Surat : સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા, સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ

સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. હિંદુ યુવતીના નગ્ન ફોટા પાડીને તેણીને બ્લેકમેઇલ કર્યા બાદ વારંવાર રેપ કરનાર આરોપીને કોર્ટે બળાત્કારના ગુનામાં તકસીરવાર ઠેરવ્યો હતો. અને ૨૦ વર્ષની સખત કેદની સજા તેમજ એક લાખનો દંડ કરતો હુકમ કર્યો હતો.

આ પણ વાંચો :- Surat : સુરતમાં ક્રેન તૂટી પડતા દુર્ઘટનાં સર્જાઈ, એક શ્રમિકનું મોત, 1ની હાલત ગંભીર

આ કેસની વિગત મુજબ વેસુ વિસ્તારમાં રહેતી તેમજ ધો. ૧૨માં અભ્યાસ કરતી સગીરાની મુલાકાત સ્કૂલમાં જ અભ્યાસ કરતા અને ઘોડદોડ રોડ ઉપર ડિવાઇન સ્કૂલની પાસે લવલી પાર્કમાં રહેતા અશદ અલ્તાફ વિરાની તેમજ આર્યન મહેતાની સાથે થઈ હતી. આ દરમિયાન સગીરા અને અશદ વચ્ચે પ્રેમ થયો હતો અને અશદે સગીરાના નગ્ન ફોટા પાડીને તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી ડુમસ સ્થિત વિકેન્ડ હોમમાં લઈ ગયો હતો અને ત્યાં સગીરાની સાથે રેપ કર્યો હતો. અવારનવાર અશદ સગીરાને બોલાવીને વિવિધ હોટલોમાં લઈ જતો અને રેપ કરતો હતો.

સગીરા એક દિવસ ઘરે સૂતી હતી. ત્યારે તેની માતાએ સગીરાનો મોબાઈલ જોયો હતો. અને તેમાં સગીરાના નગ્ન ફોટા વિશે પૂછતાં તેણે સમગ્ર ઘટના કહી હતી.આ રેપ કરાવવામાં અશદને ડુમસ રોડ, મગદલ્લા ગામમાં તાપી નિવાસમાં રહેતા રુદ્ર ચંદ્રેશ પટેલ ટાવરમાં રહેતો પ્રવીણ નેત્રપાલસિંગ ચૌધરી પણ મદદગારી કરતા હતા. સગીરાએ અશદ વિરાણી, રૂદ્ર પટેલ તેમજ પ્રવીણ ચૌધરીની સામે વેસુ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરોની કરાઈ આતંરિક બદલી, પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ

આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ દિપેશ દવેએ દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ત્રણેય પૈકી રેપ કરનાર આરોપી અશદ વિરાણીને તકસીરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા તેમજ ૧ લાખનો દંડ કરતો હુકમ કર્યો હતો. આ ઉપરાંત અન્ય બે આરોપી રૂદ્ર અને પ્રવીણને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

વંદે ભારત ટ્રેને રચ્યો ઇતિહાસ: સુરતથી અમદાવાદ માત્ર આટલા સમયમાં થયું જીવંત હૃદયનું સફળ પરિવહન 2026 : Success

વંદે ભારત એક્સપ્રેસે રચ્યો ઇતિહાસ: પ્રથમ વખત જીવંત હૃદયનું સફળ પરિવહન, સુરતથી અમદાવાદ સુધી સમય સામેની જંગમાં મોટી સિદ્ધિ ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ: વંદે ભારત એક્સપ્રેસ મારફતે પ્રથમ વખત જીવંત…

ભારતમાં મોબાઇલ નિકાસમાં 165 ગણો જંગી ઉછાળો, આંકડો ₹2.59 લાખ કરોડ પાર Growth

મોબાઇલ નિકાસમાં ભારતનો મોટો ઉછાળો: એક દાયકામાં નિકાસ 165 ગણી વધી, ₹2.59 લાખ કરોડનો આંકડો પાર કેન્દ્ર સરકારના આંકડા મુજબ ભારતની મોબાઇલ ફોન નિકાસમાં છેલ્લા એક દાયકામાં જંગી વધારો થયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *