IPL 2025: પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું, શ્રેયસ ઐયર અને ચહલ બન્યા વિજયના નાયક

IPL 2025ની 49મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 4 વિકેટથી હરાવી, પ્લેઓફની દોરથી બહાર ફેંકી દીધી. ચેન્નઈ માટે આ શારમજનક હાર સાબિત થઈ છે કારણ કે તે સતત બીજી વાર પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગઈ છે. ચેન્નઈની પહેલી બેટિંગ અને ચહલનો ચમત્કાર ચેપોક સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર CSKએ સેમ કરનના શાનદાર 88 રનના ઇનિંગ પર ભરોસો રાખીને 20 ઓવરમાં 190 રન બનાવ્યા. જોકે તેમની આ મજબૂત બેટિંગ લાઇન અપ યુઝવેન્દ્ર ચહલની લેજન્ડરી બોલિંગ સામે ટકી શકી નહીં. ચહલે એક જ ઓવરમાં હેટ્રિક કુલ 4 વિકેટ ઝડપી, જેના કારણે ચેન્નઈનો મિડલ ઓર્ડર અને ટેલ એન્ડ ધરાશાયી થઈ ગયો. પ્રભસિમરન અને ઐયરની ધમાકેદાર બેટિંગ 191 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત…