તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના- ચાંદીની દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ, નોંધાયા આટલા કેસ

ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી  રમણ સોલંકી તેમજ રાજ્ય મંત્રી  પી.સી બરંડાના નેતૃત્વમાં તોલમાપ તંત્ર દ્વારા તા. 02 અને 03 જાન્યુઆરી-2026ના રોજ રાજ્યના 370 જેટલા સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમ પર સામૂહિક આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી. જેમાં તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના 25 જિલ્લાઓમાં 253 પ્રોસિક્યુશન કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને રૂ. 6,79,000/-જેટલી માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ માંડવાળ ફીની વસૂલાત સ્થળ ઉપર જ E POS-upi-e payment અને ચેકથી વસૂલવામાં આવી છે તેમ, કાનૂની માપવિજ્ઞાન તંત્ર, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

આ તપાસમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 61 એકમોની તપાસ સામે 22 કેસ, ભરૂચ-નર્મદામાં 27 એકમોની તપાસ સામે 25 કેસ, જૂનાગઢ-ગીરસોમનાથમાં ૨૧ એકમોની તપાસ સામે 20 કેસ, ભાવનગર/બોટાદમાં 20 એકમોની તપાસ સામે 17 કેસ તથા સુરતમાં 20 એકમોની તપાસ સામે 14કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય તપાસમાં ગાંધીનગર, વડોદરા,પાટણ ,છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા-પાલનપુર, સાબરકાંઠા-હિંમતનગર, અરવલ્લી-મોડાસા, રાજકોટ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે.

કાનૂની માપવિજ્ઞાન તંત્રના જણાવ્યા મુજબ ઝુંબેશ દરમિયાન રાજ્યના અલગ-અલગ સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસણી હાથ ધરતાં નિયત કાયદા હેઠળના અમલીકરણ નિયમ/કલમોના ભંગ બદલ એકમો સામે ગુન્હાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમમાં વપરાતા વજનકાંટાની તપાસ કરતાં ચકાસણી-મુદ્રાંકન સિવાયના વજન-માપ ઉપયોગમાં લેવા, નિયત વજન કરતાં ઓછું વજન આપવું, ફેર ચકાસણી અને મુદ્રાંકન કરાવ્યા સિવાયના વજનમાપ ઉપયોગમાં લેવા, ચોકસાઈ ચકાસવા માટે ચકાસણી અને મુદ્રાંકન થયેલ સિવાયના વજનો રાખવા, ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું જેવી વિવિધ ગેરરીતિઓ સામે આવી છે.

કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા ગત વર્ષ દરમિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાનો:-
દિવાળીના તહેવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ-332 જેટલી મીઠાઇ/ફરસાણ/ડ્રાયફ્રુટની દુકાનો/ગિફ્ટ શોપ મીઠાઈની દુકાનોની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ 126 એકમો સામે ગુન્હો નોંધીને માંડવાળ ફી તરીકે રૂ.591500/- વસૂલ કરવામાં આવી હતી. જુલાઈ-2025 દરમિયાન સમગ્ર રાજયમાં પેટ્રોલ-ડીઝલ પંપની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ-276 પેટ્રોલ-ડીઝલ પંપની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ 19 એકમો સામે ગુન્હો નોધવામાં આવેલ અને માંડવાળ ફી તરીકે રૂ.69500/- વસૂલ કરાઈ.

મે-2025 દરમિયાન રાજયના અલગ-અલગ જિલ્લાઓમાં આવેલ ખાતર/બિયારણ/જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનોના વિક્રેતાઓ ની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ-397 વિક્રેતાની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ-210 વિક્રેતા સામે ગુન્હો નોંધીને માંડવાળ ફી તરીકે રૂ. 5,84,000 /- વસૂલ કરવામાં આવી હતી. મે-2025 દરમિયાન રાજયના અલગ-અલગ જિલ્લાઓમાં આવેલ FCI/CWC/FCIના અધિકૃત ગોડાઉનની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ-38 ગોડાઉનની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ-૩ ગોડાઉન સામે ગુન્હો નોંધીને માંડવાળ ફી તરીકે રૂ.14,000/- વસૂલ કરવામાં આવી.

ફેબ્રુઆરી-2025 દરમિયાન સમગ્ર રાજયની હાઈવે હોટલની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ-૪૧૯ હાઈવે હોટલની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ-169 એકમો સામે ગુન્હો નોંધીને માંડવાળ ફી તરીકે રૂ. 6,18,500 /- વસૂલ કરવામાં આવ્યા હતા. આમ, વર્ષ દરમિયાન વેપારીઓ પાસેથી વિવિધ ગેરરીતિ બદલ કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા કુલ રૂ. 18.77 લાખથી વધુની માંડવાળ ફી વસૂલ કરીને રાજ્યના ગ્રાહકોના હિતમાં સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…