ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડાતી ઠંડીની આગાહી, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું ?
B INDIA અમદાવાદ :- ગુજરાતમાં કડકડાતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરી રાજયમાં ઠંડીને લઈ આગાહી કરી છે જેમાં ઠંડીનો ચમકારો હજી પણ આગળના દિવસોમાં વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.નલિયામાં ગત રાત્રે 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાની વાત સામે આવી છે. જેમાં ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડીનું જોર યથાવત રહેશે. સાથે સાથે પવનની ગતિ 5 થી 10 કિમીની ઝડપની રહેશે. તેમજ બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે તેવી આગાહી કરવામાં આવી છે. -> ગુજરાતમાં કયાં કેટલું તાપમાન નોંધાયું ? : –> શહેર તાપમાન : રાજકોટ 7.3 ડિગ્રી અમદાવાદ 12.1 ડિગ્રી, ગાંધીનગર 9.2 ડિગ્રી વડોદરા 11.4 ડિગ્રી ભાવનગર 12.6 ડિગ્રી, સુરત 15.5 ડિગ્રી ડીસા 8.8 ડિગ્રી કેશોદ 9.1…







