ગુજરાત પર વરસાદી આફતનું સંકટ : અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની તૈયારીમાં

ગુજરાત હવે ફરીથી એક ભારે પવન અને વરસાદની દુહા સામે ઊભું છે. અરબી સમુદ્રમાં ઊંડા દબાણ (Deep Depression) અને બંગાળની ખાડીમાં સક્રિય થતી નવી લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત માટે બેવડી ચિંતા સર્જી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) તથા ખાનગી હવામાન એજન્સીઓએ આગામી ૪૮ કલાક માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અરબી સમુદ્રમાં ઊંડું દબાણ, બંગાળમાં નવી સિસ્ટમ
IMDના જણાવ્યા પ્રમાણે, ગુજરાતને અડીને અરબી સમુદ્રમાં ઊંડું દબાણ સર્જાયું છે, જેના કારણે ભેજ ભરેલું વાતાવરણ સર્જાયું છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર ઝોન આકાર લઈ રહ્યું છે, જેના સંયુક્ત પ્રભાવથી સમગ્ર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

રાજ્યના કેટલાંક વિસ્તારો માટે “અલર્ટ”
અગાઉના ચોમાસાની ઋતુ સમાપ્ત થવાની આસપાસ જ્યારે રાજ્ય નવરાત્રીના રંગમાં મસ્ત છે, ત્યારે આ વરસાદી માહોલ ઉસ્તવના રંગમાં ભંગ પાડી રહ્યો છે. ગુજરાત માટે IMD દ્વારા આપવામાં આવેલી ચેતવણી અનુસાર:
– દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ – વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી
– સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો – અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા
– મધ્ય અને ઉત્તર ગુજરાત – રાજકોટ, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર
આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, અને પવનની ઝડપ 40–50 કિમી/કલાક સુધી રહેવાની સંભાવના છે.

દરિયો ખતરનાક – માછીમારોને ચેતવણી
IMD દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. સમુદ્રમાં પવનની તીવ્રતા અને ઉંચા તરંગોને ધ્યાને લઇ તંત્ર દ્વારા દરિયાકાંઠાના ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં વરસાદી માહોલ
આ બે સિસ્ટમ્સની અસર માત્ર ગુજરાત પૂરતી નથી. દેશમાં નીચે મુજબના રાજ્યોમાં પણ અસર જોવા મળી શકે છે:

રાજસ્થાન:
પૂર્વી અને દક્ષિણ પશ્ચિમ ભાગોમાં આગામી ૨૪ કલાકમાં વરસાદની શરૂઆત

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા:
આગામી 2–3 દિવસ ભારે વરસાદની આગાહી

દક્ષિણ ભારત:
મહારાષ્ટ્રના કોસ્ટલ વિસ્તારો, તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં વરસાદી ગતિવિધિઓ વધશે

ઉત્તર ભારત:
2 ઓક્ટોબરથી સિસ્ટમ ઉત્તર તરફ ખસશે. પરિણામે બિહાર, યુ.પી., ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં પણ વરસાદ

પૂર્વોત્તર રાજ્યો:
4 ઓક્ટોબરથી મધ્યમ વરસાદની શક્યતા

ખેડૂતો માટે ચિંતા – તંત્ર સતર્ક
આ વરસાદથી કપાસ, મગફળી અને ડાંગરના પાકને નુકસાન થવાની શક્યતા છે. પછાત વિસ્તારના ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, અને સ્થાનિક તંત્ર તૈયારીના મૂડમાં છે.

Related Posts

ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ : પત્ની સહિત 9 આરોપીઓ દોષિત, જાણો સમગ્ર મામલો

નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગના કર્મચારીઓ પર હુમલો, ધમકી અને ખંડણી માંગવાના વર્ષ 2023ના ચર્ચિત કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની સહિત…

પદ્મ પુરસ્કાર 2026: અલ્કા યાજ્ઞિકને પદ્મ ભૂષણ, રોહિત શર્માને પદ્મશ્રી; 65 હસ્તીઓનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

દેશની સેવા, કલા, રમતગમત, સાહિત્ય અને વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનારી પ્રતિભાઓને સન્માનિત કરવા માટે મંગળવારે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં પદ્મ પુરસ્કારોના બીજા તબક્કાનો ભવ્ય સમારોહ યોજાયો હતો. દ્રૌપદી મુર્મુએ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *