રેલ્વે કર્મચારીઓ માટે મોટા સમાચાર, સરકારે 78 દિવસનું દિવાળી બોનસ કર્યું જાહેર

સરકારે રેલ્વે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દશેરા અને દિવાળીની રજાઓ પહેલા રેલ્વે કર્મચારીઓ માટે 1,866 કરોડ રૂપિયાના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) ને મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ બોનસ તેમના 78 દિવસના પગાર બરાબર છે. ત કેન્દ્ર સરકારને દેશભરના 11 લાખથી વધુ રેલ્વે કર્મચારીઓને ફાયદો થશે. સરકારી નિવેદન મુજબ, આ બોનસ આશરે 10.90 લાખ કર્મચારીઓને વહેંચવામાં આવશે. રેલ્વે કર્મચારીઓ માટેનો આ વાર્ષિક બોનસ તેમની ઉત્પાદકતા અને કામગીરી સાથે જોડાયેલો છે. આ વર્ષે, કર્મચારીઓને 78 દિવસના પગાર જેટલું બોનસ મળશે, જેની મહત્તમ મર્યાદા પ્રતિ કર્મચારી ₹17951 છે. આ બોનસથી ટ્રેક મેન્ટેનર્સ, લોકો પાઇલટ્સ, ટ્રેન મેનેજર (ગાર્ડ્સ), સ્ટેશન માસ્ટર્સ, સુપરવાઇઝર, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર્સ, પોઈન્ટ્સમેન, મંત્રી સ્ટાફ અને અન્ય…

કેન્દ્રીય કેબીનેટ બેઠકમાં જાતિગત વસ્તી ગણતરી મામલે લેવાયો મોટો નિર્ણય, જાણો વિગત

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી બુધવારે પહેલી વાર કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ સમય દરમિયાન, મેઘાલયથી આસામ સુધીના નવા કોરિડોરને મંજૂરી આપવામાં આવી. 166 કિમી. આ હાઇવે માટે 22 હજાર કરોડ રૂપિયાથી વધુનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. અશ્વિની વૈષ્ણવ કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોના હિતમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ સાથે સરકારે જાતિ વસ્તી ગણતરી અંગે પણ એક મોટો નિર્ણય લીધો. 166.8 કિમી લાંબા 4 લેન હાઇવેને મંજૂરી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે શિલોંગથી સિલ્વર કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. ૧૬૬.૮ કિમી લાંબા ૪ લેન હાઇવેને મંજૂરી આપવામાં આવી છે. મેઘાલયથી આસામ સુધીના નવા…

રાજ્ય સરકારના કર્મચારીઓ અંગે કેબીનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, મોંઘવારી ભથ્થામાં કર્યો આટલો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જાન્યુઆરી, 2025 થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મુખ્યમંત્રીના નેતૃત્વમાં લેવામાં આવેલા આ કર્મયોગી હિતકારી નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવેલ છે. આ સાથે જ આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025 થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025ના…