વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને ન્યૂયોર્ક કોર્ટમાં કરાયા રજૂ, ડ્રગ્સ અને હથિયાર હેરાફેરીનો કેસ
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને આજે અમેરિકાના ન્યૂયોર્ક શહેરની કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. તેઓ પર ડ્રગ્સ અને હથિયારની હેરાફેરી સાથે જોડાયેલા કેસની કાર્યવાહી થશે. આજે કોર્ટમાં રજૂઆત પહેલાં માદુરોને કડક સુરક્ષા સાથે અદાલત સુધી લાવવામાં આવ્યા. ન્યૂયોર્કના રસ્તાઓ પર સુરક્ષા વાહનોનો વિશાળ કાફલો જોવા મળ્યો, જેમાં DEA (Drug Enforcement Agency)ના અધિકારીઓ પણ રહેલા હતા. માહિતી અનુસાર, માદુરોને હેલિકોપ્ટર મારફતે અદાલત પાસે હેલિપેડ પર ઉતારવામાં આવ્યા, જ્યાંથી તરત જ એક વેનમાં બેસાડીને કોર્ટમાં લઇ જવામાં આવ્યા. ત્રણ દિવસ પહેલા, માદુરોને તેમની પત્ની સિલિયા ફ્લોરેસ સાથે વેનેઝુએલામાંથી પકડવામાં આવ્યા હતા. આ અદાલતી રજૂઆતથી સંબંધિત વધુ વિગતો અને કેસની આગળની કામગીરી અંગે કોર્ટ તરફથી અપડેટ આપવામાં આવશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER…
સુરત એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીના નેટવર્કને તોડી પાડતા મોટી સફળતા હાંસલ કરી છે. બેંગકોકથી સુરત આવેલી એક મહિલા મુસાફરના સામાનની તપાસ દરમિયાન 3114.15 ગ્રામ (સુમારે 3.1 કિલો) ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્ત કરાયેલા નશીલા પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. કસ્ટમની સફળ તપાસ કસ્ટમ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, મહિલાએ ડ્રગ્સને ખૂબ જ છુપાવીને લાવ્યું હતું, પરંતુ એક્સ-રે સ્કેન અને શંકાસ્પદ હિલચાલ પરથી તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન ઝડપાયેલા માલનો આકાર અને જથ્થો દર્શાવે છે કે આ હેરાફેરી આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ચાલતી હતી. NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કસ્ટમ અને અન્ય સુરક્ષા એજન્સીઓ હાલમાં તપાસ કરી રહી છે કે મહિલા આ જથ્થો…
વલસાડમાં ડ્રગ્સ ફેક્ટરી પર DRIની મોટી કાર્યવાહી, ફેક્ટરી માલિક સહિત 4ની ધરપકડ
વલસાડ જિલ્લાના અટગામ ખાતે ગેરકાયદેસર રીતે ચાલતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમ્યાન ફેક્ટરી માલિક ચંદ્રકાન્ત છેડા, અશોક પીઠારીયા અને બે વર્કર સહિત કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. DRI દ્વારા ફેક્ટરીમાંથી 114 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેના બજાર મૂલ્યનો અંદાજ રૂ. 20 કરોડથી વધુનો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ લાયસન્સ વિના છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આ ફેક્ટરી ચલાવી રહ્યા હતા. DRIએ આરોપીઓને કસ્ટડીમાં લઈને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને ફેક્ટરીના સપ્લાય નેટવર્ક સહિત વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર દવા ઉત્પાદનના નેટવર્ક અંગે અનેક નવી વિગતો બહાર આવવાની સંભાવના છે.…









