દ્વારકામાં બીજા દિવસે ડિમોલિશન યથાવત્, કરોડોની ગેરકાયદેસર જમીન પર દૂર કરાયું દબાણ
B INDIA દ્વારકા :- દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી અલગ અલગ ગેરકાયદેસર જગ્યાઓ પર થયેલા દબાણને દૂર કરવામાં આવ્યા છે.ગઈકાલે 63 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા છે તો આજે પણ 50 ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. મરીન પોલીસની બોટ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ડ્રોન કેમેરાની મદદથી પણ નજર રખાઈ રહી છે.બેટ દ્વારકામાં ડિમોલિશન સામે મુસ્લિમ જમાતના ટ્રસ્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી.અરજદારનો આક્ષેપ છે કે, HCમાં અરજી પેન્ડિંગ છતા ડિમોલિશન કેમ કરવામાં આવ્યું તે સમજવામાં નથી આવતું ત્યારે અરજીમાં અરજન્ટ સુનાવણી કરવા અરજદારે રજૂઆત કરી છે. તો 20 જાન્યુઆરીના રોજ દ્વારકા ડિમોલિશન મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. -> બેટ દ્વારકામાં કરાયું હતું ડિમોલિશન :- દેવભૂમિ દ્વારકાના…







