રાજ્ય સરકારના કર્મચારીઓ અંગે કેબીનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, મોંઘવારી ભથ્થામાં કર્યો આટલો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જાન્યુઆરી, 2025 થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મુખ્યમંત્રીના નેતૃત્વમાં લેવામાં આવેલા આ કર્મયોગી હિતકારી નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવેલ છે. આ સાથે જ આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025 થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે.

આટલા કર્મચારીઓને મળશે લાભ
આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.78 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. એટલું જ નહિ, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.235 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.946 કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે થશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

અમદાવાદમાં જીમમાં SMCની રેડ બાદ PI અને PSI સસ્પેન્ડ જાણો સમગ્ર જાણકારી… Major Breakthrough, 26

અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ મોટી કાર્યવાહી: PI અને PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ ઝડપાયા  અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દરિયાપુર પોલીસ સ્ટેશનના PI અને સર્વેલન્સ સ્ક્વોડના PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીએ પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવ્યો છે. મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારના અડ્ડા પર SMCની રેડ દરમિયાન 187 જેટલા જુગારીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી અને સ્થાનિક સ્તરે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે અનેક સવાલો ઉઠ્યા છે.મામલો ગંભીર બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જવાબદારી નક્કી કરીને દરિયાપુર પોલીસ સ્ટેશનના PI તેમજ સર્વેલન્સ સ્ક્વોડના PSI સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. SMCની રેડથી પોલીસ…

Questions Over Child Rights & Poverty In Gujarat 2026: “ભૂખ્યા ભજન ન થાય”… તો ભૂખ્યા બાળકનું Empowered Youth શિક્ષણ કેવી રીતે થશે?

આઝાદીના 79 વર્ષ પૂર્ણ થવાના આરે પણ બાળમજૂરીની વાસ્તવિકતા દેશભક્તિના પર્વ વચ્ચે રસ્તા પર તિરંગા વેચતા બાળકોએ વ્યવસ્થાને પૂછ્યો સવાલ “ભૂખ્યા ભજન ન થાય” — Gujaratની આ કહેવત માત્ર શબ્દો નથી, પરંતુ જીવનની એક કડવી વાસ્તવિકતા છે. પેટની ભૂખ સામે ભક્તિ હોય કે દેશભક્તિ, માણસ માટે સૌથી પહેલાં જીવનની મૂળભૂત જરૂરિયાતો મહત્વની બની જાય છે. 15 ઓગસ્ટ 2026ના રોજ ભારત તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. દેશ આઝાદ થયાને 79 વર્ષ પૂર્ણ થશે. આ દિવસ દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો દિવસ છે. પરંતુ આ જ પર્વ વચ્ચે રસ્તા પર તિરંગા વેચતા એક બાળકનું દૃશ્ય અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સ્વતંત્રતા દિવસ પહેલાં રસ્તા પર તિરંગા વહેંચતા એક બાળકને સ્વતંત્રતા દિવસ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *