દિલ્હી પોલીસે 100 કરોડની આંતરરાષ્ટ્રીય સાઈબર છેતરપિંડીનો ભાંડાફોડ કર્યો, 7 આરોપીઓની ધરપકડ

દિલ્લીના IFSO યુનિટે સાઈબર ક્રાઇમની મોટી કાર્યવાહી દરમ્યાન આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ ચીન, નેપાળ, કંબોડિયા, તાઇવાન અને પાકિસ્તાન સાથે સંકળાયેલું હતું. કાર્યવાહી દરમિયાન 7 આરોપીઓ ધરપકડમાં આવ્યા છે, જેમાં એક તાઇવાન નાગરિક પણ શામેલ છે.

ગેંગની છેતરપિંડીની રીત:
સિમ બોક્સનો ઉપયોગ કરીને આ ગેંગ દેશભરમાં 100 કરોડ રૂપિયા જેટલી સાઈબર છેતરપિંડી કરી રહી હતી. આશરે 20,000 ફોન નંબર કાર્યરત હતા અને 1,000 થી વધુ ફરિયાદો મળી હતી. ગેંગે પીડિતોને ખોટા આરોપોમાં ફસાવી ડિજિટલ એરેસ્ટ અને તાત્કાલિક ધરપકડની ધમકી આપી રકમ વસૂલ કરાઈ.

સિમ બોક્સની સ્થાપના:
ACP વિજય ગેહલાવતની દેખરેખ હેઠળ ટીમે ગોયલા ડેરી, કુતુબ વિહાર, દીનપુર અને શાહબાદ ડેરીમાં સિમ બોક્સોની ઓળખ કરી. શશી પ્રસાદ, પરવિંદર સિંહ અને સ્થાનિક ઓપરેટર્સને ધરપકડ કરવામાં આવી.

તાઇવાન નાગરિકની ભૂમિકા:
તાઇવાનના નાગરિક આઇ-ત્સુંગ ચે સિમ બોક્સ સપ્લાય અને ટેકનિકલ ગોઠવણીમાં મુખ્ય સૂત્રધાર હતો. 21 ડિસેમ્બરે તેને દિલ્હીના એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં ખુલ્યું કે તે તાઇવાન સ્થિત એક આંતરરાષ્ટ્રીય ગુના નેટવર્ક સાથે જોડાયેલો છે, જેના નેતાની ઓળખ શાંગ-મીન વુ તરીકે થઈ. પંજાબના મોહાલીમાં સિમ બોક્સ લગાવવાની માહિતી મળી હતી, ત્યારબાદ બી.ટેક. સર્વદીપ સિંહ અને ડિપ્લોમા ધારક જસપ્રીત કૌરને ધરપકડ કરી અને તેમના પાસેથી સિમ બોક્સ, લેપટોપ, પાસપોર્ટ અને કંબોડિયા રોજગાર કાર્ડ જપ્ત કર્યા.

આ છેતરપિંડી આંતરરાષ્ટ્રીય સ્તરના ગુનાખોરીનું ઉદાહરણ છે, જે દેશના નાગરિકોને મોબાઇલ ટેકનોલોજીના દુરૂપયોગ દ્વારા લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…