CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી ટાઈપ-1 ડાયાબિટીસ કાર્યક્રમનો રાજ્ય વ્યાપી પ્રારંભ, જાણો વિગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ટાઈપ-1 ડાયાબિટીસ (જુવેનાઇલ ડાયાબિટીસ) ધરાવતું એક પણ બાળક સારવાર-સુવિધાથી વંચિત ન રહે તેવી સઘન સારવાર વ્યવસ્થાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી એ ટાઈપ-1 ડાયાબિટીસ- જુવેનાઈલ ડાયાબિટીસ સારવાર-નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા આ નેમ દર્શાવી હતી.

રાજ્યના દુરદરાજ વિસ્તારોના પ્રાયમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ટાઈપ-1 ડાયાબિટીસની સારવારનો લાભ મળી રહે અને આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાય તેવા આરોગ્ય સેવાલક્ષી અભિગમથી આ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરી રહ્યા છીએ તેમ પણ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ.તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો નિર્ધાર કર્યો છે આ માટે તેમણે નાનામાં નાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળે તે માટે આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા-સંભાળ યોજના શરૂ કરી છે.

એટલું જ નહીં, લોકો નિરોગી રહે તે માટે યોગના પ્રચાર-પ્રસારને પણ મહત્વ આપ્યું છે. આમ છતાં જો કોઈને ગંભીર બીમારી આવે તો આયુષ્યમાન કાર્ડથી સરકાર તેની સારવાર માટે પડખે ઉભી છે. યોગથી આયુષ્માનની તેમની આ આગવી સંકલ્પના છે એમ મુખ્યમંત્રી એ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, રાજ્ય સરકારે પણ ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકોના સચોટ નિદાન અને સમયસર સારવાર દ્વારા આ રોગને નિયંત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે.

મુખ્યમંત્રી એ રાજ્યવ્યાપી અભિયાનના આ આરંભ અવસરે ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને સારવાર કિટનું વિતરણ કરતાં કહ્યું કે, આવા બાળકોની સારવારનો બોજ પરિવાર પર ન આવી પડે તે માટે રાજ્ય સરકાર નિ:શુલ્ક ઈન્જેક્શનો તથા ગ્લુકોમિટર અને અન્ય જરૂરી સારવાર સામગ્રી પૂરી પાડે છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે બાળ આરોગ્ય સંભાળ માટે પ્રિકોશન, પ્રિવેન્શન અને પોઝિટીવ લાઈફ સ્ટાઈલ ત્રણેય પર ફોકસ કર્યુ છે. રાજ્યની શાળાઓમાં શાળા આરોગ્ય અભિયાન શરૂ કરીને દર વર્ષે સરેરાશ 1 કરોડથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે.આ તપાસ દરમિયાન જો કોઈ બાળકને વધુ સારવારની જરૂર જણાય તો સરકારી હોસ્પિટલોમાં રિફર કરીને કિડ્ની, હ્રદય રોગ, કેન્સર, લિવર ટ્રાન્સપ્લાન્ટ જેવી સુપર સ્પેશ્યાલિટી સારવાર વિના મુલ્યે રાજ્ય સરકાર આપે છે. પાછલા 11 વર્ષોમાં 2 લાખ 18 હજાર કરતાં વધુ બાળકોને આવી સારવાર આપવામાં આવી છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, હવેની લાઈફ સ્ટાઈલ અને સ્ટ્રેસફુલ જીવનશૈલીના કારણે પુખ્ત અને યુવા વયમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યુ છે. જીવનશૈલીમાં બદલાવ લાવીને તે દૂર કરી શકાય તેમ જણાવતાં મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વધતી જતી મેદસ્વિતા બાબતે લોકોને સાવચેત થવા ભોજનમાં 10 ટકા તેલનો ઉપયોગ ઘટાડવા અને નિયમિત વ્યાયામને જીવનનો ભાગ બનાવાવાની અપીલ કરી છે તેને સૌ લોકો અપનાવે તેવો અનુરોધ મુખ્યમંત્રીએ કર્યો હતો. તેમણે વિકસિત ભારત @ 2047ના વડાપ્રધાન એ આપેલા સંક્લ્પને સ્વસ્થ, તંદુરસ્ત અને સમૃદ્ધ વિકસિત ગુજરાતથી સાકાર કરવા પણ આહવાન કર્યુ હતું.

આ રાજ્યવ્યાપી અભિયાનના આરંભ વેળાએ ગાંધીનગરના મેયર મીરાંબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શીલ્પાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિત દવે, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ તથા જિલ્લા અને શહેરના પદાધિકારીઓ, આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલ અને ડૉ. રતનકંવર ગઢવી ચારણ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, તબીબો અને બાળકો તથા તેમના પરિવાર જનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…