PF ધારકો માટે મોટા સમાચાર: EPFO 3.0 હેઠળ 11 મોટા ફેરફારો, પૈસા ઉપાડવું થયું વધુ સરળ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાના સબસ્ક્રાઇબર્સ માટે નવા વર્ષની મોટી ભેટ રૂપે ‘EPFO 3.0’ સિસ્ટમ લોન્ચ કરી છે. આ નવા અપગ્રેડ હેઠળ પીએફના પૈસા ઉપાડવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેનો સીધો ફાયદો લાખો ખાનગી કર્મચારીઓને થશે.

નવા નિયમો અને બેરોજગારી/પેન્શન અપડેટ્સ:
નોકરી છોડ્યા બાદ એક મહિનાની બેરોજગારી પછી તરત ૭૫% રકમ ઉપાડી શકાય છે.
100% રકમ ઉપાડવા માટે હવે 12 મહિનાની સતત બેરોજગારી જરૂરી.
પેન્શન રકમ ઉપાડવા માટે મર્યાદા વધારીને 30 મહિનાથી 36 મહિના (3 વર્ષ) કરી દેવામાં આવી.

લગ્ન અને શિક્ષણ માટે મોટી રાહત:
શિક્ષણ માટે હવે 10 વાર સુધી પીએફમાંથી આંશિક રકમ ઉપાડી શકાય છે.
લગ્ન પ્રસંગ માટે ૫ વાર સુધી ઉપાડની મંજૂરી.

ઘર અને મેડિકલ ખર્ચ માટે નિયમ:
ઘર ખરીદવા, પ્લોટ લેવા અથવા મકાન બનાવવા માટે ઓછામાં ઓછી ૧૨ મહિનાની સેવા જરૂરી.
મેડિકલ ઈમરજન્સીમાં પણ 12 મહિનાનો નિયમ લાગુ, જ્યારે ગંભીર બીમારીમાં 6 મહિનાના પગાર જેટલી રકમ ઉપાડી શકાય છે.

ડિજિટલ પ્રોસેસિંગ અને ઝડપ:
નવા EPFO 3.0 હેઠળ બધા વિધ્રોઅલ પૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બની ગયા છે.
હાઉસિંગ લોનના હપ્તા ચૂકવવા અથવા નવા ઘર માટે ક્લેમ સેટલમેન્ટ ઝડપથી થશે.
કુદરતી આફત અથવા કંપની બંધ થવાના કિસ્સામાં 75% સુધીના પીએફ નાણાં સરળતાથી મેળવી શકાશે.
આ ફેરફારો કરોડો કર્મચારીઓ માટે આર્થિક સહાય અને સરળતા બંને વધારશે.

Related Posts

ગોતાનું ગૌરવ: લોહાણા સમાજની દીકરી વેદાંશી ઠક્કરે ધોરણ-10માં મેળવી ઐતિહાસિક સિદ્ધિ, બે વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ-10ના પરિણામોમાં ગોતા વિસ્તારની તેજસ્વી પ્રતિભા વેદાંશી ઠક્કર (રાણા) એ 98.72 પર્સન્ટાઈલ મેળવીને સફળતાનો નવો કીર્તિમાન સ્થાપિત…

મસ્કને મોટી રાહત: ટ્વિટર હિસ્સેદારી કેસમાં SEC સાથે સમાધાન, માત્ર $1.5 મિલિયન દંડ

ટેક ઉદ્યોગપતિ Elon Musk એ U.S. Securities and Exchange Commission (SEC) સાથે લાંબા સમયથી ચાલતા ટ્વિટર હિસ્સેદારી કેસમાં સમાધાન કરી લીધું છે. આ સમાધાન મુજબ, મસ્કના નામે આવેલી એક ટ્રસ્ટ…