Vadodara : વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત, સરકારે જ નર્મદા નિગમની કચેરી કરી સીલ

વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત થઈ છે. વડોદરામાં સરકારી કચેરીને સરકારે જ સીલ મારવું પડ્યું છે. ડભોઈ કોર્ટના આદેશ બાદ નર્મદા નિગમની કચેરીએ સીલ લાગ્યું છે. ડભોઈ કોર્ટે ખેડૂતોને નાણાં ન ચૂકવતા મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ડભોઈ કોર્ટે 30 કરોડ ખેડૂતોને ચૂકવવા આદેશ કર્યો છે. આ પણ વાંચો :- Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે જમીન સંપાદન મામલે ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી સરકાર સામે કાનૂની લડત લડી રહ્યા હતા. આખરે ખેડૂતોની 34 વર્ષની લડત રંગ લાવી છે. મળતી વિગત મુજબ 1989માં નર્મદા નિગમે ડભોઈની આસપાસ 6 ગામોની જમીન સંપાદિત કરી હતી. અને 1991માં 543 ખેડૂતોને 23 રૂપિયા ચો. ફૂટ ભાવે આ જમીનનું…

Surat : સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા, સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ

સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. હિંદુ યુવતીના નગ્ન ફોટા પાડીને તેણીને બ્લેકમેઇલ કર્યા બાદ વારંવાર રેપ કરનાર આરોપીને કોર્ટે બળાત્કારના ગુનામાં તકસીરવાર ઠેરવ્યો હતો. અને ૨૦ વર્ષની સખત કેદની સજા તેમજ એક લાખનો દંડ કરતો હુકમ કર્યો હતો. આ પણ વાંચો :- Surat : સુરતમાં ક્રેન તૂટી પડતા દુર્ઘટનાં સર્જાઈ, એક શ્રમિકનું મોત, 1ની હાલત ગંભીર આ કેસની વિગત મુજબ વેસુ વિસ્તારમાં રહેતી તેમજ ધો. ૧૨માં અભ્યાસ કરતી સગીરાની મુલાકાત સ્કૂલમાં જ અભ્યાસ કરતા અને ઘોડદોડ રોડ ઉપર ડિવાઇન સ્કૂલની પાસે લવલી પાર્કમાં રહેતા અશદ અલ્તાફ વિરાની તેમજ આર્યન મહેતાની સાથે થઈ હતી. આ દરમિયાન સગીરા અને અશદ વચ્ચે પ્રેમ થયો હતો અને અશદે સગીરાના નગ્ન ફોટા પાડીને તેને બ્લેકમેઇલ કરવાનું…

Kutch : સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

કચ્છમાં સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભૂજમાં સરકારી જમીનને ખાનગી વ્યક્તિને ફાળવીને રૂપિયા 18 કરોડનું નુકસાન પહોંચાડવા મામલે અગાઉ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પણ વાંચો :- ગુજરાત RTE એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને સહાય આપનારુ દેશનું પ્રથમ રાજય બન્યું, શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આપી માહિતી EDના અધિકારીઓએ 5 દિવસના રિમાન્ડની માંગણી કરીને કોર્ટને કહ્યું હતું કે, ભૂજની સર્વે નંબર 870 સરકારી જમીન ગેરકાયદે રીતે સંજય શાહને ફાળવી દીધી હતી.જેના કારણે સરકારને અંદાજે રૂપિયા 18 કરોડનું નાણાંકીય નુકસાન થયુ છે. ત્યારબાદ સરકારી જમીન ખરીદનાર સંજય શાહે ખેતીલાયકમાંથી બીનકૃષિ રહેણાકમાં…