‘ફેમસ પ્રધાનમંત્રીએ મને પીંખી નાખી’ – એપસ્ટીન ટાપુની કાળી કરતૂતનો મહિલાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

જેફરી એપસ્ટીનના મોતને સાત વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં તેની બનાવેલી અંધારી દુનિયા આજે પણ વૈશ્વિક સ્તરે હલચલ મચાવી રહી છે. ‘એપસ્ટીન ફાઇલ્સ’ના નામે સામે આવી રહેલા નવા ખુલાસાઓ ફરી એકવાર એ વાતને ઉજાગર કરે છે કે માનવ તસ્કરી, યૌન શોષણ અને સત્તાના દુરુપયોગનું જાળું કેટલું ઊંડું અને ખતરનાક હતું. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ફરી એકવાર વર્જિનિયા જ્યુફ્રેનું નામ ચર્ચામાં આવ્યું છે. મૃત્યુ પછી પ્રકાશિત આત્મકથાએ હચમચાવી દુનિયા વર્જિનિયા જ્યુફ્રે, જેમણે એપસ્ટીન અને તેના શક્તિશાળી નેટવર્ક સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો, તેમની આત્મકથા ‘Nobody’s Girl’ તેમના અવસાનના છ મહિના પછી પ્રકાશિત થઈ છે. પુસ્તક પ્રકાશિત થતાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ આત્મકથા માત્ર એક વ્યક્તિની પીડાની કહાણી નથી,…