સોનમ વાંગચુકની ધરપકડ મામલે તેમની પત્ની ગીતાંજલિએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, જાણો શું કહ્યું

લદ્દાખમાં ઝેન- ઝી વિરોધ પ્રદર્શન અને હિંસા બાદ તાજેતરમાં ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલી આંગ્મોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે વાંગચુકની ધરપકડને પડકારી છે અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. વાંગચુક પર NSA (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લાદવા પર સવાલ ઉઠાવવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે. ગીતાંજલી આંગ્મોએ ધરપકડને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે . તેમણે એમ પણ કહ્યું કે તેમને હજુ સુધી અટકાયતના આદેશની નકલ મળી નથી, જે નિયમોનું ઉલ્લંઘન છે. ગીતાંજલિ આંગ્મોએ વાંગચુક પર NSA (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લાદવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં વાંગચુકની તાત્કાલિક મુક્તિનો સમાવેશ થાય છે. આ અરજી તેમના પતિની અટકાયત બાદ દાખલ કરવામાં આવી હતી. ઉઠાવ્યો ગંભીર મુદ્દો ગીતાંજલી આંગ્મોએ પોતાની…