PF ધારકો માટે મોટા સમાચાર: EPFO 3.0 હેઠળ 11 મોટા ફેરફારો, પૈસા ઉપાડવું થયું વધુ સરળ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાના સબસ્ક્રાઇબર્સ માટે નવા વર્ષની મોટી ભેટ રૂપે ‘EPFO 3.0’ સિસ્ટમ લોન્ચ કરી છે. આ નવા અપગ્રેડ હેઠળ પીએફના પૈસા ઉપાડવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેનો સીધો ફાયદો લાખો ખાનગી કર્મચારીઓને થશે. નવા નિયમો અને બેરોજગારી/પેન્શન અપડેટ્સ: નોકરી છોડ્યા બાદ એક મહિનાની બેરોજગારી પછી તરત ૭૫% રકમ ઉપાડી શકાય છે. 100% રકમ ઉપાડવા માટે હવે 12 મહિનાની સતત બેરોજગારી જરૂરી. પેન્શન રકમ ઉપાડવા માટે મર્યાદા વધારીને 30 મહિનાથી 36 મહિના (3 વર્ષ) કરી દેવામાં આવી. લગ્ન અને શિક્ષણ માટે મોટી રાહત: શિક્ષણ માટે હવે 10 વાર સુધી પીએફમાંથી આંશિક રકમ ઉપાડી શકાય છે. લગ્ન પ્રસંગ માટે ૫ વાર સુધી ઉપાડની મંજૂરી. ઘર અને મેડિકલ ખર્ચ માટે નિયમ: ઘર ખરીદવા,…
દિવાળીએ EPFO તરફથી ભેટ! હવે PFમાંથી 100% ઉપાડ શક્ય, 7 કરોડ કર્મચારીઓ માટે સારા સમાચાર
દિવાળીના તહેવાર પહેલા EPFO ખાતાધારકો માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. EPFO (Employees’ Provident Fund Organisation) દ્વારા કરવામાં આવેલા નવા ફેરફારોના કારણે હવે PF ખાતાધારકો માટે પોતાની બચતનું મોટું અંશ ઉપાડવું વધુ સરળ બનશે. EPFOના નવા નિર્ણયોથી કયા ફેરફાર થયા? સોમવારે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક યોજાઈ, જેમાં નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવાયા: હવે PFમાંથી 100% સુધી આંશિક ઉપાડ શક્ય અગાઉ PFમાંથી આંશિક ઉપાડ માટે 13 અલગ-અલગ જટિલ જોગવાઈઓ હતી, જેને હવે માત્ર 3 મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે: – આવશ્યક જરૂરિયાતો: જેમ કે શિક્ષણ, લગ્ન, માંદગી વગેરે – રહેઠાણ સંબંધિત જરૂરિયાતો – ખાસ પરિસ્થિતિઓ: જેમ કે કુદરતી આફત, રોગચાળો, લોકડાઉન વગેરે – ખાસ પરિસ્થિતિઓ માટે…








