Kutch : સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

કચ્છમાં સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભૂજમાં સરકારી જમીનને ખાનગી વ્યક્તિને ફાળવીને રૂપિયા 18 કરોડનું નુકસાન પહોંચાડવા મામલે અગાઉ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :- ગુજરાત RTE એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને સહાય આપનારુ દેશનું પ્રથમ રાજય બન્યું, શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આપી માહિતી

EDના અધિકારીઓએ 5 દિવસના રિમાન્ડની માંગણી કરીને કોર્ટને કહ્યું હતું કે, ભૂજની સર્વે નંબર 870 સરકારી જમીન ગેરકાયદે રીતે સંજય શાહને ફાળવી દીધી હતી.જેના કારણે સરકારને અંદાજે રૂપિયા 18 કરોડનું નાણાંકીય નુકસાન થયુ છે. ત્યારબાદ સરકારી જમીન ખરીદનાર સંજય શાહે ખેતીલાયકમાંથી બીનકૃષિ રહેણાકમાં રૂપાંતરિત કરતા તેને પણ મંજૂર કરી દીધી હતી. ત્યારે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચો :- gandhinagar : ગુજરાત સરકારને મળી અરજીઓ, એપ્રિલમાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા

આપને જણાવી દઈએ કે, પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર આરોપ હતો કે, તેણે ભુજમાં રોડ પાસેની જમીન ખાનગી વ્યક્તિને વેચીને બિનખેતી કરાવી આપી હતી. પહેલા જમીન ખેતી માટે મંજૂર કરી હતી અને પાછળથી તેને બિનખેતી કરી દીધી હતી. ભુજ શહેરનાં મામલતદારે પ્રદીપ શર્મા વિરુદ્ધ આ ફરિયાદ ભુજ CID ક્રાઇમ બોર્ડર રેન્જ પોલીસ મથકમાં નોંધાવી હતી.

આ પણ વાંચો :- Saurashtra : રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર! પોરબંદર, ભાવનગર સહિત આ જિલ્લાઓમાં જાહેર કર્યુ યેલો એલર્ટ

વડોદરાનાં બિલ્ડર સંજય શાહને આ જમીન વેંચ્યાનો ખુલાસો થયો હતો. ભૂજની સર્વે નંબર 870 ગેરકાયદે સંજય શાહને ફાળવી દીધી હતી અને સરકારી તિજોરીને રૂ.18 કરોડનું નુકસાન પહોંચાડ્યુ હતુ. ત્યારે હવે EDએ પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને ગુનામાંથી મેળવેલી આવકનો ટ્રેઇલ શોધવા માટે અને તેની સ્થાવર મિલકતો શોધવા માટે તપાસ તેજ કરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *