ગુજરાત પર વરસાદી આફતનું સંકટ : અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની તૈયારીમાં
ગુજરાત હવે ફરીથી એક ભારે પવન અને વરસાદની દુહા સામે ઊભું છે. અરબી સમુદ્રમાં ઊંડા દબાણ (Deep Depression) અને બંગાળની ખાડીમાં સક્રિય થતી નવી લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત માટે બેવડી ચિંતા સર્જી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) તથા ખાનગી હવામાન એજન્સીઓએ આગામી ૪૮ કલાક માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ઊંડું દબાણ, બંગાળમાં નવી સિસ્ટમ IMDના જણાવ્યા પ્રમાણે, ગુજરાતને અડીને અરબી સમુદ્રમાં ઊંડું દબાણ સર્જાયું છે, જેના કારણે ભેજ ભરેલું વાતાવરણ સર્જાયું છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર ઝોન આકાર લઈ રહ્યું છે, જેના સંયુક્ત પ્રભાવથી સમગ્ર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. રાજ્યના કેટલાંક વિસ્તારો માટે “અલર્ટ” અગાઉના ચોમાસાની ઋતુ સમાપ્ત થવાની આસપાસ જ્યારે રાજ્ય નવરાત્રીના રંગમાં મસ્ત છે, ત્યારે આ વરસાદી માહોલ ઉસ્તવના રંગમાં ભંગ પાડી રહ્યો છે. ગુજરાત માટે IMD દ્વારા આપવામાં આવેલી ચેતવણી અનુસાર: – દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ – વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી – સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો – અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા – મધ્ય અને ઉત્તર ગુજરાત – રાજકોટ, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, અને પવનની ઝડપ 40–50 કિમી/કલાક સુધી રહેવાની સંભાવના છે. દરિયો ખતરનાક – માછીમારોને ચેતવણી IMD દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. સમુદ્રમાં પવનની તીવ્રતા અને ઉંચા તરંગોને ધ્યાને લઇ તંત્ર દ્વારા દરિયાકાંઠાના ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં વરસાદી માહોલ આ બે સિસ્ટમ્સની અસર માત્ર ગુજરાત પૂરતી નથી. દેશમાં નીચે મુજબના રાજ્યોમાં પણ અસર જોવા મળી શકે છે: રાજસ્થાન: પૂર્વી અને દક્ષિણ પશ્ચિમ ભાગોમાં આગામી ૨૪ કલાકમાં વરસાદની શરૂઆત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા: આગામી 2–3 દિવસ ભારે વરસાદની આગાહી દક્ષિણ ભારત: મહારાષ્ટ્રના કોસ્ટલ વિસ્તારો, તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં વરસાદી ગતિવિધિઓ વધશે ઉત્તર ભારત: 2 ઓક્ટોબરથી સિસ્ટમ ઉત્તર તરફ ખસશે. પરિણામે બિહાર, યુ.પી., ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં પણ વરસાદ પૂર્વોત્તર રાજ્યો: 4 ઓક્ટોબરથી મધ્યમ વરસાદની શક્યતા ખેડૂતો માટે ચિંતા – તંત્ર સતર્ક આ વરસાદથી કપાસ, મગફળી અને ડાંગરના પાકને નુકસાન થવાની શક્યતા છે. પછાત વિસ્તારના ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, અને સ્થાનિક તંત્ર તૈયારીના મૂડમાં છે.
નવરાત્રીમાં મેઘરાજાની ખલેલ: બંગાળની ખાડીના ડિપ્રેશનને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં નવરાત્રિની ધૂમજમાળી વચ્ચે મેઘરાજા પણ બિનમુલાકાતી મહેમાનની જેમ આવી ગયા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે બંગાળની ખાડી પર સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે નર્મદા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ ધ્યાને રહેવાની જરૂરિયાત છે. શું છે હવામાનમાં પરિવર્તનનું કારણ? હાલે દક્ષિણ બંગાળની ખાડી અને મધ્ય મ્યાનમાર વિસ્તારમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે, જે 25 સપ્ટેમ્બરે નીચા દબાણ (Low Pressure) માં પરિવર્તિત થયું છે. આ સિસ્ટમ પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને 26 સપ્ટેમ્બરે ડિપ્રેશનનું સ્વરૂપ લેશે એવી શક્યતા છે. 27 સપ્ટેમ્બરના આસપાસ આ સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરી શકે છે, જેને કારણે ગુજરાત પર ચોમાસાની પાછલી જોરદાર અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં ક્યાં-ક્યાં વરસાદની શક્યતા છે? હવામાન વિભાગે આગામી દિવસોમાં અલગ-અલગ તબક્કે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ (Yellow Alert) જાહેર કર્યું છે: 25 સપ્ટેમ્બર – છૂટાછવાયા વરસાદ જિલ્લાઓ: આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ 26 સપ્ટેમ્બર – ગાજવીજ સાથે વરસાદ જિલ્લાઓ: ઉપરના તમામ જિલ્લામાં ફરીથી ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા. શહેરોમાં ટ્રાફિક જામ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. 27 સપ્ટેમ્બર – યલો એલર્ટ યલો એલર્ટ જાહેર થયેલા જિલ્લાઓ: – તાપી – નવસારી – વલસાડ – ડાંગ અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ: આણંદથી લઈને ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી સુધીના વિસ્તારોમાં છૂટાછવાયો પરંતુ ઝાપટાવાળો વરસાદ. 28 સપ્ટેમ્બર – દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યલો એલર્ટ: આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર 29 સપ્ટેમ્બર – વરસાદનું વધુ એક તીવ્ર તબક્કું યલો એલર્ટ: ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર 30 સપ્ટેમ્બર – વરસાદનું જોર ઘટશે જિલ્લાઓ: ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, નવસારી, વલસાડ પરંતુ: છૂટાછવાયા વિસ્તારોએ ભારે વરસાદની શક્યતા યથાવત નાગરિકોને સલાહ: હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા, ખાસ કરીને નવરાત્રિના આઉટડોર કાર્યક્રમો, યાત્રા, તથા પહાડીઓ/દૂરસ્થ વિસ્તારમાં રહેતા લોકોને આગાહી મુજબ સજાગ રહેવા સૂચવ્યા છે. શહેરો માટે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા રહે છે. ચોમાસાની વિદાય નથી થઇ હજી પણ! નૈઋત્ય ચોમાસાની વિદાય રેખા હજુ વેરાવળ, વલ્લભ વિદ્યાનગર, બાંસવાડા, ઇટાવા અને હરિદ્વાર સુધી જ પહોંચી છે. એટલે કે, ગુજરાતના મોટાભાગના ભાગોમાં ચોમાસું હજુ ચાલુ જ છે. નવરાત્રીના રંગમાં વરસાદનો ભંગ પડવાની શક્યતા છે. ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી મેઘરાજાની ઝપટાઓ વચ્ચે ગરબાના તાળ ઝૂમી શકશે નહીં. હવામાન વિભાગની અપડેટ પર નજર રાખો અને સાવચેતી સાથે તહેવાર ઉજવો.







