હજારો વિદેશી પક્ષીઓ બન્યા ગીર સોમનાથ ના મહેમાન , તમે જોયા કે નહીં ?

–> દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાંઠે આવી પહોંચ્યા છે:-     ખાસ કરીને ત્રિવેણી સંગમ, સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે. હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. અંદાજે 40 પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પક્ષી પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે. સાઈબેરિયા અને મધ્ય યુરોપનાં મોંગોલિયા સહિતનાં દેશો માંથી પક્ષીઓ અહીં ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે. 65 પ્રજાતિના પક્ષીઓનું આગમન થયું દર વર્ષે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓ અંદાજે 65 પ્રજાતિ અહીં વેકેશન ગાળવા માટે આવે છે. ગીર વિસ્તારમાં સારો વરસાદ પડવાને લઇ વેટલેન્ડોમાં પાણી હોવાના લઈ પક્ષીઓ જોવા મળી રહ્યા છે. મોટાભાગના પક્ષીઓ છીછરા…