તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના- ચાંદીની દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ, નોંધાયા આટલા કેસ

ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી  રમણ સોલંકી તેમજ રાજ્ય મંત્રી  પી.સી બરંડાના નેતૃત્વમાં તોલમાપ તંત્ર દ્વારા તા. 02 અને 03 જાન્યુઆરી-2026ના રોજ રાજ્યના 370 જેટલા સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમ પર સામૂહિક આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી. જેમાં તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના 25 જિલ્લાઓમાં 253 પ્રોસિક્યુશન કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને રૂ. 6,79,000/-જેટલી માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ માંડવાળ ફીની વસૂલાત સ્થળ ઉપર જ E POS-upi-e payment અને ચેકથી વસૂલવામાં આવી છે તેમ, કાનૂની માપવિજ્ઞાન તંત્ર, ગાંધીનગર…

Rajkot : રાજકોટમાં ફાયર સેફ્ટીના અભાવે 74 હાઇરાઇઝ બિલ્ડીંગોને ફટકારી નોટિસ

રાજકોટમાં ધૂળેટીનાં તહેવારનાં દિવસે રેસીડેન્સીયલ બિલ્ડીંગ એટલાન્ટિસનાં છઠ્ઠા માળે અચાનક આગ લાગી હતી. જેમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. ત્યાર બાદ રાજકોટ શહેરમાં અનેક બિલ્ડીંગોમા ફાયરનાં નિયમોનું પાલન થતું ન હોવાનું સામે આવ્યું છે. જેમાં શહેરમાં આવેલ અનેક બિલ્ડીંગોમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ કેટલીક જગ્યાએ તો ફાયરનાં સાધનો ચાલી શકે તેવી હાલતમાં પણ ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ પણ વાંચો :- Aravalli : અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોનાં મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઇવે કરાવ્યો બંધ આગની ઘટનામાં ત્રણ લોકોનાં મોતને લઈને આવી ઘટનાઓ ફરીવાર ન બને તેને લઇ ફાયર વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં ફાયર વિભાગ NOC અને ફાયર સેફ્ટીના સાધનોને લઈને હાઇરાઇઝ બિલ્ડીંગોમાં…