ઇસ્તંબુલમાં મુસ્લિમ દેશોની મહત્વપૂર્ણ બેઠક: ગાઝા યુદ્ધવિરામ અને યુદ્ધ પછીના માળખા પર ચર્ચા

વિશ્વના મુખ્ય મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો ગાઝાની હાલત અને યુદ્ધવિરામ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તુર્કીના ઇસ્તંબુલમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે એકત્ર થયા. બેઠકમાં ગાઝામાં ચાલતા હુમલાઓ, શાંતિ પ્રક્રિયામાં વિલંબ, અને યુદ્ધ પછીના શાસન માળખા પર ચર્ચા થઈ. ગાઝામાં સતત હુમલાઓ પર ચિંતા:- બેઠકમાં તુર્કી, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ, જોર્ડન, પાકિસ્તાનઅને ઇન્ડોનેશિયાના વિદેશ પ્રધાનો હાજર રહ્યા. યુદ્ધવિરામ છતાં ગાઝામાં ચાલુ હુમલાઓ અને માનવીય પરિસ્થિતિના સુધારામાં વિલંબ અંગે બધા દેશોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી.તુર્કીના વિદેશ પ્રધાન હકાન ફિદાનેજણાવ્યું કે, “અમે ગાઝામાં યુદ્ધ પછી એવું માળખું જોઈશું જેમાં પેલેસ્ટિનિયનો પોતાનું શાસન ચલાવી શકે અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકે.” તુર્કી તરફથી હમાસના સત્તા છોડવાની સંમતિ:- તુર્કીએ જાહેરાત કરી કે હમાસે સત્તા છોડવા માટે સંમતિ આપી છે. આ પગલાને મુસ્લિમ…

ગાઝા બાદ હવે ઇઝરાયલની નજર આ દેશ પર, ભીષણ હુમલો કરવાની આપી ધમકી

ગાઝામાં યુદ્ધવિરામ પછી પણ, ઇઝરાયલે વારંવાર હમાસના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. હવે, તેનું ધ્યાન લેબનોન પર છે. હિઝબુલ્લાહને કારણે લેબનોન અને ઇઝરાયલ વચ્ચે તણાવ પહેલાથી જ વધારે છે. ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને ચેતવણી આપી છે કે જો હિઝબુલ્લાહ શરણાગતિ નહીં આપે તો દક્ષિણ લેબનોનમાં વધુ તીવ્ર હુમલાઓ શરૂ કરવામાં આવશે. અગાઉ, લેબનોનના આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે ઇઝરાયલી હુમલામાં ચાર લોકો માર્યા ગયા છે. ઇઝરાયલે કહ્યું, “હિઝબુલ્લાહ આગ સાથે રમી રહ્યું છે, અને લેબનીઝ રાષ્ટ્રપતિ પીછેહઠ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લેબનીઝે કોઈપણ કિંમતે હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવું જોઈએ, નહીં તો અમે ઉત્તરી ઇઝરાયલને બચાવવા માટે મોટા પાયે આક્રમણ શરૂ કરીશું.” શનિવારે રાત્રે, ઇઝરાયલે પૂર્વ સીમા પર દોહા-કાફર રુમાને રોડ પર મિસાઇલથી ફોર-વ્હીલ ડ્રાઇવ વાહનને નિશાન…