ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડાતી ઠંડીની આગાહી, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું ?

B INDIA અમદાવાદ :- ગુજરાતમાં કડકડાતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરી રાજયમાં ઠંડીને લઈ આગાહી કરી છે જેમાં ઠંડીનો ચમકારો હજી પણ આગળના દિવસોમાં વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.નલિયામાં ગત રાત્રે 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાની વાત સામે આવી છે. જેમાં ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડીનું જોર યથાવત રહેશે. સાથે સાથે પવનની ગતિ 5 થી 10 કિમીની ઝડપની રહેશે. તેમજ બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે તેવી આગાહી કરવામાં આવી છે.

-> ગુજરાતમાં કયાં કેટલું તાપમાન નોંધાયું ? :

–> શહેર તાપમાન :

રાજકોટ 7.3 ડિગ્રી
અમદાવાદ 12.1 ડિગ્રી,
ગાંધીનગર 9.2 ડિગ્રી
વડોદરા 11.4 ડિગ્રી
ભાવનગર 12.6 ડિગ્રી,
સુરત 15.5 ડિગ્રી
ડીસા 8.8 ડિગ્રી
કેશોદ 9.1 ડિગ્રી
વેરાવળ 15.8 ડિગ્રી
કંડલા 8.1 ડિગ્રી
સુરેન્દ્રનગર 10.4 ડિગ્રી
દ્વારકા 13.8 ડિગ્રી
પોરબંદર 12 ડિગ્રી
અમરેલી 11.7 ડિગ્રી
ભુજ 9.2 ડિગ્રી

Gujarat ના હવામાનમાં થયો બદલાવ, વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ - મુંબઈ  સમાચાર

-> પવનની વધશે ગતિ :- ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પવનની ગતિ 5 થી 10 કિમીની ઝડપની રહેશે તેવી આગાહી કરવામાં આવી છે તેમજ બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત રહેશે. જો કે, હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈ કોઈ આગાહી કરવામાં આવી નથી.

Gujarat Weather: સ્વેટર ધાબળા રાખજો તૈયાર; આ તારીખથી ગુજરાતમાં પડશે કાતિલ  ઠંડી

-> બપોરના સમયે પડી શકે છે ગરમી :- બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ સાથે બપોરે ગરમી વધવાની પણ આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.

Related Posts

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *