત્રણથી ચાર વખત મીડિયા બ્રીફિંગ માટે આવતાં હતાં. કોરોનાને લઈને સરકારે લીધેલાં પગલાંની માહિતી તેઓ નિયમિત સમાચાર માધ્યમો સમક્ષ રજૂ કરતાં હતાં. તે વખતે ગુજરાત સરકારનાં આ આઈએએસ અધિકારી ઘર ઘરમાં ખૂબ જાણીતાં થઈ ગયાં હતાં. પરંતુ કોરોના કાળ પૂરો થતાં જ સરકારે તેમની બદલી કરી ગેમને પુરુચેરીના અરવિંદ આશ્રમમાં સચિવ તરીકે મુક્યાં હતાં. તે પછી તેઓ ગત ઓગસ્ટ માસમાં ગુજરાત સરકારમાં એટલે કે તરીકે ફરજ બજાવે છે. જો કે તે અંગે જાહેર જનતાને ખાસ ખ્યાલ ન હતો. પરંતુ પાછલા સપ્તાહે જયંતી રવિ ફરીથી સમાચાર માધ્યમોમાં જોવા મળ્યાં. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં…

ભકત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ બોડેલીમાં કૌભાંડનો ખુલાસો ! FIR દાખલ, ખોટી સહીઓ અને વિદેશી નાગરિકોની નિમણૂક

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીના ભકત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટમાં મોટા કૌભાંડની સામે પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે. ટ્રસ્ટના પ્રમુખ કંચનભાઈ મણીભાઈ પટેલ અને મંત્રી શાંતિલાલ ત્રિકમભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. જેમાં 17 ગેરહાજર સભાસદોની ખોટી સહી સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. આ જઠલણમાં, નવા 25 ટ્રસ્ટીઓની નિમણૂક માટે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરાયો છે. વિદેશી નાગરિકોની ખોટી નિમણૂક FIR મુજબ, ચાર ટ્રસ્ટીઓએ ખોટા એફિડેવિટ આપી જણાવ્યું હતું કે તેઓ ભારતીય નાગરિક છે, જ્યારે ચોક્કસ રીતે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ એમીરિકા (USA) ના નાગરિક છે. આ વિદેશી નાગરિકોની ટ્રસ્ટમાં સામેલ કરવાનો ખુલાસો ગુજરાતના ચેરિટી રજીસ્ટ્રારને કરવામાં આવ્યો, પરંતુ એ પહેલા ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રી દ્વારા આ એફિડેવિટને ખોટા દસ્તાવેજો તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ ઘટના…

સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર સામે પોલીસ તંત્રએ કરી લાલ આંખ, 14 સામે FIR દાખલ

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવી દેશવિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સાથે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, અફવાઓ કે સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટનું નિરીક્ષણ કરી, તાત્કાલિક ગુનો દાખલ કરવા અને આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા રાજ્યની પોલીસને આદેશ આપ્યા હતા. ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા આવી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં…

મરણચીસોથી ગુંજી ઉઠ્યો ધોલેરા-ભાવનગર હાઇવે, કાર અકસ્માતમાં 5 લોકોના મોત

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ભાવનગર-ધોલેરા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોના મોત થયા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આજે ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. 1 કાર ભાવનગર તરફથી આવી રહી હતી, અને 2જી કાર ધોલેરા થી ભાવનગર તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક ગાડીઓ વચ્ચે ટક્કર સર્જાતા મોટી ઘટના ઘટી હતી. આ ઘટનામાં 1 મહિલા અને 4 પુરુષોના મોત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હોવાનું, જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના વતની…