દૂધ સંજીવની યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના 9.75 લાખથી વધુ બાળકોને મળ્યો લાભ, જાણો શું કહે છે આંકડા

ગુજરાત સરકારે બાળકોના સશક્ત ભવિષ્ય માટે ‘દૂધ સંજીવની યોજના’ અમલી બનાવી છે. આ યોજના લાખો બાળકો માટે જીવનદાયી બની છે. ખાસ કરીને ગરીબ અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ અપાતી દૂધ સંજીવની તેમને રોગો સામે લડવાની શક્તિ અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે. બાળ સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી આ યોજના, ગુજરાતના આદિવાસી બાળકો માટે આશીર્વાદ બની રહી છે.

આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના કુલ 9,75,103 બાળકોને લાભ આપવામાં આવ્યો છે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતાં લાખો વિદ્યાર્થીઓને દરરોજ પોષણથી ભરપૂર દૂધ આપવામાં આવે છે. આ યોજના થકી બાળકો તંદુરસ્ત રહી ભણતરમાં વધુ ધ્યાન આપી શકે છે.

રાજ્યના 20 જિલ્લાના 105 આદિજાતિ અને 36 વિકાસશીલ ઘટકોને મળી કુલ 141 ઘટકોમાં આ યોજના કાર્યરત છે. તેનો મુખ્ય ઉદ્દેશ આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણયુક્ત દૂધનું વિતરણ કરીને બાળકો અને માતાઓને સુપોષિત બનાવવાનો છે.

યોજના હેઠળ લાભાર્થીઓને આપાતી સહાય
આંગણવાડીમાં નોંધાયેલા 6 માસથી 6 વર્ષ સુધીના બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ 100 મિ.લિ. પોશ્ચ્યુરાઇઝડ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. આ દૂધ તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.

સગર્ભા અને ધાત્રી માતાઓને 6 માસ સુધી બુધવાર અને શુક્રવાર એમ અઠવાડિયામાં બે દિવસ 200 મિ.લિ. પોશ્ચ્યુરાઇઝડ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે, જે ગર્ભાવસ્થા અને ધાત્રી અવસ્થા દરમિયાન તેમના અને શિશુના પોષણને ટેકો આપે છે. રાજ્ય સરકારે આ યોજનાની મહત્તાને ધ્યાનમાં રાખીને વર્ષ 2025-26 માટે રૂ. 133.26 કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી છે. આ જોગવાઈ સુનિશ્ચિત કરે છે કે રાજ્યના વધુ ને વધુ જરૂરિયાતમંદ બાળકો અને માતાઓને પોષણ નિયમિતપણે મળતું રહે.

ગુજરાત સરકારની આ પહેલ રાજ્યને કુપોષણ મુક્ત બનાવવાની દિશામાં એક મજબૂત પગલું છે, જે આવનારી પેઢીના ઉજ્જવળ અને તંદુરસ્ત ભવિષ્યનો પાયો નાખી રહી છે. રાજ્યના બાળકોના પોષણ સ્તરને સુધારવા માટે ગુજરાત સરકારની 100 ટકા રાજ્ય પુરસ્કૃત ‘દૂધ સંજીવની યોજના’ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ખાસ કરીને આદિજાતિ અને વિકાસશીલ વિસ્તારોમાં કુપોષણના નિવારણ માટે આ યોજના એક સંજીવની સમાન સાબિત થઈ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Devbhumi Dwarka Water Crisis Bhimgaja Lake Alert 2026: જો ૧૫ દિવસમાં નર્મદાનું પાણી નહીં પહોંચે તો શું થશે?

Dwarka તાલુકામાં પાણીનું સંકટ ઘેરાયું! ભીમગજા તળાવમાં માત્ર પખવાડિયા ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાની ચિંતા દિવાળીના તહેવારો અને મીની વેકેશન વચ્ચે પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની ભીતિ; Dwarka, ઓખા સહિત 42 ગામડાંઓની પ્રજાની ચિંતા વધી, લાખો યાત્રિકોની પાણીની વ્યવસ્થા સામે પણ સવાલ -> યાત્રાધામ Dwarkaમાં પાણીની સમસ્યા ગંભીર બની :- ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક યાત્રાધામ Dwarkaમાં પીવાના પાણીની સમસ્યા ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. એક તરફ દિવાળીના તહેવારો અને મીની વેકેશન નજીક આવતાં દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવવાની શક્યતા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક જળસ્ત્રોતોમાં પાણીનો જથ્થો ખૂબ જ મર્યાદિત રહ્યો હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ખાસ કરીને દ્વારકા અને ઓખા નગરપાલિકા સહિત આસપાસનાં આશરે 42 ગામડાંઓને પાણી પૂરું પાડવામાં…

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *