📱 એક ક્લિકની ભૂલ બની શકે મોટું નુકસાન!
સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડીથી કેવી રીતે બચશો? અમદાવાદ: સોશિયલ મીડિયાનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. Facebook, Instagram, WhatsApp, Telegram અને અન્ય પ્લેટફોર્મ્સ પર લોકો વધુ સમય વિતાવી રહ્યા છે. પરંતુ તેની સાથે ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. સાયબર ઠગો વિવિધ રીતો અપનાવી લોકોને આર્થિક અને વ્યક્તિગત નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. નકલી પ્રોફાઇલ, ફેક લિંક્સ, લોટરી જીત્યાના મેસેજ, નકલી નોકરીની ઓફર, રોકાણ પર વધુ નફાના વાયદા અને OTP અથવા બેંકિંગ માહિતી માંગતા મેસેજ જેવી છેતરપિંડીની રીતો આજે સામાન્ય બની ગઈ છે. આવા સંજોગોમાં દરેક સોશિયલ મીડિયા યુઝરે સાવચેત રહેવાની જરૂર છે. સાયબર સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા મુજબ અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ કે મેસેજ તરત સ્વીકારવો નહીં. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરતા…
અમિત શાહે આપ્યું સાયબર ખતરા અંગે મોટું એલર્ટ, મોબાઇલમાં ડેટા સુરક્ષિત નથી
ભારત ઝડપી ગતિથી ડિજિટલ યુગમાં આગળ વધતું હોવા છતાં ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ ચેતવણી આપી છે કે મોબાઈલ અને ડિજિટલ પ્લેટફોર્મમાં આપનો ડેટા હવે સુરક્ષિત નથી. તેમણે કહ્યું કે સાઇબર ફ્રોડ અને ડેટા ચોરી હવે માત્ર વ્યક્તિગત નુકસાનની બાબત નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ પહોંચાડે છે. અમિત શાહે જણાવ્યું કે સંવેદનશીલ ડેટા દુશ્મન તત્વોના હાથમાં જાય તો આ અર્થતંત્ર, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાષ્ટ્રની કામગીરીને અસર કરી શકે છે. બેંકિંગ, ટેક્સ, હેલ્થ, ટેલિકોમ અને નાગરિકોની ખાનગી માહિતી હવે મોટા પાયે ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ખોટા હાથમાં આ માહિતી જાય તો તેનો પ્રભાવ વ્યક્તિગત અને રાષ્ટ્રીય સ્તરે ગંભીર થાય છે. સરકાર અને તપાસ એજન્સીઓએ મળીને અત્યાર સુધી લગભગ 8,000 કરોડ રૂપિયાની સાઇબર ઠગાઈ અટકાવી છે. આ…
126 બેંક ખાતાઓ મારફતે 460 કરોડથી વધુની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (GSCOE) દ્વારા શેરબજારમાં ભારે નફાની લાલચ આપી રોકાણકારોને છેતરનાર એક સુવ્યવસ્થિત સાયબર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગે 126 બેંક ખાતાઓનો ઉપયોગ કરીને ગુજરાત સહિત દેશના 27 રાજ્યોમાં 460 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. નકલી એપ અને વોટ્સએપ ગ્રુપથી ફસાવાતા રોકાણકારો અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓ વોટ્સએપ મારફતે લોકોને સંપર્ક કરી પોતાને રજિસ્ટર્ડ બ્રોકર કંપનીના અધિકારી તરીકે ઓળખાવતા હતા. બાદમાં ભોગ બનનારાઓને વોટ્સએપ ગ્રુપમાં ઉમેરીને “ROCKCREEAK” નામની નકલી ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવાતી હતી. આ એપ મારફતે: રજીસ્ટ્રેશન, લોગિન અને વેરિફિકેશન કરાવવામાં આવતુ શેર ટ્રેડિંગ માટે વિવિધ બેંક ખાતાઓમાં નાણાં જમા કરાવાતાં વોલેટમાં ખોટો, જંગી નફો બતાવવામાં…
ગ્રેટર નોઈડામાં સાયબર છેતરપિંડી: ITBP જવાન સાથે 51 લાખ રૂપિયાની ઠગાઈ, જાણો મામલો
ગ્રેટર નોઈડામાં સાયબર છેતરપિંડીના કેસો સતત વધી રહ્યા છે. તાજા કિસ્સામાં, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)માં ફરજ બજાવતા એક જવાનને નકલી ટ્રેડિંગ એપ અને સોશિયલ મીડિયા મારફતે 51 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. આ ઘટના સોશિયલ મીડિયા પર મળતા રોકાણના પ્રલોભનો સામે મોટી ચેતવણી સમાન છે. સોશિયલ મીડિયા પરથી શરૂ થયું છેતરપિંડીનું જાળ સૂરજપુર વિસ્તારમાં રહેતા ITBP જવાન રાજેશ કુમાર (મૂળ રહેવાસી – સોલન જિલ્લો, હિમાચલ પ્રદેશ) સાથે 26 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર એક મહિલાએ સંપર્ક સાધ્યો હતો. તેણે પોતાને શેર બજારની નિષ્ણાત તરીકે ઓળખાવી અને 25થી 30 ટકા નફાની ખાતરી આપીને વિશ્વાસ જીત્યો. આ મહિલા, પોતાનું નામ ઈશા દેસાઈ બતાવી, રાજેશને “GoMarket Global CS” નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી. શરૂઆતમાં માત્ર 10 હજાર રૂપિયાનું રોકાણ કરાવાયું…
દિલ્હી પોલીસે 100 કરોડની આંતરરાષ્ટ્રીય સાઈબર છેતરપિંડીનો ભાંડાફોડ કર્યો, 7 આરોપીઓની ધરપકડ
દિલ્લીના IFSO યુનિટે સાઈબર ક્રાઇમની મોટી કાર્યવાહી દરમ્યાન આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ ચીન, નેપાળ, કંબોડિયા, તાઇવાન અને પાકિસ્તાન સાથે સંકળાયેલું હતું. કાર્યવાહી દરમિયાન 7 આરોપીઓ ધરપકડમાં આવ્યા છે, જેમાં એક તાઇવાન નાગરિક પણ શામેલ છે. ગેંગની છેતરપિંડીની રીત: સિમ બોક્સનો ઉપયોગ કરીને આ ગેંગ દેશભરમાં 100 કરોડ રૂપિયા જેટલી સાઈબર છેતરપિંડી કરી રહી હતી. આશરે 20,000 ફોન નંબર કાર્યરત હતા અને 1,000 થી વધુ ફરિયાદો મળી હતી. ગેંગે પીડિતોને ખોટા આરોપોમાં ફસાવી ડિજિટલ એરેસ્ટ અને તાત્કાલિક ધરપકડની ધમકી આપી રકમ વસૂલ કરાઈ. સિમ બોક્સની સ્થાપના: ACP વિજય ગેહલાવતની દેખરેખ હેઠળ ટીમે ગોયલા ડેરી, કુતુબ વિહાર, દીનપુર અને શાહબાદ ડેરીમાં સિમ બોક્સોની ઓળખ કરી. શશી પ્રસાદ, પરવિંદર સિંહ અને…
SBI ગ્રાહકો સાવધાન! YONO એપ અને આધાર અપડેટના નામે સાફ થઈ શકે છે બેંક એકાઉન્ટ
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે મહત્વની ચેતવણી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી WhatsApp પર એક ખતરનાક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવે છે કે જો તરત આધાર કાર્ડ અપડેટ નહીં કરવામાં આવે, તો YONO મોબાઈલ એપ બ્લોક કરી દેવામાં આવશે. આ મેસેજ સાથે એક અજાણી APK ફાઈલ મોકલવામાં આવી રહી છે, જેને ઇન્સ્ટોલ કરવા માટે દબાણ કરવામાં આવે છે. હકીકતમાં આ મેસેજ સંપૂર્ણ નકલી છે અને સાયબર ઠગો દ્વારા ગ્રાહકોને છેતરવા માટે રચાયેલ જાળ છે. SBIની સત્તાવાર ચેતવણી SBIએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે બેંક ક્યારેય WhatsApp, SMS અથવા કોલ દ્વારા કોઈ લિંક કે APK ફાઈલ મોકલતી નથી અને ન તો…
‘ડિજિટલ અરેસ્ટ’ કેસમાં EDએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં 11 સ્થળોએ પાડ્યા દરોડા, મહિલાની કરાઈ ધરપકડ
‘ડિજિટલ અરેસ્ટ’ અને સાયબર છેતરપિંડીના મોટા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDની જલંધર ઝોનલ ટીમે 22 ડિસેમ્બર, 2025ના રોજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને આસામમાં કુલ 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. PMLA હેઠળ કાર્યવાહી ED દ્વારા આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી છે. દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસની તપાસ લુધિયાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે શરૂ કરવામાં આવી હતી. લુધિયાણાના ઉદ્યોગપતિ સાથે ₹7 કરોડની છેતરપિંડી EDના જણાવ્યા અનુસાર, આ કેસમાં લુધિયાણાના જાણીતા ઉદ્યોગપતિ એસ.પી. ઓસ્વાલ પીડિત બન્યા હતા. સાયબર છેતરપિંડી કરનારાઓએ પોતાને CBI અધિકારી તરીકે ઓળખાવી,…
104.15 કરોડની મની લોન્ડરિંગ કૌભાંડ: EDએ PMLA સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી
દેશભરમાં ફ્રોડ કરીને રૂ. 104.15 કરોડની મની લોન્ડરિંગની ઘટના સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અમદાવાદની PMLA સ્પેશિયલ કોર્ટમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે. અરોપીઓ અને માધ્યમ ફરિયાદમાં મકબુલ અબ્દુલ રહેમાન, કાશિફ મકબુલ, મહેશ દેસાઈ, ઓમ પંડ્યા અને મિતેશ ઠક્કર સહિતના નામો સામેલ છે. તપાસ મુજબ, આરોપીઓએ નકલી સરકારી નોટિસો અને ફોન કોલ્સ દ્વારા લોકોને ડરાવ્યા અને તેમની પાસેથી મોટી રકમ પડાવી હતી. સિસ્ટમના ભાસ સાથે છેતરપીંડી ED મુજબ આરોપીઓ નકલી CBI, TRAI અને ED નોટિસો મોકલી લોકોમાં ડર પેદા કરતા હતા. પીડિત પાસેથી વસુલેલી રકમના ફેક ચલણ અને રસીદ પણ ઈશ્યૂ કરતા હતા. કેટલાક આરોપીઓએ નકલી પોલીસ સ્ટેશન બનાવી વીડિયો કોલ મારફતે લોકોને ભયભીત કરી રકમ પડાવવાનું કામ કર્યું. કૌભાંડનો પર્દાફાશ આ કૌભાંડનો પ્રથમ પર્દાફાશ…













