ગુજરાત : રાજ્યની મહાનગર અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે રૂ. 2800 કરોડની સહાય
અમદાવાદ ખાતે શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની મહાનગર પાલિકા અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે રૂ. 2800 કરોડની નાણાંકીય સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર કર્યું છે અને શહેરોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે. શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો ગુજરાત સરકારે વર્ષ 2025-26 માટે શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો કર્યો છે. આ અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકાને રૂ. 780 કરોડ, સુરતને રૂ. 657 કરોડ, વડોદરાને રૂ. 235 કરોડ અને રાજકોટને રૂ. 195 કરોડની સહાય ફાળવવામાં આવી છે. સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. 12 હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. સાથે જ…
અમદાવાદ–ગાંધીનગર એલર્ટ: શાળાઓને બોમ્બની ધમકી બાદ સચિવાલયમાં સઘન ચેકિંગ, સુરક્ષા વધારી
અમદાવાદમાં આજે અનેક શાળાઓને બોમ્બની ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ધમકી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ચેકિંગ શરૂ કર્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગાંધીનગર સચિવાલયને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સચિવાલયમાં ચુસ્ત બંદોબસ્ત દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ શાળાઓને બોમ્બની ધમકી મળતા તંત્ર સાવચેત બન્યું છે. રાજધાની ગાંધીનગરના સચિવાલયમાં સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. સચિવાલયની આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારાયું છે. સુરક્ષાના ભાગરૂપે બહારના રસ્તાઓ પર ફૂલના કુંડા સહિતની વસ્તુઓ તપાસવામાં આવી રહી છે અને આવન-જાવન કરતા તમામ લોકોની કડક ચકાસણી કરવામાં આવી રહી છે. પાટનગર વિસ્તારમાં ખાનગી વાહનોનું પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. શાળાઓમાં સ્વૈચ્છિક…
છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી જાણો રાજ્યના કેટલા બાળકોએ લીધો લાભ, જાણો વિગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે. આ ત્રણ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના પ્રતીક બન્યા છે. મુખ્યમંત્રી ના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા નેતૃત્વમાં આજે આરોગ્યને લગતી જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાનાં નાગરીકો સુધી પહોચી છે. જેના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી રાજ્યના 4.5 કરોડથી વધુ બાળકોએ આ યોજનાનો લાભ લીધો છે. આ યોજના હેઠળ રાજ્યમાં દર વર્ષે અંદાજિત સરેરાશ કુલ 1 કરોડ 89 લાખથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરી સ્થળ પર સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરીયાતવાળા બાળકોને સરકારી આરોગ્ય સંસ્થાઓ PHC-CHC-SDH, જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજ અને હોસ્પિટલો તથા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો…
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાનો લાભ મેળવવા ખેડૂત આઇડી-ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી ફરજિયાત
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, 22માં હપ્તાનો લાભ વિના વિલંબે મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઇડી-ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઇડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામીણ કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે. ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રીશ્રી અથવા ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. અહી થશે ખેડૂત નોંધણી આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર-CSC અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે…
ગુજરાત ભાજપના દિગ્ગજોના દિલ્હીમાં ધામા, આ મામલે વડાપ્રધાન અને અમિત શાહ સાથે થઈ શકે છે ચર્ચા
ગુજરાતમાં મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બાદ હવે ગુજરાત ભાજપના સંગઠનને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. આ દરમિયાન આજે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રી અન્ય નેતાઓની દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજાશે. જેમાં ગુજરાત ભાજપના સંગઠનને લઈને ચર્ચા થશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આજે દિલ્હી ખાતેની બેઠક બાદ ગુજરાત પ્રદેશ ભાજપની ટીમની જાહેરાત થવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. મળતી માહિતી મુજબ નવી ટીમમાં 6 થી 8 પ્રદેશ ઉપાધ્યક્ષ, 8 થી 10 પ્રદેશ મંત્રી, 1 ખજાનચી સહિત 20 થી 25 હોદેદારો અને ચારે ઝોન માંથી એક એક પ્રદેશ મહામંત્રીની નિમણૂકની ચર્ચાઓ ચાલી રહી છે. દિલ્હીથી મંજૂરીની મહોર બાદ કમુરતા પહેલા નામ જાહેર થવાની સંભાવના છે. ગુજરાત…
વી.સી.ઈ. માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, હવે યુનિટ દિઠ ચૂકવાશે ઓછામાં ઓછા આટલા રૂપિયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વી.સી.ઈ. તરીકે કાર્ય કરતા યુવાઓને મહત્તમ આવક મળે તેવો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે. તેમણે આ સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે, વી.સી.ઈ.ને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે ન્યુનતમ રૂપિયા 20 ચૂકવવામાં આવશે. ઇન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારમાં મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામકક્ષાએ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે. 7/12, 8-અ અને હકકપત્રની નકલ, ખેડુત રજીસ્ટ્રેશન, વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી, જન્મ-મરણના દાખલા, આવકનું પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવાના ફોર્મ ભરવા જેવી સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ગ્રામજનોને ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત, રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) ને વિવિધ યોજનાઓની…
ગુજરાતમાં આગામી 5 દિવસ ‘કાતિલ ઠંડી’, હવામાન વિભાગે જારી કરી આગાહી
રાજ્યમાં શિયાળાની ઠંડી હવે વધુ તીવ્ર બનવા જઈ રહી છે. ડિસેમ્બર અંત તરફ ગુજરાતમાં તાપમાન ઝડપથી નીચે જઈ રહ્યું છે અને વહેલી સવારે તથા સાંજે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. નલિયા ફરી સૌથી ઠંડી જગ્યાએ કચ્છના નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 10°C તાપમાન નોંધાયું છે. તે સાથે રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 5 દિવસ ઠંડીમાં કોઈ રાહત નહીં હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી. રાજ્યમાં ઉત્તર–પૂર્વથી પૂર્વ તરફના પવન 15–20 કિમી પ્રતિ કલાકે ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર થશે. ગયા 24 કલાકનું તાપમાન દ્રશ્ય – નલિયા: 10°C – અમદાવાદ, વડોદરા, રાજકોટ…
સ્પાની આડમા કાળા કારોબાર પર રોક કયારે ? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
અમદાવાદમાં સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ વિવાંતા સ્પામાં પોલીસે નકલી ગ્રાહક મોકલીને ખેલ પાડ્યો મેનેજર અને ફરાર માલિકો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી પોલીસે દરોડો પાડીને મેનેજરને રંગેહાથ ઝડપ્યો વૈષ્ણોદેવી વિસ્તારમાં સ્પાની આડમાં ચાલી રહ્યો હતો ગોરખ ધંધો AHTU પોલીસે બે દિવસમાં 3 કૂટણખાનાનો કર્યો પર્દાફાશ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાત : 11 તાલુકાઓ વિકાસશીલ જાહેર, સરકાર દર વર્ષે ફાળવશે કુલ ₹3 કરોડની ગ્રાન્ટ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સર્વાંગી અને સંતુલિત વિકાસને વેગ આપવા વધુ 11 તાલુકાઓને ‘વિકાસશીલ તાલુકા’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણયથી હવે આ તાલુકાઓને ખાસ ગ્રાન્ટ અને વિકાસ યોજનાઓનો લાભ મળશે. માનવ વિકાસ સૂચકાંકના આધારે પસંદગી રાજ્ય સરકાર માનવ વિકાસ સૂચકાંક (HDI) હેઠળના 44 સામાજિક અને આર્થિક નિર્દેશાંકોને ધ્યાનમાં રાખીને નવા વિકાસશીલ તાલુકા પસંદ કરે છે. આ તાલુકાઓમાં ટૂંકા અને લાંબા ગાળાની વિવિધ વિકાસ યોજનાઓ અમલમાં મૂકી સર્વોચ્ચ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દર વર્ષે કુલ ₹3 કરોડની ગ્રાન્ટ નવા વિકાસશીલ તાલુકાઓને નીચે મુજબની વાર્ષિક ગ્રાન્ટ ફાળવાશે: – ₹2 કરોડ — વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત – ₹1 કરોડ — ATVT (આપણો તાલુકો–વાઇબ્રન્ટ તાલુકો) યોજના હેઠળ – કુલ ગ્રાન્ટ: ₹3 કરોડ પ્રતિ તાલુકો પ્રતિ વર્ષ…
ગુજરાતમાં ઠંડીનો ચમકારો ચાલુ, કચ્છના નલિયામાં 10 ડિગ્રી નોંધાયું
ગુજરાતમાં ઠંડીનો અનુભવ યથાવત રહ્યો છે, કચ્છના નલિયા શહેરમાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદ 13.8°, ગાંધીનગર 13.5°, કંડલા એરપોર્ટ 11.5°, અમરેલી 12°, ડીસા 12.8°, વડોદરા 13°, રાજકોટ 13.2°, પોરબંદર 13.4°, વલ્લભ વિદ્યાનગર 15.5°, ભુજ 14.4°, ભાવનગર 15.4°, સુરેન્દ્રનગર 15.5°, મહુવા 15.3°, કેશોદ 15.5°, દમણ 15°, દ્વારકા 17.6°, દીવ 16.6°, સુરત 19.4°, વેરાવળ 19.2° તાપમાન નોંધાયું. હવામાન વિભાગ મુજબ, ઉત્તરથી પૂર્વના પવન ફૂંકાતા ખાસ કરીને સવારના સમયે ઠંડીનો જોરદાર ચમકારો રહેશે. આવું હવામાન 14 ડિસેમ્બર સુધી યથાવત રહેવાની શક્યતા છે. લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર ન હોવાનું આ આગાહી છે, જેને કારણે ઠંડીનો અનુભવ સતત રહેશે. ખેડૂતો માટે રવિ પાક માટે આ ઠંડી લાભદાયક રહેશે, જ્યારે નાગરિકોને ઠંડીથી બચવા માટે પગલાં…
















