સુપ્રીમ કોર્ટે અરવલ્લી ગિરીમાળાના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા, જાણો વિગત
સુપ્રીમ કોર્ટે બુધવારે અરવલ્લી ગિરીમાળાની સંરક્ષણ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. કોર્ટે એ સુચના આપી છે કે જ્યાં સુધી અરવલ્લી ગિરીમાળાની ચોક્કસ વ્યાખ્યા નક્કી ન થાય અને તેનો એક નિષ્ણાતોનો સમિતિ દ્વારા અહેવાલ રજૂ ન કરવામાં આવે, ત્યાં સુધી નવી ખાણકામ લીઝ ઈસ્યુ કરવામાં આવશે નહીં. હાઈલેવલ કમિટી બનાવવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે તીવ્ર ટિપ્પણી કરતા જણાવ્યું કે અરવલ્લી ગિરીમાળાની વ્યાખ્યાને લઈને મૌલિક પ્રશ્નો હજુ અનુરાધિત છે. કોર્ટે આ મુદ્દે એક નિષ્ણાત સમિતિ બનાવી છે, જે આ વિસ્તારની સાચી વ્યાખ્યા પર રિપોર્ટ આપશે. પર્યાવરણ મંત્રાલયે આ સમિતિ માટે નામો પણ સૂચવવાની જવાબદારી લીધી છે. 100 મીટરનું નિયમ અને ખાણકામ પર પ્રતિબંધ અરવલ્લીની તાજેતરમાં થયેલી નવી વ્યાખ્યા (100 મીટરનો નિયમ) પર વિવાદ ચાલી રહ્યો છે.…
વિશ્વ વેટલેન્ડ દિવસ 2026: કચ્છનું છારી-ઢંઢ બન્યું ગુજરાતનું પાંચમું રામસર સાઇટ
“રેલાય છે જ્યાં કુદરતની હેલી, એ જ છે આપણી વેટલેન્ડની શૈલી; જળ છે તો જીવન છે, અને વેટલેન્ડ છે તો પૃથ્વીનું સંતુલન છે.” દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વેટલેન્ડ્સ એટલે કે જળપ્લાવિત વિસ્તારો પૃથ્વીની ઇકોસિસ્ટમનો એક અનિવાર્ય હિસ્સો છે, જે જૈવવિવિધતા જાળવવામાં અને પર્યાવરણના સંતુલનમાં પાયાની ભૂમિકા ભજવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જળાશયો, નદીઓ, કાદવ-કીચડવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના ભાગોના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે. 1971માં ઈરાનના ‘રામસર’ શહેરમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટે એક આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેને ‘રામસર સંમેલન’ તરીકે ઓળખવામાં આવે છે. ભારત આ સંધિમાં 1982માં જોડાયું હતું અને ત્યારથી દેશમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટેના પ્રયત્નો અમૃતકાળમાં નવી ઊંચાઈએ પહોંચ્યા છે. સમગ્ર…
દિલ્હીની હવામાં ‘ધીમું ઝેર’: 19 ખતરનાક તત્વો શ્વાસ સાથે લોહીમાં ભળી રહ્યા, કેન્સર અને હૃદયરોગની ચિંતા
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન (NLM) દ્વારા થયેલા અભ્યાસમાં દિલ્હીની હવાના ખરાબ પ્રદૂષણ વિશે ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે દિલ્લીની હવામાં માત્ર ધૂળ જ નહીં, પરંતુ ૧૯ એવા ઝેરી તત્વો હાજર છે, જે સીધા માનવ સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યા છે. ખતરનાક તત્વો PM 2.5 કણોમાં એલ્યુમિનિયમ, સીસું, આર્સેનિક, ક્રોમિયમ અને નિકલ જેવા તત્વો ભળેલા છે. આ તત્વો એટલા સૂક્ષ્મ છે કે ફેફસાના ફિલ્ટરને પાર કરી લોહીમાં ભળી જાય છે, જેના કારણે ફેફસાનું કેન્સર, હૃદય અને કિડનીના ગંભીર રોગ થવાની સંભાવના વધી જાય છે. પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત અભ્યાસ મુજબ આ ઝેરી તત્વો મુખ્યત્વે નીચેના સ્ત્રોતો દ્વારા હવામાં ભળે છે: – રસ્તાની ધૂળ અને માટી – વાહનોનું ઉત્સર્જન – ઔદ્યોગિક પ્રવૃત્તિઓ – અશ્મિભૂત…
સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી કેસની થશે સુનાવણી, જાણો વિગત
સુપ્રીમ કોર્ટ અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા સંબંધિત વિવાદની સુનાવણી આગામી સમયમાં કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની વેકેશન બેન્ચ, જેમાં જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહનો સમાવેશ થાય છે, આ મામલાની સુનાવણી કરશે. 20 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની સમાન વ્યાખ્યાને મંજૂરી આપી હતી. આ વ્યાખ્યા અનુસાર, અરવલ્લી પર્વતમાળા એવી જમીન ગણાશે જેની ઊંચાઈ આસપાસના વિસ્તારમાંથી 100 મીટર કે તેથી વધુ હોય, અને જો બે કે તેથી વધુ ટેકરીઓ 500 મીટરના અંદર આવેલ હોય, તો તેને અરવલ્લી પર્વતમાળામાં સમાવિષ્ટ ગણવામાં આવશે. વ્યાખ્યામાં ટેકરીઓ, તેમના ઢોળાવ, આસપાસની જમીન અને સંબંધિત ભૂમિ સ્વરૂપોનો સમાવેશ થશે. આ નિર્ણય અરવલ્લી પર્વતમાળાની સુરક્ષા અને તેનું સંરક્ષણ વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. Follow us On Social…
દિલ્હી-NCRમાં હવાના પ્રદૂષણ સામે કડક પગલાં, કંપનીઓને 50% વર્ક ફ્રોમ હોમનો આદેશ
દિલ્હી-NCRમાં હવાનું પ્રદૂષણ સતત વધતા જતા હવે આ વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. વધતા પ્રદૂષણને કારણે, સરકાર દ્વારા તમામ સરકારી અને ખાનગી કચેરીઓને ફક્ત 50% સ્ટાફ સાથે કાર્યરત રહેવાની સૂચના આપવામાં આવી છે, બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરશે. આ નિર્ણય ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના ત્રીજા તબક્કાના ભાગરૂપે 24 નવેમ્બર, 2025 ના રોજ લાગુ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ પગલાં – તમામ સરકારી અને ખાનગી કચેરીઓ હવે 50% સ્ટાફ સાથે કાર્યરત રહેશે. – બાકીના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ હેઠળ કામ કરશે. – વાહનની અવરજવર અને ઓફિસ હાજરી પર કડક નિયંત્રણ લાગુ થશે. – હોસ્પિટલ, ફાયર સર્વિસ, જાહેર પરિવહન, સ્વચ્છતા અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગો જેવી આવશ્યક સેવાઓ મુક્ત રહેશે. GRAP III હેઠળ નિયમો – PM2.5 અને PM10ના…











