વલસાડમાં ડ્રગ્સ ફેક્ટરી પર DRIની મોટી કાર્યવાહી, ફેક્ટરી માલિક સહિત 4ની ધરપકડ

વલસાડ જિલ્લાના અટગામ ખાતે ગેરકાયદેસર રીતે ચાલતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમ્યાન ફેક્ટરી માલિક ચંદ્રકાન્ત છેડા, અશોક પીઠારીયા અને બે વર્કર સહિત કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

DRI દ્વારા ફેક્ટરીમાંથી 114 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેના બજાર મૂલ્યનો અંદાજ રૂ. 20 કરોડથી વધુનો છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ લાયસન્સ વિના છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આ ફેક્ટરી ચલાવી રહ્યા હતા. DRIએ આરોપીઓને કસ્ટડીમાં લઈને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને ફેક્ટરીના સપ્લાય નેટવર્ક સહિત વધુ તપાસ શરૂ કરી છે.

આ કાર્યવાહીથી વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર દવા ઉત્પાદનના નેટવર્ક અંગે અનેક નવી વિગતો બહાર આવવાની સંભાવના છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યપાલ દ્વારા 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ સત્ર આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ત્રણ દિવસ ચાલનારા આ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી કામકાજ, વિધેયકો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવશે, જ્યારે વિપક્ષ પણ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને સરકારને ઘેરવાની તૈયારીમાં છે. વિધાનસભાનું સત્ર રાજ્યના વહીવટી અને રાજકીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન ધારાસભ્યોને પોતાના મતવિસ્તાર સાથે જોડાયેલા પ્રશ્નો, સમસ્યાઓ અને સૂચનો રજૂ કરવાની તક મળે છે. સત્ર દરમિયાન રાજ્યના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ તેમજ જનતાને અસર કરતા પ્રશ્નો પર ચર્ચા થવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાના રાજ્યપાલે કર્યું સત્રનું આહ્વાન ગુજરાત વિધાનસભાના આઠમા સત્ર માટે રાજ્યપાલ દ્વારા…

સોનું ફરી મોંઘું થયું, ચાંદી ₹2.18 લાખને પાર: ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ ભાવ

ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા રાજકીય અને આર્થિક ઘટનાક્રમ વચ્ચે રોકાણકારોનું ધ્યાન ફરીથી સુરક્ષિત રોકાણ તરીકે ગણાતા સોના તરફ વળ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મજબૂત વધારો નોંધાયો છે અને વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2.18 લાખ પ્રતિ કિલોના સ્તરને પાર કરી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે અટકાવવાના સંકેત આપ્યા બાદ અને બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીતની શક્યતા વધતા વૈશ્વિક બજારોમાં હલચલ જોવા મળી હતી. જોકે, આ ઘટનાક્રમની અસર વચ્ચે પણ ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ મજબૂત રહ્યા છે. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભાવમાં તેજી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાની આશાએ આંતરરાષ્ટ્રીય…